SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ માનવધર્મ ભાડે ને પછી આપણે એમને ગાળ ભાંડીએ, કોઈ માણસ આપણને માર મારે અને પછી આપણે એને માર મારીએ તો પશુ જ થઈ ગયા પછી. માનવધર્મ રહ્યો જ ક્યાં ? એટલે ધર્મ એવા હોવા જોઈએ કે કોઈને દુઃખ ના થાય. માનવધર્મ છે. પોતે જેવા થયા હોય એવું કરી આપે. પોતે જેવા થયા હોય, માનવધર્મ પાળતો હોય તો માનવધર્મ શીખવાડે. આથી આગળનો છે તે દૈવધર્મ શીખવાડે. એટલે અતિમાનવનો ધર્મ શું છે એ જાણતા હોય તો અતિમાનવનો ધર્મ શીખવાડે. એટલે જે જે ધર્મ જાણે તે શીખવાડે. અને આ બધા અવલંબનથી મુક્તપણાનું જ્ઞાન જાણતા હોય, એ મુક્ત થયેલા હોય તે મુક્તપણાનું પણ જ્ઞાન આપે. આવો છે પાશવતાનો ધર્મ ! પ્રશ્નકર્તા : સાચો ધર્મ તે માનવધર્મ છે. હવે એમાં ખાસ જાણવું છે કે ખરો માનવધર્મ એટલે કોઈને પણ દુઃખુ ના થાય. એ મોટામાં મોટો એનો પાયો જ છે. પૈસો હોય, લક્ષ્મી હોય, સત્તા હોય, વૈભવ હોય એ બધાનો દુપયોગ ના કરવો જોઈએ, સદુપયોગ કરવો જોઈએ. આ બધા માનવધર્મના પ્રિન્સિપાલ છે એમ મારું માનવું છે, તો આપની પાસે જાણવા માગું છું કે આ બરોબર છે ? દાદાશ્રી : સાચો માનવધર્મ એ જ છે કે કોઈ પણ જીવમાત્રને કિંચિત્માત્ર દુઃખ ના આપવું જોઈએ. કોઈ દુ:ખ આપે તો સામો પાશવતા કરે છે પણ આપણે પાશવતા નહીં કરવી જોઈએ, જો માનવ રહેવું હોય તો. અને માનવધર્મ સારી રીતે પાળે તો મોક્ષમાં જવાની વાર જ નથી, માનવધર્મ જ જો સમજી જાય તો બહુ થઈ ગયું. બીજો કોઈ ધર્મ સમજવા જેવો છે જ નહીં. માનવધર્મ એટલે પાશવતા નહીં, એનું નામ માનવધર્મ. આપણને કોઈ ગાળ ભાંડે તો એ પાશવતા કરે છે પણ આપણે પાશવતા ન કરી શકીએ. આપણે મનુષ્યના પ્રમાણમાં સમતા રાખીએ. અને એને કહીએ કે ભાઈ, મારો શો ગુનો છે ? તું મને બતાડ તો મારો ગુનો કાઢી નાખું.’ માનવધર્મ એવો હોવો જોઈએ કે કોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ ના થાય. કો'કનાથી આપણને દુઃખ થાય તો તે એનો પાશવી ધર્મ છે. તે આપણે સામે એના બદલે પાશવીધર્મ ના કરી શકાય. પાશવીની સામે પાશવી નહીં થવું. એનું નામ માનવધર્મ. આપને સમજમાં આવે છે? ટીટ ફોર ટેટ ના ચાલે, માનવધર્મમાં. માનવધર્મ કોઈ માણસ આપણને ગાળ હવે કહેવાય ઈન્સાન અને ઈન્સાનિયત તો ચાલી ગયેલી હોય. ત્યાર પછી એને શું કામનું તે ? જે તલમાં તેલ જ ના હોય, એ તલ કામના શું? એને તલ કહેવાય જ કેમ કરીને ? એની ઈન્સાનિયત તો ચાલી ગયેલી હોય છે. ઈન્સાનિયત જોઈએ પહેલી. ત્યારે, સિનેમાવાળા ગાય છે ને, ‘કિતના બદલ ગયા ઈન્સાન....” ત્યારે મૂઆ, રહ્યું શું છે ? ઈન્સાન બદલ ગયા તો મૂડી ખોવાઈ ગઈ આખી. હવે શાનો વેપાર કરીશ, મૂઆ ? અંડરહેન્ડ જોડે ફરજ બજાવતા... પ્રશ્નકર્તા: આપણા હાથ નીચે કોઈ કામ કરતાં હોય, છોકરો હોય કે ઓફિસમાં હોય કે ગમે તે હોય, એ પોતાની ફરજ ચૂકતા હોય તે ઘડીએ આપણે તેને સાચી સલાહ આપીએ. હવે એનાથી પેલાને દુઃખ તો થાય તો તે ઘડીએ વિરોધાભાસ ઉત્પન્ન થતો હોય તેમ લાગે છે. એટલે શું કરવું ત્યાં ? દાદાશ્રી : તેનો વાંધો નહીં. તમારી દ્રષ્ટિ સાચી છે ત્યાં સુધી વાંધો નહીં. એની ઉપર તમારો પાશવતાનો ઈરાદો હોય, તે ન હોવો જોઈએ. અને વિરોધાભાસ ઉત્પન્ન થાય તો પછી આપણે એની પાસે માફી માંગવી. એટલે એ ભૂલ સ્વીકાર કરી લો. માનવધર્મ પૂરો હોવો જોઈએ. નોકરથી નુકસાન થાય ત્યારે ! મતભેદ શેને માટે પડે છે આ લોકોને ? પ્રશ્નકર્તા : મતભેદ પડવાનું કારણ સ્વાર્થ છે. દાદાશ્રી : સ્વાર્થ તો એનું નામ કહેવાય કે ઝઘડો ન કરે. સ્વાર્થમાં હંમેશાં સુખ હોય.
SR No.008860
Book TitleManav Dharma
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2000
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy