SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઊછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે તું જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.' વ્યવહાર ૨૯ અમે જયગઢની જેટી ૧૯૬૮ની સાલમાં બાંધતા હતા. ત્યાં એક કોન્ટ્રાક્ટર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો, ‘હું મારા ગુરુ મહારાજ પાસે જાઉં છું. દર સાલ મારા પૈસા વધ વધ કરે છે. મારી ઇચ્છા નથી તો ય વધે છે, તો શું એ ગુરુકૃપા છે ?’ મેં એને કહ્યું, ‘એ ગુરુની કૃપા છે એવું માનીશ નહીં. જો એ જતા રહેશે . છે તો તને એમ લાગશે કે લાવ ગુરુને પથરો મારું !' આમાં ગુરુ તો નિમિત્ત છે, એમના આશિષ નિમિત્ત છે. ગુરુને જ જોઈતા હોય તો ચાર આના ના મળે ને ! એટલે પછી એણે મને પૂછ્યું કે, ‘મારે શું કરવું ?’ મેં કહ્યું, ‘દાદાનું નામ લેજે.' હવે અત્યાર સુધી તારી લિન્ક આવી હતી. લિન્ક એટલે અંધારામાં પત્તા ઊઠાવે તો ચોક્કો આવે, ફરી પંજો આવે, પછી ફરી ઊઠાવે તો છક્કો આવે. તે લોકો કહે કે, ‘વાહ શેઠ, વાહ શેઠ, કહેવું પડે.' એવું કરે. તે તને ૧૦૭ સુધી સાચું પડ્યું છે. પણ હવે બદલાવાનું છે. માટે ચેતતો રહેજે. હવે તું કાઢીશ તો સત્તાવન પછી ત્રણ આવશે ને ત્રણ પછી ૧૧૧ આવશે ! તે લોક વિઠ્ઠલને બુદ્ધુ કહેશે. માટે આ દાદાનું નામ છોડીશ નહીં. નહીં તો માર્યો જઈશ. પછી અમે મુંબઈ આવતા રહ્યા. પેલો બે-પાંચ દહાડા પછી આ વાત ભૂલી ગયો. તેને પછી બહુ મોટી ખોટ આવી. તે ધણી-બૈરી બંનેએ માંકણ મારવાની દવા પી લીધી ! તે દાદાનું નામ જ લેવાનું ભૂલી ગયેલો. પણ પુણ્યશાળી એટલો કે એનો ભાઈ જ ડૉક્ટર હતો તે આવ્યો ને બચી ગયો ! પછી એ મોટર લઈને દોડતો મારી પાસે આવ્યો. મેં એને કહ્યું, ‘આ દાદાનું નામ લીધા કરજે, ને ફરી આવું ક્યારે ય ના કરીશ.' ત્યારે પછી એણે નામ લેવાનું ચાલુ રાખ્યું. તેનાં પાપ બધાં ધોવાઈ ગયાં ને રાગે પડી ગયું. પૈસાનો ‘દાદા’ બોલે તે ઘડીએ પાપ પાસે આવે જ નહીં. ચોગરદમ ભમ્યા કરે પણ અડે નહીં તમને. તમે ઝોકું ખાવ તો તે ઘડીએ અડી જાય. રાત્રે ઊંઘમાં ના અડે. જો ઠેઠ જાગતાં સુધી બોલ્યા અને સવારમાં ઊઠવાની સાથે બોલ્યા હો તો વચ્ચેનો ગાળો એ સ્વરૂપ કહેવાય. ૨૯ વ્યવહાર પાપ-પુણ્યનું ગલત થાય ત્યારે ? પાપનું પૂર્ણ કરે છે તે જ્યારે ગલન થશે ત્યારે ખબર પડશે ! ત્યારે તારાં હાજાં ગગડી જશે ! દેવતા ઉપર બેઠાં હોઈએ તેવું લાગશે !! પુણ્યનું પૂરણ કરીશ ત્યારે ખબર પડશે કે કેવી ઓર મજા આવે છે ! માટે જેનું જેનું પૂરણ કરો તે જોઈ વિચારીને કરજો, કે ગલન થાય ત્યારે પરિણામ કેવું થાય છે ! પૂરણ કરતાં સતત ખ્યાલ રાખજો, પાપ કરતાં કોઈને છેતરીને પૈસો ભેગો કરતાં સતત ખ્યાલ રાખજો કે એ ય ગલન થવાનું છે. એ પૈસા બેન્કમાં મૂકશો તો તે ય જવાનો તો છે જ. એનું ય ગલન તો થશે જ. અને એ પૈસો ભેગો કરતાં જે પાપ કર્યું, જે રોદ્રધ્યાન કર્યું, તે તેની કલમો સાથે આવવાનું તે વધારામાં અને જ્યારે તેનું ગલન થશે ત્યારે તારી શી દશા થશે ? પૂરણનું ગલત, સ્વભાવથી જ ! આ તો પૂરણ ગલન છે. એમાં પૂરણ થાય ત્યારે હસવા જેવું નથી અને ગલન થાય ત્યારે રડવા જેવું નથી. જ્યારે દુઃખનું પૂરણ થાય ત્યારે કેમ રડે છે ? પૂરણમાં જો તારે હસવું હોય તો હસ. પૂરણ એટલે સુખનું પૂરણ થાય તો ય હસ અને દુઃખનું પૂરણ થાય તો ય હસ. પણ આમની ભાષા જ જુદી છે ને ! ગમતી ને ના ગમતી બે રાખે છે ને ! સવારે ના ગમતી હોય તેને સાંજે ગમતી કરે પાછો ! સવારમાં કહેશે, ‘તું અહીંતી જતી રહે’ અને સાંજે એને કહેશે ‘તારા વગર મને ગમશે નહિ !' એટલે ભાષા જ અનાડી લાગે છે ને ? જગતનો નિયમ જ એવો છે કે પૂરણ થાય એનું ગલન થયા વગર રહે નહીં. જો બધા જ પૈસા ભેગા કર કર કરતા હોય તો મુંબઈમાં કોઈ પણ માણસ બૂમ પાડી શકે કે ‘હું સહુથી શ્રીમંતમાં શ્રીમંત છું' પણ એવું કોઈ ધરાયેલો બોલતો નથી કારણ કે નિયમ જ નથી એવો !
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy