SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ૨૮૧ ૨૮૨ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) સમ્યક દર્શન, ખપે પાયામાં જ ! હવે દર્શન, જ્ઞાન ને ચારિત્ર. એટલે દર્શન તો આપણું ફરી ગયું. જ્ઞાને ય તેવા પ્રકારનું શરૂ થયું છે. ચારિત્રમાં વણાઈ ગયેલું છે ને તે એ વણાઈ ગયેલું ઉલ્લી જવું જોઈએ. પ્રશ્નકર્તા : જુનું ? દાદાશ્રી : હાસ્તોને. આ જે ગયા ભવમાં મિથ્યાત્વ દર્શન હતુંને, તેનાથી મિથ્યાત્વ જ્ઞાન પરિણામ પામી ગયું. અને પરિણામ પામ્યું એટલે પછી મિથ્યાત્વ ચારિત્ર ઊભું થયું છે. મૂળ કારણ શું ? ત્યારે કહે, દર્શન આવું મિથ્યાત્વ ન હોત, સમ્યક દર્શન હોત તો સમ્યક જ્ઞાન પરિણામ પામત અને સમ્યક્ ચારિત્ર પામત. પણ આ દર્શન મિથ્યાત્વ હતું. હવે એ મિથ્યાત્વ દર્શન ઊડી ગયું. હવે સમ્યક્ દર્શન ઉત્પન્ન થયું કે હું તો શુદ્ધાત્મા છું. ચંદુભાઈ તો આ વ્યવહારને માટે છે, એ પાછલી બનેગારી છે. પણ એ જે પહેલાનું જે બધું ચારિત્રમાં વણાઈ ગયેલું એ બધા હિસાબ ચૂકવવા પડે બધા. પછી મનમાં એમ થાય કે સાલું, આ ખસતું કેમ નથી ? આ ખસે તે શી રીતે ખસે ? વણાયેલું જાડું છે. મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવ, તે સ્વભાવ જાડાં છે ને ! કેટલી બધી ફાઈલો ઘટશે ત્યારે. આમાંથી તો ઉલેચવો જ પડશે સંસાર સાગર. પ્રશ્નકર્તા : આપે કહ્યું, આ દર્શનમાંય નથી આવ્યા, દર્શનમાં આવ્યું હોત તો જ્ઞાનમાં આવે અને ચારિત્રમાં આવે, એ દર્શન આપ કોને કહેવા માંગો છો ? સમજ શબ્દનો અર્થ જ દર્શન. દર્શનનો અર્થ સમજ, તેથી અમે કહીએ છીએને, સમજ સમજ કરો. આ વાત સમજી લીધી તમે, હવે તમને પછી સમજાય કે આપણી ભૂલ થઈ છે અને ભૂલ થઈ, એટલે ભૂલ ભાંગે. પ્રશ્નકર્તા : સંયમ અને ચારિત્રમાં ફરક કંઈ ? દાદાશ્રી : સંયમ પરિણામ એ જ ચારિત્ર. પણ એ ક્ષાયિક ચારિત્ર નથી. જ્યારે સંયમ પરિણામ બંધ થઈ જાય. ત્યારે ક્ષાયિક ચારિત્ર, સંયમ પરિણામ એ ચારિત્ર ખરું, પણ ક્ષાયિક નહીં ક્ષયપક્ષમાં પ્રશ્નકર્તા : ક્ષયોપક્ષમ. એટલે આમ આમ વધ-ઘટ થયા કરે. દાદાશ્રી : ખરું ચારિત્ર તો એને સમ્યક્ ચારિત્ર કહેવાય. સંયમ પરિણામ એ જ ચારિત્ર છે. પણ એ ક્ષાયિક ચારિત્ર થાય ત્યારે ભગવાનના જેવું ચારિત્ર ઊભું થાય. પ્રશ્નકર્તા : સરાગ ચારિત્ર. દાદાશ્રી : સરાગ ચારિત્ર તો બહુ ઊંચી વસ્તુ છે. સરાગ ચારિત્ર તો ઊંચી કહેવાય વસ્તુ. જ્ઞાનીઓ સરાગ ચારિત્રમાં હોય. જ્ઞાનીઓ સરાગ ચારિત્રમાં અને સંપૂર્ણ જ્ઞાની થઈ જાય, ત્યાર પછી વીતરાગ ચારિત્ર. એ તો બહુ ઊંચી દશા. એ તો સંયમી કહેવાય, સરાગ ચારિત્ર તો ! જુએ-જાણે પણ રાગ-દ્વેષ ના થાય, એનું નામ વીતરાગ ચારિત્ર ! પરમ ઉપકારકર્તા પર કિંચિત્માત્ર રાગ નહીં ને પરમ ઉપસર્ગકર્તા પર કિંચિત્માત્ર દ્વેષ નહીં, એવું વીતરાગ ચારિત્ર જાણવાનું છે. એ છે વિપરીત જ્ઞાત... પ્રશ્નકર્તા : એ આત્માનું જે છે જ્ઞાન, દર્શન ને ચારિત્ર, તેમાં કંઈ જુદા વિભાગો હોતાં નથી ? દાદાશ્રી : ના. આત્માનું તો ત્યાં એક જ હોય છે. એ આત્માનું દાદાશ્રી : આ અમે કહીએ સમજ સમજ કરો, તે સમજ એ દર્શન કહેવાય અને અમે સમજાય સમજાય કરીએ એ દર્શનમાં આવે. એટલે તમને પ્રતીતિ બેસે. અને પ્રતીતિ બેસે તો આગળ ચાલે.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy