SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ઘરમાં ક્લેશ દાદાશ્રી : પાવર આવે તો સારું ઊલટું, આપણે તો એમ જાણવું કે ઓહોહો ! પાવર વગરના હતા તે પાવર આવ્યો તે સારું થયું આપણે ! ગાડું સારું ચાલેને ? આ ગાડાના બળદ ઢીલા હોય તો સારું કે પાવરવાળા ? પ્રશ્નકર્તા : પણ ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલેને ? પાવર સારો કરતા હોય તો સારું. ૨૩ દાદાશ્રી : એવું છેને, પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે. આમ રોફ મારતી ને તેમ રોફ મારતી પણ આપણા પેટમાં પાણી ના હાલે તો એનો પાવર બધો ભીંતમાં વાગે ને પછી એને વાગે પાછો. પ્રશ્નકર્તા ઃ તમારો કહેવાનો મતલબ એવો કે અમારે સાંભળવાનું નહીં બૈરાઓનું, એવું. દાદાશ્રી : સાંભળો, બધું સારી રીતે સાંભળો, આપણા હિતની વાત હોય તો બધી સાંભળો અને પાવર જો અથડાતો હોય, તે ઘડીએ મૌન રહેવાનું. તે આપણે જોઈ લો કે કેટલું કેટલું પીધું છે. પીધા પ્રમાણે પાવર વાપરે ને ? પ્રશ્નકર્તા : બરાબર છે. એવી જ રીતે જ્યારે પુરુષો ખોટો પાવર કરતા હોય ત્યારે ? દાદાશ્રી : ત્યારે આપણે જરા ધ્યાન રાખવું. હું... આજે વંઠ્યું છે એવું મનમાં કહેવું, કશું મોઢે ના કહેવું. પ્રશ્નકર્તા : હું... નહીં તો વધારે વંઠે. દાદાશ્રી : આજ વંઠ્યું છે, કહે છે... આવું ના હોવું જોઈએ. કેવું સુંદર... બે મિત્રો હોય તે આવું કરતા હશે ? તો મિત્રાચારી રહે ખરી, આવું કરે તો ? માટે આ બે મિત્રો જ કહેવાય, સ્ત્રી-પુરુષ એટલે એ મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે. અને આવી દશા કરી નાંખી, આટલા હારુ છોડીઓ પૈણાવતા હશે લોકો ? ગ્રીન કાર્ડવાળાને ! આવું કરવા હારુ ? તો પછી આ શોભે આપણને ? તમને કેમ લાગે છે ? ના શોભે આપણને ! સંસ્કારી પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કોને કહેવાય ? ઘરમાં ક્લેશ હોય તે સંસ્કારી કહેવાય કે ક્લેશ ના હોય તે ? ૨૮ પ્રશ્નકર્તા : ક્લેશ ના હોય તે ! દાદાશ્રી : ત્યાર પછી આવું ? આપણે સંસ્કારી. પૈણવા જઈએ તો પૈઠણ આપે લોકો. કોના પર પૈઠણ આપે છે ? એના હારુ આપતા હશે કે ઘરમાં વાઈફને તમે બાંધીને મારવા હારુ આપતા હશે ? પહેલાં તો પૈઠણો શેની આપતા’તા, કે આ ઘરમાં તો કકળાટ જ નહીં બિલકુલ ! ઘરમાં કોઈ કકળાટ નહીં, કોઈને દુઃખ ના આપે, એ સ્થિતિ આપણને હોવી જોઈએ ને ? આ તો પહેલેથી નાનપણમાંથી છોકરાને ઉછેરતી વખતે લોકો એવું કહે, ચેક મળ્યો. એટલે આ ગાંડા ચક્કર થઈ જાય. આ તમે જાણો નહીં આ બધું ? આ ચેકો જોયેલા નહીં ? પ્રશ્નકર્તા : એ ના સમજાયું કે, એ ચેક એટલે શું ? દાદાશ્રી : બીજા નાના ગામવાળા આવશે ને એ પૈઠણ બધી આપશે. ભલે છોકરાવાળા પાસે મિલકત નથી, ભલે ઓછી મિલકત છે, પણ ખાનદાન કુળ છે, કુળ સારું છે. અને સુગંધીય ખરી એમાં, ખોટું તો ના કહેવાય. ચોરી-બોરી ના કરે, લુચ્ચાઈઓ, કોઈને ફસવે કે એવું તેવું આ હોય નહીં. હલકાં કામ ના કરે. તે એના પૈસા આપે છે. એમ ને એમ આપે છે ? એ મોઢું જોવાના પૈસા આપે છે ? ના આ તો ખાનદાની હોય એની ! ખાનદાન એટલે શું ? કે બે બાજુ ઘસાય એનું નામ ખાનદાન. બે બાજુ ઘસાય એટલે શું ? ખરીદી કરવા જાય તો ત્યાં મનમાં એમ થાય કે શું આ ઓછું આપે છે ? પણ એ બિચારો કમાશે ને ! ઓછું લઈ આવે. અને પોતે, કો'ક લેવા આવ્યો હોય તેને વધારે આપે તે વખતે. વધારે થોડું જાય તો સારું બિચારાને ! એટલે બેઉ બાજુ ઘસાય એનું નામ ખાનદાન એટલે આ પૈઠણ તેની આપે છે. એટલે આ નાનપણથી આવું પાણી પાય છે આ પાટીદારો
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy