SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૮૭ પ્રશ્નકર્તા: શેનો ? દાદાશ્રી : આ તું અજ્ઞાનમાં પેસી જઉં છું પછી ? પ્રશ્નકર્તા: આ એ જ આવે છે આખું, પોતા ઉપરે ય એમ થાય છે કે આ ચંદ્રેશ બગડી ગયો, પોતાને એમ થઈ જાય કે હું બગડી ગયો. એમ પોતાના પર તિરસ્કાર આવે છે, કે આવું ?! ક્યાં પહેલાનો ચંદ્રેશ ને ક્યાં અત્યારનો ચંદ્રેશ ! આવું છે બધું કે ?! ઘણીવાર તો પ્રતિક્રમણે યુ ના થાય. દાદાશ્રી : શી રીતે થાય પણ તે ?! જ્ઞાન, અજ્ઞાનમાં પેસી જાય પછી શી રીતે થાય ? જૂદો રહેતો હોય તો થાય. ૨૮૬ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : પણ જે વિષય છે, એમાં તો જોવું એ ય જોખમકર્તા ને ! ક્યારે સ્લિપ થઈ જાય, એ તો કહેવાય જ નહીં ને ! દાદાશ્રી : કશું ના થાય. પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો કશું ના થાય. ‘સ્લિપ થઈ જાય” એ કહેવાય જ નહીં. પ્રશ્નકર્તા : પણ એ ડિસાઈડ કેવી રીતે કરી શકે, કે પોતે જ્ઞાતાદ્રામાં છે ? દાદાશ્રી : શંકા છે, તેને જ બધું થઈ જાય. જેને શંકા નથી, તેને કશું ના થાય. પ્રશ્નકર્તા : એટલે તો આ જે આખું થયું છે, એ શંકાના આધારે જ આ થયેલું છે ? અત્યારે આ ચંદ્રશની જે અવસ્થા છે, આખી શંકા ના આધારે જ છે ? દાદાશ્રી : તો બીજું શેના આધારે ? પ્રશ્નકર્તા એટલે પોતા પર શંકા થઈ છે એને. દાદાશ્રી : એવું છે ને ‘ચંદ્રેશ શું કરે છે” એમ જોયા કરવાનું. આપણે એને કહેવાય ખરું કે ‘તું નાલાયક છું.’ આમતેમ બધું ય કહેવાય. તન્મયાકાર નહીં થઈ જવાનું, તો શક્તિ ઉત્પન્ન થઈ જાય પછી. “જ્ઞાન” અજ્ઞાનમાં ઘૂસી ના જવું જોઈએ. પ્રશ્નકર્તા : ઘણીવાર તો એ પણ ડિસાઈડ ના થઈ શકતું હોય કે આ જ્ઞાન છે કે અજ્ઞાન છે ? દાદાશ્રી : ડિસાઈડ થયા વગર રહે જ નહીં ને ! પ્રશ્નકર્તા : વારે ઘડીએ પેલી બાજુ ખેંચાતું હોય એટલે પોતાને શંકા રહે કે આ જ્ઞાનમાં છે કે અજ્ઞાનમાં છે. દાદાશ્રી : ખેંચાઈ રહ્યું છે તે ય, જેને ખેંચનાર છે, એ બધું જ “જે' ‘જાણે છે, એ “જ્ઞાન” છે. જાણે નહીં એટલે પછી જ્ઞાન ખસી ગયું કહેવાય, અજ્ઞાનમાં પેસી ગયું. પ્રશ્નકર્તા ઃ જ્ઞાન, અજ્ઞાનમાં ઘૂસી જાય છે, તો એનો આટલો લાંબો પિરિયડ છે. તો હવે એનાં માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : કશું જ કરવાનું ના હોય. પ્રશ્નકર્તા : તો એ અજ્ઞાનમાં પેસી ગયો છે, એને ય જોવાનો ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ બગડી ગયો, એને સુધારવું તો પડે જ ને ! દાદાશ્રી : એ સત્સંગમાં વધારે જવું જોઈએ. સત્સંગમાં વધારે એટલે પછી રેગ્યુલર ! પ્રશ્નકર્તા : હા, એ વસ્તુ તો જોયું. સત્સંગમાં આવે છે ત્યારે બહુ ક્લીયર થઈ જાય છે. દાદાશ્રી : હા, પણ સત્સંગમાં વધારે પડી રહેવું પડે. એટલો ટાઈમ કાઢી રાખવો જોઈએ સત્સંગ માટે. જોવું' “જાણવું' આત્મસ્વરૂપે પ્રશ્નકર્તા : જોવાથી પુદ્ગલ શુદ્ધ થઈ જાય, એ વિષય માટે પણ
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy