SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : બસ. એ એની મેળે જતાં રહેવાના. છેલ્લામાં છેલ્લો રસ્તો એ કે એને એક્કેક્ટ જોઈને જવા દેવું. પણ એ ના થાય તો તમારે આ રીતે કરો તો ય ચાલી જાય. પ્રશ્નકર્તા : એટલે આ વચ્ચેનો રસ્તો થયો ને ! દાદાશ્રી : આ નજીકનો રસ્તો. પ્રશ્નકર્તા : એટલે છેલ્લામાં છેલ્લે તો, જોઈને જવા દેવું એ. દાદાશ્રી : પછી બહુ ના રહ્યું. હિસાબ થોડોક જ રહે છે. પણ અત્યારે તમે ગૂંચવાઈ જાવ છો, તેના કરતાં છો ને નજીકનો રસ્તો લો. પ્રશ્નકર્તા: મને આવો વિચાર આવ્યો’તો કે હું ત્રિમંત્ર વાંચું છું. નમસ્કારવિધિ ને બધું વાંચું છું અને આવી રીતે જોવાનું આપે કહ્યું ત્યારે કંઈ આમ અડતું ન હતું. ત્યારે એકદમ સીધું ચાલતું'તું. પણ આ જ્યારે વિધિ કરવાની ચૂકાઈ ગઈ એટલે પાછું બધું આ આમ આવ્યા કરે અંદર. એટલે થોડું પાછું મને ઈફેક્ટ થઈ જતી'તી. દાદાશ્રી : ના, એ તો બીજું ચલાવો પાછાં. જોવા બેસવું, ગમે તે કરવું. ઉપયોગ બીજી જગ્યાએ રાખવો, કંઈક કામમાં મૂકી રાખવું. પ્રશ્નકર્તા : આખરે તો આ ગાંઠો જોવી જ પડશે કે એવું જરૂરી નથી ? દાદાશ્રી : એવું છે ને, સેકન્ડરી સ્ટેજમાં કામ લેવું અત્યારે, તમારાથી સહન ના થતું હોય તો. એટલે તમારે બીજો ઉપયોગ મૂકવો એટલે પેલી જતી રહી એની મેળે. ફરી આવશે, એ જ્યારે ત્યારે જોયું તો પડશે એક દા'ડો, ત્યારે તે દા'ડે અત્યારથી સહેલું હશે સહેજાસહેજ. તે હાથ અડાડે ને જતાં રહે બધા. પ્રશ્નકર્તા : એટલે તે વખતે જ્ઞાતા-દ્રષ્ટા સારાપણે રહેવાતું હશે !! દાદાશ્રી : હા, સરળ રીતે. ઊદું તને જોવાનું ગમે. હલકું થઈ જાય બિલકુલ અને તારામાં શક્તિ વધેલી હોય તે વખતે. અત્યારે તું સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૮૫ નિર્બળ થઈ ગયેલો. પ્રશ્નકર્તા : એટલે પેલી હજુ જોવાની શક્તિ નથી, ત્યાં સુધી આ કરવું પડે. દાદાશ્રી: એટલે અત્યારે કોઈ પણ ઉપાય છે તે, તેમાંથી છૂટા થાવ. પ્રશ્નકર્તા : વિષયસંબંધી દોષો થતા હોય, તો આનું મૂળ સ્લિપ થવાનું મોટું કૉઝ તો મન છે. તો એ મનથી જે વિષય થતા હોય, તો એને દૂર કરવા હોય તો કેવી રીતે કરી શકાય ? દાદાશ્રી : મનને ધ્યાન ના દેવું તે, ‘મન’ને ‘જોયા’ કરવું. પ્રશ્નકર્તા : કારણ કે અત્યારે તો ચંદ્રશનો આખો કંટ્રોલ ‘મને' જ લઈ લીધેલો છે. એટલે મન પ્રમાણે જ ચાલે છે. દાદાનો સત્સંગ હોય તો ય મને બતાવે ને, એ બાજુ એ ખેંચાય છે. પણ મનનું અમુક ગાઠું નહીં, સત્સંગમાં આવવું એટલે એ મન બધું બતાવે, એ બધું એ બાજુ ધ્યાન ના દઉં. સત્સંગમાં આવી જઉં. તો આ મનથી જે દોષો થતાં હોય, તો એને કેવી રીતે ઉડાવા જોઈએ ? દાદાશ્રી : દોષ જ થાય નહીંને, આપણા જ્ઞાન લીધા પછી. પ્રશ્નકર્તા : હા, દોષ તો ના થાય. તેમ છતાં ય બીજે દ્રષ્ટિ ખેંચાય છે, એટલે આખું એમાં મનનું જ કામ આવ્યું ને ! દાદાશ્રી : હા, એ તો મન હોય જ. પણ આપણું ‘જ્ઞાન’, જ્ઞાનમાં રહે છે ને ! “જ્ઞાન”ને જ્ઞાનમાં રાખવું જોઈએ. ‘જ્ઞાન'ને અજ્ઞાનમાં દાખલ ના થવા દેવું જોઈએ. પ્રશ્નકર્તા ઃ એટલે જે થાય છે, એને ‘જોયા કરવું એમ, એવું થયું તો ? દાદાશ્રી : બીજું કશું જ નહીં.
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy