SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર ૧ ૬ ૭ પૈસાનો વ્યવહાર કે જેને આ બધું થાયને કે ‘હિંમતલાલ આવા છે, ફલાણાભાઈ આવા છે', એવી નિંદા છે ત્યાં લક્ષ્મી નથી. ‘આ વાઘરો છે, આ ઊંચી જાતનો છે, આ આમ છે, આ તેમ છે, એવી કશી લોભિયાને ભાંજગડ જ ના હોય. કોઈ વાઘરો હોય, પણ એના ઘરાક હોયને તો તેને કહેશે કે, “આવો ભાઈ, બેસો શેઠ, અહીં ગાદી પર બેસોને !” પ્રશ્નકર્તા : લોભિયાને એટલે કોઈ અંતરાય આવો ના પડે ? દાદાશ્રી : લોભિયો એટલે એકલા પૈસાનો જ લોભ નહીં. સુખનો લોભ હોય. પ્રશ્નકર્તા : માનનો લોભ ખરો ? દાદાશ્રી : માનનો લોભ ના ગણાય, સુખનો લોભ ગણાય. માનના લોભમાં તો પછી નિંદા પેસી જાય. પ્રશ્નકર્તા : તો આ મુંબઈમાં લોકો માનના લોભમાં નહીં ? દાદાશ્રી : ના, આ માનનો લોભ ખરેખર ગણાતો નથી. સુખનો લોભ હોય છે. માનનો લોભ હંમેશા ક્યારે કહેવાય ? કે બીજાની નિંદા કરવાની તેને નવરાશ મળે. મુંબઈ શહેરમાં લોકોને પૂછી આવો જોઈએ કે, ‘તમને બીજાની નિંદા કરવાની નવરાશ છે ?” ત્યારે કહે, ‘ના’. એટલે ઘડીવારની નવરાશ આ લોકોને ના હોય અને ત્યાં વઢવાણમાં જઈએ તો ? પ્રશ્નકર્તા : ત્યાં બધે એ જ હોય. દાદાશ્રી : છતાં અમે કહ્યું છે કે, આ હિન્દુસ્તાનમાં નિંદા અને તિરસ્કાર ઘટવા માંડ્યા છે અને લોભ વધ્યો છે. સુખનો લોભ વધ્યો છે તેથી હિન્દુસ્તાનનું સારું થવાનું છે. આ લક્ષણ પરથી હું સમજી જઉં. ભલેને જરા મોહ વધશે, પણ બીજું નિંદા-તિરસ્કાર બધું ઘટશેને ?! ત્યાં ખોટોય સાચો ગણાય આ લોભિયો હોય તેને ત્યાં જો આપણા પૈસા ઘલાયા ને આપણે એને ગાળો ભાંડીએ ત્યારે એ હસે ! અલ્યા, હું ગાળો ભાંડું છું ને તું હસે છે ? તે પછી આડોશી-પાડોશી ને રસ્તે જતાં લોક આપણને શું કહે કે, “આ ચિઢાય છે માટે આ જ નાલાયક માણસ છે, આ જુઓને બિચારો હસે છે, તે અક્કરમી ઊલટો માથે પડે ! રૂપિયા જાય આપણા અને આપણે લોભિયા જોડે ખોટા દેખાઈએ. સમજણ પડીને, લોભિયો કેવો હોય ?! પ્રશ્નકર્તા : લોભિયો પોતાના સુખની અંદર રહ્યા કરે ? દાદાશ્રી : એ જાણે કે હમણે આ થાકીને જતો રહેશે અને આપણને તો આ રૂપિયા મળ્યાને ! મોહ મિટાવે નિંદા ! આવી વાત લોકો જાણે તો સુખીયા થઈ જાય ! આ કુદરત આપણા “હેલ્પ'માં છે એ વાત નક્કી છે. એટલે મેં કહી રાખ્યું છે કે ૨૦૦૫માં હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ જવાનું છે. માટે આ વાત બહુ સમજવા જેવી છે. શાથી લોકો દુઃખી હતા એ મેં ખોળી કાઢ્યું અને અત્યારે ગામડાવાળા શાથી દુઃખી છે ? હજુ આ નિંદાના જ ધંધામાં પડેલા છે. આજનાં આ જીવડાં તો કશુંય ના હોય તો એય રેડિયો, ટી.વી.ની મસ્તીમાં ને મસ્તીમાં રહે ! આ લોકો કોઈની નિંદામાં ના પડે. એ તો ટી.વી. જુએ, ફલાણું જુએ, તેય આંખો બગાડીને. કંઈ લોકોની આંખો ઓછી બગડે છે ?! પોતાની જવાબદારીને ! આપણો આખો દેશ નિંદાથી, ભયંકર નિંદાથી ખલાસ થઈ ગયો હતો, શાસ્ત્રકારોએ નિયમ કહેલો છે કે અવશ્ય ટીકા કરજો. ટીકા નહીં કરો તો મનુષ્યો પાછા નહીં ફરે. એ ટીકાનું ‘એક્ઝજરેશન” થઈ ગયું અને તેની નિંદા આવી ગઈ ! જે વિટામીન હતું તેનો જ નાશ કર્યો ! જ્ઞાતી વાળે પોઝિટિવ પંથે હું તો પોઝિટિવ કરવા માગું છું. નેગેટિવ સેન્સ જ લાવવા નથી માંગતો.
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy