SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર ૨૮ પૈસાનો વ્યવહાર લાવ્યા હતા. પણ એમાં જે પકડાઈ ગયો છે તેનું પાપફળ ઉદયમાં આવ્યું ને વપરાયું. જ્યારે બીજો છૂટી ગયો તેનું પુણ્ય તેમાં વપરાઈ ગયું. તેમ દરેકના બુદ્ધિના આશયમાં જે હોય છે, તેમાં પાપ અને પુણ્ય કામ કરે છે. બુદ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એમ ભરી લાવ્યો. તે એનું પુણ્ય વપરાયું તો લક્ષ્મીના ઢગલે ઢગલા થાય. બીજો બુદ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી એવું લઈને તો આવ્યો પણ તેમાં પુણ્ય કામે લાગવાને બદલે પાપફળ સામું આવ્યું. તે લક્ષ્મીજી મોટું જ ના દેખાડે. અલ્યા, આ તો આટલો બધો ચોખે ચોખ્ખો હિસાબ છે કે કોઈનું જરાય ચાલે તેમ નથી. ત્યારે આ અક્કરમીઓ એમ માની લે છે કે હું દસ લાખ રૂપિયા કમાયો. અલ્યા, આ તો પુણ્ય વપરાઈ અને તે ય અવળે રસ્તે. એના કરતાં તારો બુદ્ધિનો આશય ફેરવ. ધર્મ માટે જ બુદ્ધિનો આશય બાંધવા જેવો છે. આ જડ વસ્તુઓ મોટર, બંગલા, રેડિઓ એ બધાની ભજના કરી તેના જ માટે બુદ્ધિનો આશય બાંધવા જેવો નથી. ધર્મ માટે જ – આત્મધર્મ માટે જ બુદ્ધિનો આશય રાખો. અત્યારે તમને જે પ્રાપ્ત છે તે ભલે હો, પણ હવે તો માત્ર આશય ફેરવીને સંપૂર્ણ ૧૦૦ ટકા ધર્મ માટે જ રાખો. અમે અમારા બુદ્ધિના આશયમાં ૧૦૦ ટકા ધર્મ અને જગત કલ્યાણની ભાવના લાવ્યા છીએ. બીજે ક્યાં ય અમારું પુણ્ય ખર્ચાયું જ નથી. પૈસા, મોટર, બંગલા, દીકરો, છોકરી, ક્યાં ય નહીં. અમને જે જે મળ્યા અને જ્ઞાન લઈ ગયા, તેમણે બે-પાંચ ટકા ધર્મ માટે - મુક્તિને માટે નાખેલા, તેથી અમે મળ્યા. અમે સોએ સો ટકા ધર્મમાં નાખ્યા, તેથી બધેથી જ અમને ધર્મ માટે ‘નો ઓજેક્શન સર્ટિફિકેટ’ મળ્યું છે. માઈલની, અને આવ્યા બારમા માઈલમાં ! નવમા માઈલના આધારે ઇચ્છા શું કરી ? લાંચ-રૂશ્વત કશું જ લેવાય નહીં. લાંચ લેવા જેવી રીતે જ નહીં. ખોટું કરાયા જ નહીં. હવે એ સંજોગો તે દહાડે તેવા હતા, નવમાં માઈલમાં. હવે બારમાં માઈલમાં સંજોગો એવા હોય છે ત્યારે બધા ય લાંચ લે અને આપણે એકલા જ એવા કે લાંચ ના લઈએ. તે બેરી કહે કે બધા યે બંગલા બાંધ્યા, તેમાં તમારામાં બરકત નથી. હવે બિચારો લાંચ લેવા જાય તો ય લાંચ લેવાય નહીં, કારણ કે પેલી પ્રકૃતિ બંધાઈ ગયેલી છે, અને મનમાં ભાવ કર્યા કરે છે કે લેવા જોઈએ, લેવા જોઈએ. તે ઊલટો આવતે ભવે ચોર થયો. આ જગત આવું છે બધું અને પૂરું સમજ્યા વગર બહુ માર ખાય છે. ત્યાં ટેન્ડર ક્યાં રહ્યું ? પ્રશ્નકર્તા : પુણ્ય-પાપને જ આધીન હોય તો પછી ટેન્ડર ભરવાનું ક્યાં રહ્યું? દાદાશ્રી : એ ટેન્ડર ભરાય છે તે પાપ-પુણ્યના ઉદય પ્રમાણે જ ભરાય છે. એટલે હું કહું ખરો કે “ટેન્ડર ભરો, પણ હું જાણું કે શેના આધારે ટેન્ડર ભરાય છે. આ બે કાયદાની બહાર ચાલી શકે એમ નથી. હું ઘણા જણને મારી પાસે ‘ટેન્ડર ભરી લાવવાનું કહું છું. પણ કોઈ ભરી લાવ્યા નથી. શી રીતે ભરે ? એ પાપ-પુણ્યને આધીન છે. એટલે પાપનો ઉદય હોય ત્યારે બહુ આંટીઓ વાળવા જઈશ તો ઊલટું છે એ પણ જતું રહેશે. માટે ઘેર જઈને સૂઈ જા, અને થોડું થોડું સાધારણ કામ કર, અને પુણ્યનો ઉદય હોય તો ભટકવાની જરૂર જ શી છે ? ઘેર બેઠા સામસામી સહેજે કામ કરવાથી બધું ભેગું થઈ જાય ! એટલે બન્ને વખતે આંટીઓ વાળવાનું ના કહીએ છીએ. વાત ખાલી સમજવાની જરૂર છે. પુણ્ય-પાપતી “લિક' કેવી હોય ? કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, ‘ ગમે તેટલી માથાકૂટ કરું છું તો ય કશું વળતું નથી.’ એટલે હું કહું, ‘અત્યારે તારો ઇચ્છાઓ બંધાઈ કેમતી ? તમારું જ છે. આમાં કોઈ કરનાર નથી, આ બધું તમારી ઇચ્છા પ્રમાણે જ વહેંચાયેલું છે. ઇચ્છા પ્રમાણે થયા કરે. પહેલાં જે ઇચ્છા હતી તે નવમાં માઈલમ તમારી ઇચ્છા હતી. તે આ જગત પ્રવાહ રૂપે છે. તે ઇચ્છા હતી નવમા માઈલમાં અને એ ઇચ્છા ભોગવતી વખતે આવ્યા બારમા માઈલમાં, એટલે તે ઘડીએ પાછો તમને ફેર પડી જાય છે કે આ તો સાલું અહીંયા આવું જોઈતું હતું ! ઇચ્છા નવમાં
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy