SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ ૧૨૪ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : પણ તૈયારીમાં અંદર પોલ બહુ વાગે છે. સંજોગ ભેગા ના થાય ત્યાં સુધી સારું, પણ ભેગા થાય એટલે બધો માલ નીકળે છે. દાદાશ્રી : ના, પણ એ તો આ વાત તું કરું ને, તે બધાને માટે નથી. આ તારા એકલાને માટે. કોઈની વાત છે નહીં, તારે અનુકુળ હોય, તે પ્રમાણે કરી નાખવાનું એટલે ભાંજગડ મટી. પછી બીજાની ભાંજગડ નહીં. આ તો બીજાના મન બગડે પાછા. થાય પછી શું ? ગમતું હોય ત્યારે. ગમે ત્યાં સુધી આપણે બોલાય નહીં. ધણી ય કહે, ગમે છે અને ગમનારો કહે, ગમે છે. બેઉ આમ બોલે, તો પછી થાય શું ? પ્રશ્નકર્તા : ગમતાને ઉડાડવું પડશે ને ? દાદાશ્રી : આ તો ગમનારો કહે કે “મને ગમે છે’ અને ધણી કહે, ‘નથી ગમતું.’ તો એ બેને સંઘર્ષ હોય તો ઉડાડી શકીએ. આ તો સંઘર્ષ નથી, એક મત છે, પછી શું ઉડાડવું ?! મિયાં-બીબી રાજી, તો ક્યા કરેગા મિયાંકાજી. પછી કાજીસાહેબ શું કરે ?! પ્રશ્નકર્તા : પણ ફસાવું તો ગમતું નથી મને. એ વિષયમાં ફસાવું, એ મને નથી ગમતું. દાદાશ્રી : જો હવે શું બોલે છે, પહેલાં શું બોલતો હતો હમણે ? પ્રશ્નકર્તા : એ વિચારો આવે છે એ ગમે છે, એ એટલો સમય જ પણ પછી.... - દાદાશ્રી : આપઘાત કરવો ગમે છે પણ મરવું નથી ! એક દહાડો કરી તો જો ! પ્રશ્નકર્તા : એ જોખમદારી. એ માર ખાવો પડે ને બધો. આ કોઈ વખત આમ. પછી એવો વિચાર આવે કે આ પુદ્ગલના ફોર્સને લીધે આવું થતું હશે એટલે આપણે આ પુદ્ગલનો ફોર્સ ઓછો કરીએ, ખાવાનું ઓછું કરી દઈએ. એનો કોઈ રસ્તો બતાવો. દાદાશ્રી : પણ તેમાં તારે શું એમાં ? તને ના ગમતું હોય તો રસ્તો સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય બતાડાય, તને તો ગમે છે ને ! પ્રશ્નકર્તા ઃ એવું સતત ના ગમે. એ વિચાર આવે ને, તો થોડો સમય જ ગમે છે. પછી એવું ગમતું હશે ?! દાદાશ્રી : ના, ના. ગમે એટલે સાઈન થઈ ગઈને થોડીવાર. તું વિરોધી હોય તો વાત કામની. પ્રશ્નકર્તા : આખા ચોવીસ કલાકમાં હું વિરોધી જ છું, પણ પેલા સંજોગ એવા ભેગા થાય ને વિચારો ફુટે તો એક થોડીક, એક મિનિટ માટે ગમી જાય કે આ વિચારો સારા છે. દાદાશ્રી : મિનિટ માટે જ લોક પૈણી ગયેલાં. પ્રશ્નકર્તા : આખો દહાડો હું ઓફિસમાં ‘દાદા, મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો” એવું માંગ્યા જ કરું છું. દાદાશ્રી : હા, પણ માંગ્યો કરને પછી. પણ ગમે તેનો વાંધો નહીં ને ! મહીં ખરાંને, આવા વ્યાપારી ખરાં ને ! દરેક જાતના વેપારી હોય ને ! ખોટ ખાય એવા વેપારી ! કો'ક ફેરો ડૂબી જાય તેમાં શું વાંધો ? પ્રશ્નકર્તા: પણ જે પેલો એક્કેક્ટ દાખલો, આપો છો ને, કે ભઈ, એક ફેર તું નદીમાં ડૂબી જઈશ તો ? તો પેલો વિચાર કરતો થઈ જાય કે સાલું એક ફેર વિષયમાં સ્લિપ થઈશ તો ? - દાદાશ્રી : ના, પણ બીજી વાર એને જાગૃતિ રહે ને ! સો દહાડા તર્યા પણ એક દહાડો ડૂબી ગયા એટલે નકામું જ ! ગયા અવતારની મા છોડી ય થાય. જેવો ઋણ બંધાયો હોય એવું થાય. કાકી થાય, મામી થાય, માસી થાય, વહુ પણ થાય. એવું બધું થાય !મા હોય તો આ અવતારમાં વહુ થાય તો વૈરાગ ના આવે ? એવું સમજવાનું ! પ્રશ્નકર્તા : કુસંગનું વાતાવરણ છે ત્યાં સુધી આનો નિવેડો નથી. દાદાશ્રી : આ સત્સંગથી નિવેડો આવે જ છે ને ! આપણી મહેનત
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy