SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પૈસાનો વ્યવહાર થવા દઈએ. લાખ રૂપિયા ગયા તો એમાં શું કહેવાનું ? આપણે છીએ અને આ તો ધૂળધાણી ! (૧૩૪) આ બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઈ, કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઈએ ? આપણને નફો-ખોટ સ્પર્શતા નથી. અને જો ખોટ ગઈ ને ઈન્કમટેક્ષવાળો આવે, તો ધંધાને કહીએ કે ‘હે ધંધા ! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે.' અમને કોઈ પૂછે કે ‘આ સાલ ખોટમાં ગયા છો ?’ તો અમે કહીએ કે, ‘ના ભાઈ, અમે ખોટમાં ગયા નથી, ધંધાને ખોટ ગઈ છે !’ અને નફો થાય ત્યારે કહીએ કે, ધંધાને નફો થયો છે.’ અમારે નફો-તોટો હોય જ નહીં. (૧૩૫) કોક શેઠિયા મને દબાણ કરે કે, ‘ના તમારે તો પ્લેનમાં કલકત્તા આવવું જ પડશે.’ હું ‘ના, ના’ કહું તો ય દબાણ કર્યા કરે. એટલે કશું છોડે જ નહીં ને ! માટે એનો હિસાબ જ ના કરવો, વધઘટનો હિસાબ જ ના કાઢવો, જ્યારે જે દહાડે ખોટ લાગે ને, તે દહાડે આપણે પાંચ રૂપિયા ‘અનામત’ નામે જમે કરી દેવા. એટલે આપણી પાસે સિલક, અનામત સિલક રહે, કારણ કે આ ચોપડા કંઈ કાયમના છે ? બે-ચાર કે આઠ વર્ષે પછી ફાડી નથી નાખતા ? જો સાચો હોય તો ફાડે કોઈ ? આ તો બધું મનને મનાવવાનાં સાધનો છે. તો આપણે જે દહાડે દોઢસોની ખોટ ગઈ હોય ને. તે આપણે પાંચસો રૂપિયા અનામત ખાતે જમે કર્યા એટલે સાડી ત્રણસોની સિલક આપણી પાસે રહે. એટલે દોઢસોની ખોટને બદલે સાડી ત્રણસોની સિલક આપણને દેખાય. એવું છે. આ જગત બધું ગપ્પેગપ્પ ચુમ્માળસો છે, બારેબારા ચુમ્માળસો નથી આ. બારેબારા ચુમ્માળસો હોત તો એ એક્ઝેક્ટ સિદ્ધાંત કહેવાત. સંસાર એટલે ગપ્પેગપ્પ ચુમ્માળસો અને મોક્ષ એટલે બારેબારા ચુમ્માળસો. (૧૩૬) સમભાવ કોને કહે છે ? સમભાવ નફાને અને ખોટને સરખું ના કહે. સમભાવ એટલે નફાને બદલે ખોટ આવે તો ય વાંધો નહીં, નફો પૈસાનો વ્યવહાર ૪૪ આવે તો ય વાંધો નહીં. નફાથી ઉત્તેજના ના થાય, અને પેલાથી (ખોટથી) ડીપ્રેશન ના આવે. એટલે કશું થાય નહીં. દ્વંદ્વાતીત થયેલાં હોય. (૧૩૭) બાકી, ધંધામાં ખોટ આવી હોય તો લોકોને કહું અને નફો આવ્યો હોય તો ય કહી દઉં ! પણ લોક પૂછે તો જ, નહીં તો મારા ધંધાની વાત જ ના કરું. લોક પૂછે કે, ‘તમને હમણાં ખોટ આવી છે, એ વાત ખરી’? ત્યારે હું કહી દઉં કે ‘એ વાત ખરી છે’ કોઈ દહાડો ય અમારે ભાગીદારે એમ નથી કહ્યું કે તમે કેમ કહી દો છો ? કારણ કે આવું કહેલું તો સારું કે લોક ધીરવા આવતા હોય તો બંધ થઈ જશે ને દેવું વધતું–ઓછું થશે, નહીં તો લોકો શું કહેશે ? ‘અલ્યા, ના કહેવાય, નહીં તો લોક ધીરશે નહીં.’ પણ આ તો આપણે દેવું વધી જાયને, ચોખ્ખું ચોખ્ખું કહી દો ને, જે થયું હોય કે ભઈ ખોટ ગઈ છે. ખોટ ગઈ હોય તો ય સામાને વાત ખુલ્લી કરી દેવી. એટલે સામો ભાવના કરે. એટલે પરમાણુ ઊડી જાય ને પોતે હલકો થઈ જાય. એકલો મહીં મૂંઝાયા કરે તો વધારે બોજો લાગે ! જેટલી ફિકરો આવે તેને આમ ફાકી કરીને ફાકી જવાની. અમે વેપાર કરતા હતા ત્યારે બહુ ફિકરો આવેલી, જ્ઞાન પહેલાં. ત્યારે જ આ જ્ઞાન થાય ને ! અમારા છોકરા મરી ગયા ત્યારે પેંડા ખવડાવેલા ! અમે તો શું કરતા કે ધંધામાં એકદમ મુશ્કેલી આવી જાય તો તો વાત જ નહીં કરવાની ને હીરાબાને બહારથી ખબર પડે કે ધંધામાં મુશ્કેલી છે ને અમને પૂછે કે શું ખોટ ગઈ છે ? અમે કહીએ કે, ના, ના. લે આ રૂપિયા આ પૈસા આવ્યા છે તે તમારે જોઈએ છે ? ત્યારે હીરાબા કહે કે આ લોકો તો કહે છે કે ખોટ આવી. ત્યારે હું કહું કે ના, ના. આ તો વધારે કમાયા છીએ. પણ આ વાત ખાનગી રાખજો. અમારા ધંધામાં ખોટ જાય તો કેટલાકને દુઃખ થાય. તે મને કહેવા આવે કે કેટલી ખોટ આવી છે ? બહુ આવી છે ? ત્યારે હું કહું કે ખોટ આવેલી, પણ હમણાં જ ઓચિંતો જ એક લાખ રૂપિયાનો નફો મળ્યો !
SR No.008865
Book TitlePaisa No Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size365 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy