SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આમની જોડે આખી રાત ક્યાં બેસી રહું? એ તો આવા ને આવા જ રહેવાના છે. આવી રીતે મતભેદનો ઉકેલ લાવી નાખવાનો. (૬૫) - એમ માનીને કે અહીંથી પાંચસો ફૂટ છે. આપણે એક એકદમ સરસ સફેદ એવો ઘોડો ઊભો રાખ્યો છે અને અહીં આગળ દરેકને આપણે દેખાડીએ કે પેલું શું દેખાય છે ? ત્યારે કોઈ ગાય કહે, તો આપણે એને શું કરવું ? આપણા ઘોડાને કોઈ ગાય કહે તે ઘડીએ આપણે એને મારવો કે શું કરવું ? પ્રશ્નકર્તા : મારવાનો નહીં. દાદાશ્રી : શાથી ? પ્રશ્નકર્તા : એની દ્રષ્ટિથી ગાય દેખાઈ. દાદાશ્રી : હા... એના ચશ્મા એવા છે. આપણે સમજી જવાનું કે આને બિચારાને નંબર લાગેલા છે. એટલે એનો દોષ નથી. એટલે આપણે વઢાય નહીં. કહેવું કે ભઈ, બરાબર છે તમારી વાત. પછી બીજાને કહીએ કે શું દેખાય છે? ત્યારે કહે કે ઘોડો દેખાય છે, તો આપણે જાણીએ કે આને નંબર નથી. પછી બીજાને કહીએ કે શું દેખાય છે ? ત્યારે કહે, “મોટો બળદ હોય એવું દેખાય છે.’ તો આપણે નંબર સમજી જઈએ એના. ના દેખાય એટલે નંબર સમજી લેવા. તમને શું લાગે છે ? (૬૬) અમારે પૈયે પંચાવન વર્ષ થયાં. તે પચ્ચીસ-ત્રીસ વર્ષની ઉંમર સુધી જરા ભૂલચૂક થઈ હશે જ્ઞાન પહેલાં, નાની ઉમરમાં અમે હઉ અમુક ઉંમર સુધી સાણસી લઈને આમ ફટ દઈને ફેંકતા'તા. આબરૂદાર લોકને ! ખાનદાન !! છ ગામના પટેલ !!! પછી ખબર પડી કે મારી આ ખાનદાની નીકળી ગઈ. આબરૂનું લિલામ થઈ ગયું. સાણસી મારી ત્યાંથી આબરૂનું લિલામ ના થયું કહેવાય ? સ્ત્રીને સાણસી મારે આપણા લોક ? અણસમજણનો કોથળો ! તે કશું બીજું ના જડ્યું તો સાણસી મારી ! આ તે કંઈ શોભે આપણને ? પ્રશ્નકર્તા: સાણસી મારી એ તો એક માર્યા પછી પતી ગયું. પણ પેલા આંતરિક મતભેદ જે હોય તે બીહેવિયરમાં (વર્તનમાં) એનું પરિણામ પામે. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એ તો બહુ ભયંકર કહેવાય ? દાદાશ્રી : આંતરિક મતભેદોને ? એ તો બહુ ભયંકર ! પણ મેં શોધખોળ કરેલી કે આ આંતરિક મતભેદનો કોઈ ઉપાય છે? તો કોઈ શાસ્ત્રમાં જડ્યો નહીં. એટલે પછી મેં શોધખોળ કરી જાતે કે આનો ઉપાય આટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત. (૬૯) તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું ‘હીરાબા’ કહું છું. અમે તો જ્ઞાની પુરુષ, અમારે તો બધાને બા કહેવાય અને આ બીજી છોડીઓ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું, આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે. પ્રશ્નકર્તા : હા, એ વાત કહો ને ! દાદાશ્રી : એક દહાડો મતભેદ થઈ ગયો હતો. તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી. પ્રશ્નકર્તા : એ તો એમની થઈ ગઈ હશે પણ તમે કહો છો, મારી ભૂલ થઈ ગઈ હતી. દાદાશ્રી : હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તો ય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને ! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને ? પ્રશ્નકર્તા : તમને. દાદાશ્રી : તે મારે સમજવું જોઈએ ને ! તે પછી એક દહાડો મતભેદ પડ્યો. હું ફસાયો. મને કહે છે, “મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે, તેમાં આ પહેલી છોડી પૈણે છે તે આપણે લગ્નમાં શું આપીશું ?” તો આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું ‘ના’ કહું નહીં. મને પૂછયું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય ? પૂછયું એટલે મેં શું કહ્યું? ‘આ કબાટમાં
SR No.008867
Book TitlePati Patni No Divya Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages61
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size129 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy