SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] લિંક, ભાવ અને પરમાણુતી ! પરમાણુ ગોઠવાય ભાવ પ્રમાણે ! પ્રશ્નકર્તા : પરમાણુ અને ભાવની લિંક તો ક્યાંક હોવી જોઇએ દાદાશ્રી : હા, બધું હોય છે ને ભાવ પ્રમાણે પરમાણુ ગોઠવાઈ જાય. આ ભાઈ “મારે દાન કરવું છે” એવો ભાવ કરે ને પેલા ભાઈ ‘મારે દાન કરવું છે” એવો ભાવ કરે તો બેઉના પરમાણુ ગોઠવાઇ જાય. પણ બેઉના પરમાણુ ચેન્જ (જુદા) હોય. પ્રશ્નકર્તા: હા, એ બરોબર છે કે પોતપોતાના હિસાબે જુદા ભાવ હોય. દાદાશ્રી : ભાવ ક્યા પ્રકારે, કેવા કેવા પ્રકારે, શું હતું એ પછી જોવાનું હોય. બધું આવી જાય એમાં. બેઉને જુદા હોય. પ્રશ્નકર્તા : દરેકને જુદા હોય પણ મુખ્ય, પરમાણુ તો ખરા જ દાદાશ્રી: એટલે પરમાણુ ભેગા થઈ જાય, બીજું કશું નહીં. પણ ભાવનું જ પરિણામ છે, વ્યવસ્થિત ! પ્રશ્નકર્તા : હા, મુખ્ય અસર ભાવની. દાદાશ્રી : પરમાણુનું તો વચ્ચે એક રમકડું ઊભું થઇ જાય છે. ભાવ પ્રમાણે પરમાણુ થઈ જાય છે.
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy