SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જ હતાં ને ?! ગયો ભવ જો યાદ રહે તો દેખાય કે આ જ મા મારી વાઈફ હતી તો શું દશા થાય ? મોહ રહે ? છોકરો શ્રાદ્ધ સરાવે તો જ મુક્તિ થાય એવી માન્યતાના આધારે રાહ જુએ કાં તો બીજીને પરણે ! અલ્યા, એમ મુક્તિ થઈ જતી હોત તો ગીતાના જ્ઞાનની, ઉપનિષદોની શી જરૂર હતી ? આ સાધના વિ. કરવાની શી જરૂર ? છોકરાથી જ મુક્તિ થઈ જાય તો રસ્તો સીધો જ થઈ જાય ને ?! કેટલાંક તો છોકરાની રાહ જોતાં જોતાં પાંચ છ છોકરીઓની લાઈન કરી દે ! આ તે કેવો મોહ ? નાના નાના ભૂલકાં નાની જ વયે મરી જાય ત્યારે મા-બાપને કેટલું બધું દુઃખ લાગે ?! પણ એ ય ઋણાનુબંધનો હિસાબ સમજી સહી લેવું ! ગયા તે ગયા હવે જીવતા છે તેને સાચવી લેવાનું સારી રીતે. મરી ગયા પાછળ કલ્પાંત ના કરાય નહિ તો કલ્પના અંત સુધી ભટકવું પડે ! માટે તેના શુદ્ધ આત્માને નમસ્કાર કરી પ્રાર્થના પહોંચાડવી. એ સાર્થક થાય ! છોકરાં ઓછાં રીયલમાં હોય ? એ તો રીલેટીવમાં કહેવાય. પરમ પૂજ્ય દાદાશ્રીને ત્યાં દીકરો જન્મેલો. બધાંને પેંડા ખવડાવ્યા બે વરસ પછી પાછા પેંડા ખવડાવ્યા મિત્રોએ પૂછયું શેની પાર્ટી ? ત્યારે છેલ્લે કહ્યું, ‘મહેમાન આવ્યા હતા તે ગયા તેની’!!! પાછા બેબીશ્રી જન્મ્યાં ત્યારે ય આમ જ કરેલું !!! છોકરાં માટે બહુ હાય હાય કરે તો તેની જનાવર ગતિ બંધાય ! ગયા ભવના છોકરાંઓની કંઈ ચિંતા થાય છે ? અરે, એને તો યાદે ય કરીને કોઈ દુઃખી થાય છે ? ગર્ભપાત કરાય ? ના. એનાથી જાનવરગતિ બંધાય. માટે પહેલાં અજ્ઞાનતાથી એવું થયું હોય તેના ખૂબ પ્રતિક્રમણ કરવાં પડે. બાળક જન્મતાં જ મરી જાય એ શું ? એનું આયુષ્યકર્મ પ્રમાણે જ જીવે મરે ! આયુષ્ય પૂરુ થતાં જ ચાલવા માંડે ! આમાં કોઈનું ય ચાલે નહિ. માટે તેનો શોક ન કરતાં સ્વીકારી લેવું યોગ્ય ! ૧૪. સગાઈ રીલેટીવ કે રિયલ ? મા-બાપ છોકરાંની રીલેટીવ સંગાઈ છે. રિયલ નહિ. રિયલ હોય તો મર્યા પછી છોકરા જોડે જ જાય ! કોઈ ગયેલો દીઠો ?! રીલેટીવ સગાઈ છે માટે સાચવીએ તેટલું સચવાય. નહિ તો તુટી જતાં વાર નહિ લાગે. સામો ફાડે ફાડ કરે તો આપણે સાંધ સાંધ કરીએ તો જ સબંધ ટકે. કોઈને સુધારવા ના જવાય. નહિ તો કષાય થશે ને સામા થઈ દુશ્મન થશે ! કાયમનું હોય તો સુધારીએ. આ તો આ ભવ પૂરતું જ ને ?! આ માછલાની જાળ સારી પણ સંસારની તો જંજાળ કહેવાય ! આ તો પંખીઓનો માળો છે. સવાર થતાં ચકલાં જાય ઊડી ! આ પશુપક્ષીઓ સહજ જીવન જીવે છે ને મનુષ્યોએ વિકલ્પોની વણઝાર માંડી, બુદ્ધિને કારણે ! આ બધામાંથી પાર ઉતારવા તમામ જ્ઞાનીઓ એક જ સત્ય રસ્તો બતાડે છે કે પહેલું તો ‘રિયલમાં ‘હું કોણ છું' એ જાણી લે અને સંસારરૂપી નાટક ભજવીને મોક્ષે જા ચાલ્યો ! નાટકના પાત્રો ! નાટનાં છોકરાં ને નાટકની રાણી ! ઉપલક રહી નાટક ભજવવાનું છે. રાગદ્વેષ વગર ! આ બધી સગાઈઓ ઘાટવાળી છે ! એમાં જે કંઈ સાર ?! જયાં કંઈ ઘાટ નથી તે સાચો સંબંધ. ૧૫. એ છે લેણદેણ, ત સગાઈ ! છોકરાં સાથે પૂર્વભવના ઋણાનુબંધના હિસાબે જ પ્રેમ કે વેર મળે છે એવું જ્ઞાન પચાવીને, જે આવે તેનો સમભાવે નિકાલ કર્યા વિના કયાં છૂટકો છે ? પોતાના જ હિસાબનું ફળ પોતાને પાછું મળે છે તેને શાંતભાવે રહીને શમાવી લો તો ઉત્તમ. મા-બાપથી એમ ના બોલાય કે આ પેટ કયાંથી પાકયું ! દીકરીઓ બધાં હિસાબ વસુલ કરવા આવે છે. કોઈ જયોતિષ કે બાવાઓ પાસે જવાનો કંઈ માલ નથી. 25
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy