SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર ૪૫ તે પેલાને ટાઢક થઈ જાય. (૧૩૮) આ હું તો પાછો બધું અનુભવના તારણ પર લાવેલો, બાકી હું ધંધા પર પણ પૈસાના વિચાર કરતો ન હતો. પૈસાને માટે વિચાર કરે ને, એના જેવો કુલિશ જ કોઈ નથી. એ તો લમણે લખેલા છે બળ્યા ! ખોટે ય લમણે લખેલી છે. વગર વિચારે ખોટ આવે કે નથી આવતી ? (૧૩૯) ધંધામાં કોઈ વાંકા માણસો મળે તે આપણા પૈસા ખાવા માંડે તો આપણે અંદરખાને સમજીએ કે આપણા પૈસા ખોટા છે, માટે આવા ભેગા થાય. નહીં તો વાંકા માણસો ભેગા થાય જ શી રીતે ? મારેય એવું થતું હતું. એક ફેરો ખોટું નાણું આવેલું. તે બધા વાંકા જ લોકો ભેગા થયેલા. તે મેં નક્કી કર્યું કે આ ના જોઈએ. ધંધો ક્યો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઈને આપણા ધંધાથી :ખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તો શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાં ય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરે તો જનાવરમાં - ચાર પગમાં જઈશ. ચાર પગો થાય પછી પડે તો નહીં ને ? વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પસી પૈસાનો વ્યવહાર દાદાશ્રી : આવી જ રીતે ચાલાકીનો રોગ પેસી જાય ને ! અને ‘વ્યવસ્થિત’નું જ્ઞાન હાજર હોય તેને ધીરજ રહે. કોઈ આપણી જોડે ચાલાકી કરવા આવે તો આપણે પાછલે બારણેથી નીકળી જવું, આપણે સામી ચાલાકી કરવી નહીં. (૧૪૮) એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાના પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતા નથી, છતાં શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય. (૧૪૯) પૈસા કમાવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી કવોટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દો ને, વળી ભાવના કરવાની જરૂર શું ? એવું કહેવા માગું છું. આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય. એ હું કહેવા માગું છું. આ એક વાક્યમાં ઘણો સાર મુકાયેલો છે પણ સમજે તો. એવું નથી કે મારું જ્ઞાન લેવાની જ જરૂર છે, જ્ઞાન ના લીધું હોય ને, પણ એટલું એને સમજણ પડે કે આ હિસાબસર જ છે, કશું હિસાબથી બહાર થતું નથી, નહીં તો મહેનત કરતાં ખોટ આવે તો આપણે ના સમજીએ ! મહેનત એટલે મહેનત, મળવું જ જોઈએ, પણ ના, ખોટે ય નિરાંતે જાય જશે. (૧૪૪) ધંધામાં મન બગાડે તો ય નફો ૬૬,૬૧૬ થશે ને મન ના બગાડે તો ય નફો ૬૬,૬૧૬ રહેશે, તો ક્યો ધંધો કરવો ? (૧૪૫) ધંધામાં પ્રયત્ન કરવાનો, ‘વ્યવસ્થિત’ એની મેળે ગોઠવ્યા કરશે. તે યુ તમારે ફક્ત કર્યા કરવાનો, એમાં આળસ નહીં કરવાની. ભગવાને કહ્યું છે કે બધું ‘વ્યવસ્થિત' છે. નફામાં હજાર કે લાખ આવવાના છે, તે ચાલાકી કરવાથી એક આનો ય વધશે નહીં અને ચાલાકીથી આવતા અવતારના નવા હિસાબ બાંધશો એ જુદા ! (૧૪૭) પ્રશ્નકર્તા : આપણી સામે કોઈ ચાલાકી કરતો હોય તો આપણે પણ સામી કરવી જોઈએ ને, એવું અત્યારે તો લોકો કરે છે. આ ભાવ કરે છે તેનો વાંધો છે, બીજું કશું નહીં. બીજી ક્રિયાઓને માટે મને વાંધો નથી. એટલે વાત આમ લોકો વાંચી જાય, પણ સમજણ ના પડે, એટલે વાંચી જાય પણ વાત બહુ ઊંડી હોય છે. (૧૫) ખોટાની પરખ ના હોય ત્યાં સુધી ખોટું પેસી જાય નહીં. પ્રશ્નકર્તા : અને આ ધંધામાં સાચું છે, આપણે સમજીએ છીએ, છતાં સાચું કહી શકાતું નથી. દાદાશ્રી : એટલે વ્યવહાર આપણા તાબામાં નથી. નિશ્ચય આપણા
SR No.008865
Book TitlePaisa No Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size365 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy