SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ માનવધર્મ ૧૨ પ્રશ્નકર્તા પણ આધ્યાત્મિક સ્વાર્થ હોય તો એમાં સુખ હોય, ભૌતિક સ્વાર્થ હોય તો એમાં દુઃખ જ હોયને ! દાદાશ્રી : હા, પણ ભૌતિક સ્વાર્થે ય ડાહ્યો હોય. પોતાનું સુખ જે છે તે જતું ના રહે, ઓછું ના થાય. વધે એવું રાખે. આ તો કકળાટ કરીને ભૌતિક સુખ જતું રહે છે. વાઈફના હાથમાંથી પ્યાલા પડી ગયા, એમાં વીસેક ડોલરનું નુકસાન થાય એવું થયું તો તરત જ એના મનમાં એમ અકળામણ થાય કે વીસ ડોલરનું નુકસાન કર્યું. અલ્યા મૂઆ, હોય નુકસાન કર્યું, આ તો પડી ગયા એના હાથમાંથી, તારા હાથમાંથી પડી જાય તો શું ન્યાય કરું ? એવી રીતે ન્યાય આપણે કરવો જોઈએ. પણ ત્યાં આપણે શું ન્યાય કરીએ, કે આણે નુકસાન કર્યું. પણ એ કંઈ બહારનો માણસ છે અને બહારનો હોય તોય પણ નોકર હોય તોય આવું ના કરાય. કારણ કે એ શા કાયદાથી પડી જાય છે એ પાડે છે કે પડી જાય છે, એનો વિચાર નહીં કરવો જોઈએ ? નોકર પાડે ખરો જાણી જોઈને ? એટલે ધર્મ શું પાળવાનો છે ? કોઈ પણ નુકસાન કરે, કોઈ પણ આપણો વેરવી દેખાય તે વેરવી ખરેખર વેરવી નથી, નુકસાન કોઈ કરી શકે એમ છે નહીં. માટે એના તરફ વૈષ નહીં રાખવાનો. હા, પછી આપણા ઘરના માણસ હોય, નોકરથી પ્યાલા પડી જાય, તો નોકર નથી પાડતો એ. એ પાડનાર બીજું છે. માટે નોકર તરફ બહુ ક્રોધ ના કરવો. ધીમે રહીને કહેવું કે ભઈ, ધીમે રહીને આતે રહીને ચાલ. તારા પગે દઝાયો નથી એટલું પૂછવું. આ તો આપણા દસ-બાર પ્યાલા ફૂટી ગયા એટલે મહીં કઢાપો-અજંપો ચાલુ જ થઈ ગયો હોય. અને આ બધા બેઠા હોય ત્યાં સુધી તો કઢાપો ના કરે, મહીં અજંપો કર્યા કરે. બધા ગયા પછી પેલાને ‘આપી’ દે. આવું કરવાની જરૂર નથી. બહુ મોટામાં મોટો ગુનો આ છે, કોણ કરે છે. એ જાણતો નથી. આંખે દેખાય છે, એ નિમિતને જ બચકાં ભરે છે જગત. મેં આવડા આવડા નાના-નાના છોકરાને કહેલું કે જા, આ કપ બહાર નાખી આવ, તો આ ખભા ચઢાવે, હોય નાખવાનું. કોઈ નુકસાન માનવધર્મ જ ન કરે. એક છોકરાને મેં કહ્યું, આ દાદાના બૂટ છે એ બહાર નાખી આવ, તો ખભા ચઢાવે. ના નખાય, સરસ સમજણ છે. એટલે એ તો કોઈ નાખે નહીં. નોકરેય તોડે નહીં. આ તો મૂર્ખ લોકો, નોકરોને હેરાન કરી નાખે છે. અલ્યા, તું નોકર થઈશને તો તને ખબર પડશે ત્યારે. એટલે આપણે એવું ન કરીએ તો આપણો કોઈ વખત નોકર થવાનો વખત આવે તો આપણને શેઠ સારો મળી આવે. પોતાને બીજાની જગ્યાએ રાખવો, એનું નામ માનવધર્મ. બીજો ધર્મ તો વળી અધ્યાત્મ એ તો એથી આગળ રહ્યો. પણ આટલો માનવધર્મ આવડવો જોઈએ. જેટલું ચારિત્રબળ, તેટલું વર્તાવે ! પ્રશ્નકર્તા : પણ આ વસ્તુ જાણવા છતાં ઘણી વખત આપણને એ રહેતું નથી એનું શું કારણ? દાદાશ્રી : ના, એટલે આ જ્ઞાન જાણેલું જ નથી. સાચું જ્ઞાન જાણ્યું નથી. જ્ઞાન જે જાણ્યું છે ને તે પેપર્સ થ્રે જાણ્યું છે. અગર કોઈ ક્વોલિફાઈડ ગુરુ પાસેથી જાણ્યું નથી. ક્વોલિફાઈડ ગુરુ એટલે શું કે જે જે જણાવે તે આપણને મહીં એક્ઝક્ટ થઈ જાય. પછી હું બીડી પીતો હોઉં, તે તમને કહું કે ‘બીડી છોડી દો !' એ કશું વળે નહીં. એ તો ચારિત્રબળ જોઈએ. એની પાછળ ગુરુ સંપૂર્ણ ચારિત્રબળવાળા હોય તો જ આપણને પળાય. નહીં તો એમ ને એમ તો પળાય નહીં. આપણા બાળકને કહીએ કે “આ શીશીમાં પોઈઝન છે. જો દેખાય છે સફેદ. તું અડીશ નહીં.” પણ પેલો બાળક શું કહે, ‘પણ પોઈઝન એટલે શું ?” ત્યારે આપણે કહીએ, ‘પોઈઝન એટલે મરી જવાય.” ત્યારે એ ફરી પૂછે કે “મરી જવું એટલે શું ?” ત્યારે આપણે કહીએ, પેણે આગળ કાલે બાંધીને લઈ જતા'તા, તું કહેતો'તો કે “ના લઈ જશો, ના લઈ જશો.’ તે મરી ગયા એટલે લઈ જાય પછી. એટલે એને સમજાયું પછી ના અડે. જ્ઞાન સમજેલું હોવું જોઈએ.
SR No.008860
Book TitleManav Dharma
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2000
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy