SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર પૈસાનો વ્યવહાર થાય. આ અંગ્રેજોની અમેરિકનોની પડતી એ રીતે જ છે. ભૌતિક સુખના બહુ એબનોર્મલ છે. એનાથી બધી પડતી જ છે. બેસી રહ્યા તે મગજનું ઠેકાણું નહીં. બ્લડ પ્રેશર વધી ગયેલું હોય એની મુશ્કેલીઓ એ જ જાણે ! પ્રશ્નકર્તા : એમાં લોભનો અતિરેક નહીં ? દાદાશ્રી : લોભ ખરો. તે લોબને લઈને તો આ બધું થયું, પણ આ પરિણામ આવ્યું લોભનું ! લોભના અતિરેકથી તો આ પરિણામ આવ્યું. ધત વહે ગટરમાં પૈસા આવે એટલા વાપરી નાખે ને એ સુખિયો. સારા રસ્તે જાય તો એ સુખિયો. એટલા તમારે ખાતે જમે થાય, નહિ તો ગટરમાં તો જતા રહેવાના છે. ક્યાં જતા રહેવાના ? ગટરમાં જતા હશે ? આ મુંબઈના રૂપિયા બધા શેમાં જતા હશે ? એય નર્યા ગટરમાં ચાલ ચાલ કરે છે ! એ સારા રસ્તે વપરાયો એટલો રૂપિયો આપણી જોડે આવે. કોઈ બીજો કોઈ જોડે આવે નહીં. મોક્ષ ક્યારે આપે ? કર્તાપણું બંધ થાય ત્યારે. કર્તાપણું બંધ થાય, જ્ઞાતા-દ્રષ્ટાપણું રહે પોતાને, ત્યારે મોક્ષ થાય ! ત્યાં લક્ષ્મી તા વસે તિરસ્કાર ને નિંદા ત્યાં લક્ષ્મી નહીં રહે. ‘લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની નિંદા કુથલીમાં પડે ત્યારે.” (આપ્તસૂત્ર૧૩૩૬) દાદાશ્રી : ત્યારે લક્ષ્મી આવતી બંધ થઈ જાય. મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા ને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે.' (આપ્તસૂત્ર-૧૩૩૭) દાદાશ્રી : હા આ વાણી તો સરસ્વતી દેવી છે. જો દુરપયોગ કરે તો લક્ષ્મીજી રીસાય. વાણી તો સરસ્વતીદેવી છે. નિંદા ના કરાય. અહીં તો કોઈ નિંદા નથી કરતુંને, આ ગામમાં ને ? એટલે સારું છે. ત્યારે આવશે ઊંચે ઇન્ડિયા ! પ્રશ્નકર્તા : ગટરવાળાને રૂપિયા જોડે નહીં આવે ? દાદાશ્રી : ગટરમાં ગયો એ દરિયામાં ગયો ! પ્રશ્નકર્તા : એનું કોઈ પરિણામ નહીં ? દાદાશ્રી : કશુંય પરિણામ નહીં. કો'કને ખવડાવ્યું હોય તો પરિણામ આવે. કોઈને ખવડાવવાની ભાવના થાય છે ? ભાવતા હોય ત્યારે હાથમાં રૂપિયા ના હોય ને હાથમાં રૂપિયા હોય ત્યારે ભાવના ના થાય. એ સાંધો મળવો જોઈએ ને ! પ્રશ્નકર્તા : પણ એ જે રૂપિયો ગટરમાં ગયો એનું કર્મ તો થાયને કંઈ ? દાદાશ્રી : એ તો ગટરમાં જાય કે સારા રસ્તે જાય. બેઉ બંધ આપીને જ જાય. સારા રસ્તે જાય તોય બંધ આપે. સારા રસ્તે જાય તો સોનાની બેડીના બંધ જ આપે. ગટરમાં જાય તો પેલી લોખંડની બેડીનો બંધ આપે. બન્ને બંધ જ આપે. આ આપણો દેશ ક્યારે પૈસાવાળો થશે ? ક્યારે લક્ષ્મીવાન ને સુખી થશે ? જ્યારે નિંદા ને તિરસ્કાર બે બંધ થઈ જશે ત્યારે. આ બે બંધ થયા કે દેશમાં નર્યા પૈસા ને લક્ષ્મી પાર વગરની થાય. પ્રશ્નકર્તા : નિંદા ને તિરસ્કાર ક્યારે બંધ થાય ? દાદાશ્રી : લોભ વધે એટલે નિંદા અને તિરસ્કાર બેઉ બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : લોભ વધે તો કપટ પણ વધે ને ? દાદાશ્રી : હા, પણ લોકોનાં તિરસ્કાર અને નિંદા કરવાનાં તો બંધ થઈ જાયને ! લોભિયો માણસ નવરો પડે જ નહીંને ! લોભી તો એના તાનમાં જ હોય, એટલે એને લક્ષ્મીના અંતરાય પછી ના પડે. લક્ષ્મી તો કોને અંતરાય ?
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy