SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી જ ઘરમાં ઝઘડા છે. વિષય છૂટે કે ઘરમાં ઝઘડા ખલાસ થાય એ કાયદો છે. પરમ પૂજ્ય દાદાશ્રી એમના પત્ની હીરાબાને કહેતા. પત્નીને બા ક્યારે કહેવાય ? સંપૂર્ણ વિષય છૂટે ત્યારે. ૩૨ વર્ષની વય પછી તેમને વિષય છૂટી ગયેલો. (૨૪) રહસ્ય, ૠણાનુબંધ તણા... પતિ-પત્ની એ તો ઋણાનુબંધ છે. પંખીડાના માળા જેવું મિલન છે. ૫૦-૬૦ વર્ષની યાત્રા છે. એમાં ઉપલક રહીને સાચવીને નીકળી જવા જેવું છે. ધણી ‘રિયલ’માં કે ‘રિલેટીવ’માં ? રિયલમાં તો ધણી હોતા હશે ? એના પર શો મોહ ? રિલેટીવ અને તેય પાછા અમેરિકન ડાયમન્ડ, રિયલ ડાયમન્ડ નહીં ! સાચી સગાઈ નથી, રિલેટીવ સગાઈ છે. માટે ડ્રામેટિકલી ખેલ ખેલી અંદરખાને રિયલમાં ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં રહી નીકળી જવા જેવું છે. પૂર્વભવના ઋણાનુંબંધ શી રીતે છૂટે ? હાર્ટિલી પ્રતિક્રમણ કરવાથી. પરણ્યા પછી કરેલા કરારને પૂરા કરવાં પડે. એને છોડી કે તોડી ના દેવાય. આપણે આ મંત્રીને બોલાવ્યાં પછી કંઈ કાઢી મૂકાય ? ગયા ભવે પોતાની ડિઝાઈન નક્કી કરી તે પ્રમાણે ચાવી ઘડી, તે આ ભવે તેને ફીટ થાય તેવું તાળું મળી આવે. આ છે ઋણાનુંબંધ. આ ભવમાં જે કંઈ મળે છે તે પોતાની જ પૂર્વભવની નક્કી કરેલી ડિઝાઈન પ્રમાણે મળે છે. હવે નવી ડીઝાઈન ચીતરે એટલે પાછલી ના ગમે તેથી શું વળે ? (૨૫) આદર્શ વ્યવહાર, જીવનમાં ! આદર્શ જીવન કેવી રીતે જીવવું ? સાતેય દિવસની સવારથી સાંજ સુધીની દિનચર્યા સેટ કર લેવી. ઊઠતાં જ ભગવાનનું સ્મરણ (સીમંધર સ્વામીનું ખાસ). વહેલું ઊઠવાનો ક્રમ. અડધો-પોણો કલાક એકાગ્રતાથી પ્રભુસ્મરણ કરવું. સીમંધર સ્વામીને ઊઠતાં જ નમસ્કાર મહાવિદેહ ક્ષેત્રમાં પહોંચાડવા. પછી સાત-આઠ વાગ્યા પછી ટ્રાફિક જામ થઈ 43 જાય ! પછી જાતે જ બ્રશ લઈ કરવું. માંદા હોય ત્યારે જુદી વાત ! ચા-પાણી જે આવે તે કરી લેવા. કકળાટ નહીં કરવાનો. પછી નાહીધોઈને કામધંધે જવું. સાંજે ઘેર શાંતિથી આવવું. મગજની એક નટ દબાવીને આવવું, જેથી એન્જિન ગરમ ના થઈ જાય. રાત્રે જમી છોકરાં સાથે થોડો સમય ગાળી સમુહમાં આરતી કરી, જ્ઞાનીની આપ્તવાણી વાંચી શુદ્ધાત્માના ધ્યાનમાં સૂઈ જવું. રજાના દિવસે બૈરા-છોકરાંને ફરવા લઈ જવા, થોડો ખર્ચો કરવો. હોટલમાંય લઈ જવા, સગવડ પ્રમાણે. પરમ પૂજ્ય દાદાશ્રી ‘જ્ઞાનવિધિ’થી શુદ્ધાત્મા પદમાં બેસાડી દે. ત્યાર પછીનો જે રિલેટીવ જીવન વ્યવહાર આત્મામાં રહી, પાંચ આજ્ઞામાં રહીને કષાય વગર થાય. એટલે નવાં કર્મો બંધાય નહીં ને જૂનાનો નિકાલ થઈ જાય. શુદ્ધાત્માનું લક્ષ બેઠાં પછીનો વ્યવહાર એ સંપૂર્ણ ‘શુદ્ધ વ્યવહાર’ ગણાય. જેનાથી મોક્ષ થાય. નહીં તો ધર્મ કરવાથી અશુભમાંથી શુભ વ્યવહાર તો થાય જ. જેનાથી પુણ્ય બંધાય ને સારી ગતિ મળે. આદર્શ વ્યવહાર સ્વ-પરને સુગંધિત કરે. સંસારના સર્વ કાર્યો નિરંતર આત્માના લક્ષમાં રહીને થાય તો જ સંસારનો ઉકેલ આવે. એના માટે જ્ઞાનીનો સત્સંગ, સત્સમાગમ જ અત્યાવશ્યક છે. અક્રમ વિજ્ઞાન વ્યવહારને કિંચિત્માત્ર છંછેડ્યા વગર આદર્શ રીતે પૂરું કરાવડાવે છે, આત્મલક્ષ સહિત ! ઘરમાં એવો વ્યવહાર કરી નાખવો કે પત્નીને એમ રહ્યા કરે કે આવો ધણી મને ફરી ક્યારેય ફરી નહીં મળે. તેમ પતિને પણ પત્ની માટે એવું જ રહેવું જોઈએ. એવો હિસાબ આવી જાય ત્યારે મનુષ્યપણું સફળ થયું. સંસાર જીવનમાં લગ્ન એ મુખ્ય ધ્યેય છે. પરંતુ એ ધ્યેય હાંસલ કર્યા પછી એને સારી રીતે નભાવવું એ ધ્યેય જલ્દી કોઈથી નથી બંધાતો. નિયમ એવો છે કે ધ્યેય નક્કી કરે તે મેળવીને જ જંપે. ભણવું, પરણવું, કમાવું વિ.વિ. નક્કી કરી મેળવે જ છે ને ? તેમ સ્વર્ગ જેવો સંસાર સર્જી શકે. લગ્નજીવનમાં પંક્ચર તેની ગાડી કેમની આગળ ધપે ? 44
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy