SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૨૩ દાદાશ્રી : એવું છે ને, કેવું હોય એ પૂછે છે જ બુદ્ધિ. પણ બુદ્ધિથી એ દેખાય નહીં, એવું છે. દરવાજામાં પેસી ગયા. એને કોઈ પાછો ના કાઢી શકે. જાણી-જોઈને કોઈ લઢવાડ ના કરે તો. મહીં પેસીને જો લઢવાડ કરે તો પાછો કાઢી મૂકે. એ કાયદેસર રહે તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : આ શબ્દ અવલંબન પછી સુક્ષ્મ દાદાની કેટલી હેલ્પ થાય ? પ્રશ્નકર્તા : એટલે નિરાલંબ સ્વરૂપ જોયું કોણે એવી રીતે ? આમાં મૂળ સ્વરૂપે દાદા રહેલા છે, આ અનુભવ કરવા જુદા રહ્યાને ? મૂળ સ્વરૂપને જોનારા જુદા રહ્યાને અત્યારે ? દાદાશ્રી : એ પ્રજ્ઞા જ. પ્રજ્ઞાથી, બધું પ્રજ્ઞાનું કામ. આ તમારા શુદ્ધાત્મા સ્વરૂપને જોનારી પ્રજ્ઞા. એ પ્રજ્ઞા જુએ છે. જ્યાં સુધી કેવળજ્ઞાન સમજમાં હોય ત્યાં સુધી પ્રજ્ઞા બહાર હોય. કેવળજ્ઞાન જ્ઞાનમાં હોય, ત્યારે પ્રજ્ઞા ફીટ થઈ જાય, બસ. બીજું શું ? પછી જોનારો ય કોણ છે ? બાકી જગતમાં નિરાલંબ શબ્દ જ ન હોય. અવલંબન વગર રહે શી રીતે ? નિરાલંબ થાય ત્યારે જ સર્વસ્વ દુઃખો જાય. અવલંબનવાળાને તો પકડે, કે શુદ્ધાત્માવાળા બધાને પકડી લાવો. પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્ર એક વાક્ય કહેલું કે જ્ઞાની પુરુષની વાણી કેવળજ્ઞાન થવાના પહેલાના સમય સુધી અવલંબન સ્વરૂપે છે. અને આ વાણીનું માધ્યમ જ નિરાલંબ બનાવી શકે તેવું છે સાધન. દાદાશ્રી : પેલી બાજુ લઈ જાય. નિરાલંબમાં લઈ જાય. પ્રશ્નકર્તા: આ દૈહિક નિદિધ્યાસન નિરાલંબમાં લઈ જાય ? દાદાશ્રી : એમણે જે જોયું છે ત્યાં સુધી લઈ જાય. પ્રશ્નકર્તા: પણ એમાં દૈહિક નિદિધ્યાસન વધારે હેલ્પ કરે છે કે વાણીનું નિદિધ્યાસન વધારે હેલ્પ કરે ? દાદાશ્રી : બધા ભેગા થઈને હેલ્પ કરે. હા..એ જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી લઈ જાય. પ્રશ્નકર્તા ઃ આપને નિરાલંબ દાદા ભગવાન એટલે જે મૂળ સ્વરૂપ દેખાયું તે એ કેવું સ્વરૂપ ? દાદાશ્રી : અહીં હોય નહીં કોઈ, શેના આધારે ઓળખાવીએ ? પ્રશ્નકર્તા : એ કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય ? દાદાશ્રી : પણ સમજરૂપે, જ્ઞાનરૂપે નહીં. ઍબ્સોલ્યુટ, જેમાં કોઈ મિલ્ચર નહીં એ સ્વરૂપમાં. તમારું તો મિલ્ચરવાળું. શુદ્ધાત્માની બાટલી સાથે, બુચ સાથે. આત્મા એ બાટલી, શુદ્ધ એ બૂચ. નહીં તો ઢળી જાય તમારું બધું તો. જ્ઞાતીની વાણી જ અંતિમ આલંબત ! પ્રશ્નકર્તા એ જે નિરાલંબ સ્વરૂપ આપે જોયુંને એ કેવું હોય ? એનું કંઈક કહોને. દાદાશ્રી : એ બધું થઈ શકે. નિરાલંબ થયેલા હોય એમની વાણીથી નિરાલંબ થાય. જ્ઞાતીને ભગવાત વશ ! જ્ઞાની પુરુષ તો અજાયબી કહેવાય વર્લ્ડની. ભગવાનનાં ઉપરી કહેવાય. પ્રશ્નકર્તા: પણ એ ભગવાનનાં ઉપરી એ કેવી રીતે કહેવાય ? કયા અર્થમાં ? દાદાશ્રી : ભગવાન એમને વશ થયા છે, માટે એ ભગવાનનાં ઉપરી છે. એમના કહ્યા પ્રમાણે ભગવાન ચાલે.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy