SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય બધી ધૂળધાણી કરી નાખે કુસંગ. પ્રશ્નકર્તા : કુસંગમાં માલ ફૂટે છે. દાદાશ્રી : કુસંગની ગંધ જ એવી. કુસંગમાં જવાનું થાય તો ય પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : એટલે એક બાજુ વિષય વિચારો ગમે અને એક બાજુ ના ય ગમે એવું બને થાય છે. દાદાશ્રી : એ ચાલે નહીં એવું, બ્રહ્મચારી રહેવું હોય તો. નહીં તો પૈણી જાવ. બહુ લૂઝ થતું હોય તો મજબૂત કરી નાખ હવે ! એવું પૂછજે ને બધું વાતચીત કરજે ! બુદ્ધિની વકીલાતો, વગર ફીએ... પ્રશ્નકર્તા : પ્રકૃતિ એનો સ્વભાવ તરત છોડે નહીં ને, હજુ એકદમ. વિચારો ને એ બધું થોડું થોડું રહે. દાદાશ્રી : બહુ નહીંને પણ ! પ્રશ્નકર્તા : ના, પણ હજુ વિચારો આવે તો આપણે પાછું અંદરથી પોલ પણ મરાવે છે. દાદાશ્રી : જ્ઞાન હાજર તરત થઈ જાય ને ! પ્રશ્નકર્તા: જ્ઞાન હાજર રહે, પણ એના પર થોડો વિશ્વાસ મૂકવા જઈએ ને, આ વિચાર આવ્યો કે આપણને શું વાંધો છે ? દાદાશ્રી : એવું કહે ?! એને ઓળખું નહીં કે આ કોણ કહે છે તે ? વકીલ બોલે છે એવું ના જાણું ? પ્રશ્નકર્તા ઃ અંદર વકીલ એવું કહે. દાદાશ્રી : એટલે તો તારે મઝા થઈ ગઈ ને (!) સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૧૨૭ પ્રશ્નકર્તા : એનું તો ના મનાય. દાદાશ્રી : કોઈ દહાડો મનાતું હશે તે વકીલનું? તું માનું છું ? સારું લાગે છે એ ? પ્રશ્નકર્તા : એવા વિચાર આવે ને તો તરત ઉખેડીને ફેંકી દેવાના, એના બદલે, ‘જોઈએ શું થાય છે, હજુ વિચાર આવ્યો છે ને !” એવું વકીલ બતાવે. દાદાશ્રી : ત્યારે તો નિરાંતે પૈણાવી દે. તારે તો વાંધો નહીં, પણવાના સીગ્નલ પડી ગયા ! પ્રશ્નકર્તા ઃ ના જોઈએ એવું, પણ એ મનમાં એવું થાય કે વિચારને ઉખેડી ને તરત ફેંકી દેવાનું દાદા કેમ કહેતા હશે ? દાદાશ્રી : એ તારો માલ છે ને ! વધ વિષયોની લીંકોથી એ...... ગમે ત્યાં આગળ બેઠા હોય ને, અગર તો નોકરી કરતાં નવરા પડ્યા તો ય આ કર્યા કરવું. ઓફિસમાં બેઠા હોય ને નવરા પડ્યા તો ય નિશ્ચય મજબુત કરીએ થોડીવાર, બે શબ્દ વાંચી લઈએ તો ય શું વાર આમાં ? એટલે લીંક તૂટી જાય બધી. જે અંદર લીંકો ચાલે છે ને એ તૂટી જાય બધી. વેર-વિખેર થઈ જાય, લીંકો વેર-વિખેર કરવાની છે. લીંકોથી વિષય વધે છે. મહીં આનંદ થાય છેને, એ સામાયિક-પ્રતિક્રમણ કરો છો તે ઘડીએ ? જાણે મુક્ત હોય એવું લાગ્યા કરે ને ? પ્રશ્નકર્તા : આ જે બધું ચિત્ત ભટકતું હતું, મન જે વિચાર કરતું હતું એ બધું બંધ થઈ જાય, ત્યાં થંભી જાય છે બધી વસ્તુઓ. દાદાશ્રી : બધું થંભી જાય. એવું છે ને તમે બીજી ગોઠવણી કરો તો વિષય તો છેટો ઊભો રહે એવો છે બિચારો. એ તો ભડકે બિચારો. જેમ સારા માણસો અહીં ઊભા હોય, તે ઘડીએ હલકી નાતના લોક ના
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy