SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જોડે એકલી ના જવા દેવાય, પેટ્રોલ ને અગ્નિ જોડે ના રખાય, રાત્રે કોઈના ઘેર ના મૂકાય વિ. વિ. તેમ છતાં કંઈ ગરબડ થાય તો તેને ‘સમભાવે નિકાલ કરવો. શંકા ના કરાય કે છોડીને કાઢી ના મૂકાય. શંકા તો મોક્ષમાર્ગનું મોટું બાધક કારણ છે ? કોણ બાપ ને કોની છોડી ? આ તો નાટકનાં પાત્રો છે, સમજીને નાટકની જેમ મહીંથી છૂટું રાખી નિર્લેપ રહેવું. નાટકમાં કર્મ બંધાય ? ગાદી માટે બાદશાહો બાપને મારી નાખતા ! - ઘરજમાઈ કરાય ? એ ફસામણ ભારે થાય. ન કહેવાય કે ન સહેવાય ! છોકરાને વઢાય પણ જમાઈને કંઈ કહેવાય ? જીંદગીમાં જમાઈને ઘરમાં ના ઘલાય ! એમાં માલ નથી ! ૧૨. મોહતા મારથી મર્યા અતંતીવાર ! ૧૧. વારસામાં છોકસંતે કેટલું ? વારસામાં છોકરાંને કેટલું આપવું ? કુદરતનો કાયદો શું કહે છે કે જેટલું તમને તમારા બાપા પાસેથી મળ્યું એટલું જ અપાય. અધધધ લક્ષ્મી આપીને જાય તો છોકરાં દારૂડિયા ને જુગારી થાય ! કાળા બજારની કાળી મજૂરી કરીને છોકરા માટે કેશ મૂકી જાય તો છોકરાં બગડે નહીં તો શું થાય ?! છોકરાંને વારસામાં સંસ્કાર, ભણતર, ગણતર ને ઘડતર આપવું. નોકરી ધંધે લગાડવા. પછી પોતાના પૈડપણ માટેનું ભાથું રાખવું. પૈસા હતા ત્યારે છોકરાંને આપી દઈને છેવટે ઘડપણમાં હાથ લાંબો કરી છોકરા પાસે લાચાર થવાનું એ તો મૂર્ખાઈ કહેવાય ! વળી પરભવનું ભાથું ય બાંધવું પડે ને ? સારા રસ્તે પૈસા વપરાય તેનો ઓવરડ્રાફટ મળે ને ! પારકા માટે વાપરે તેની જ પુણ્ય બંધાય. છોકરાંને આપે તે તો ફરજિયાત ગણાય. છોકરાં ધંધા માટે પૈસા માગે તો આપવા પણ કહેવું કે વ્યાજે લાવેલા છે, વ્યાજ મહિને મહિને ચુકવવાનું ને બે વરસમાં મૂડી ચૂકવી દેવાની ! તો છોકરાને જવાબદારી માથે રહે ને ધંધો વ્યવસ્થિત કરે ! આ પૈસા જોડે લઈ જવાતા હોત તો બધા જ બાપો દેવું કરીને, મિલ્કત વેચીને રોકડા કરીને પોટલું વાળીને જોડે લઈ જાત ! આ નથી જોડે લઈ જવાતું એ કાયદો કુદરતનો કેટલો સુંદર છે ?! વીલ કરવું સારું. જેને જે આપવું હોય તે નક્કી કરીને આપવું અને બાકીનું ધર્મના રસ્તે વાપરવું. જીવતાં વપરાય તો ઉત્તમ. મિલ્કત બધી પહેલેથી છોકરાંને આપી ના દેવાય. ‘ગુરુ” આવ્યા પછી બધું બદલાઈ જાય ! પછી વહુના ને છોકરાંના કકળાટ સાથે કલુષિત જીવન જીવવું પડે ! છોકરાં પર કેટલો મોહ રખાય ? અરે આ દેહ જ દગો દે છે તો છોકરો કેટલો સગો થાય ?! ત્રણ કલાક ખૂબ વઢે તો છોકરો સામો થાય ને કોર્ટે હઉ જાય ? છોકરાંમાંથી જેટલું સુખ લીધું તે પાછું દુ:ખ ભોગવીને રીપ’ કરવું પડશે, એવો કાયદો છે. જેટલો રાગ એટલો ષ થવાનો જ. મોહને લીધે સંસાર મીઠો લાગે. નહીં તો ખારો દવ જેવો લાગે ! માબાપ આશા રાખે કે છોકરાં પૈડપણમાં ચાકરી કરશે ! પણ ચાકરી કરશે કે ભાખરી તેની કોને ખબર ? માના બધાં જ ઉપકાર ‘ગુરુ’ આવતાં જ ભૂલાઈ જાય ને મા જ દોષિત દેખાય વહુ આગળ ! લાગણી મમતા એ આમેય ષમાં પરિણમે છે અને ઉપકારી ભાવ એ સમતામાં રાખે ! કળિયુગમાં છોકરાં વેર વસુલ કરવા આવેલાં હોય ! સ્નેહના હિસાબ બહુ ઓછા હોય ! તે મા-બાપને પજવી પજવી મારે. ચેલણા રાણીના ગર્ભમાં કોણીક પુત્ર હતો તેણે ગર્ભમાંથી જ મા દ્વારા બાપ (શ્રેણિક રાજા)નું માંસ ખાવાની ઇચ્છા કરી ! અને મોટા થયા પછી બાપ(શ્રેણિક રાજા)ને જેલમાં નાખ્યો ને રાજ કીધું ! કેવું વેર ?! ૧૩. ભલું થયું, ત બંધાઈ જંજાળ... પરમ પૂજય દાદાશ્રી કહેતા કે આ કળિયુગમાં જેને છોકરાં ના હોય તો મહાપુણ્યશાળી કહેવાય !!! બધા ઋણ ચૂકવીને ચોપડો ચોખ્ખો કરીને આવ્યા કહેવાય ! મોક્ષે જવા માટે એટલું વધારે કલીયર થયું કહેવાય ! હવે લોકસંજ્ઞા અને જ્ઞાનીની સંજ્ઞામાં કેટલો બધો ફેર ? કયા અવતારમાં બચ્ચાં ન હતાં ? ગાય, કૂતરાં, દૂધી, મનુષ્ય બધે બચ્ચાં, બચ્ચાં ને બચ્ચાં 23 24
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy