SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ એક પુદ્ગલને જોવું !! ૪૭૪ ૪૭૫ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) માત્રના જાણકાર હોય છે. બીજું બહારનું કશું જોવાનું નહીં, આમાં જ જોવાનું. પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ છે, એને આમ પૃથ્થકરણ કરવું હોય, તો વિશેષ પરિણામમાં અહમ્ ઊભો થયો, પછી આ વ્યતિરેક ગુણો ઊભા થાય છે ? પછી ક્રોધ થાય છે, તો ક્રોધ અને અહમૂનો સાંધો કેવી રીતે ભગવાન એક પુદ્ગલ જોયા કરતા હતા. બીજી ભાંજગડમાં નહોતા પડતા. આવું ડખો ના કરે. અમેય ડખો ના કરીએને કશું ?! તને સમજવું હોય તો સમજાવીએ ઊંડા ઉતરીને પણ તે તને નુકસાન કરશે બધું. હવે બહુ ઉંડો ઉતરીશ નહીં. તે પાછું પૂછ પૂછ કરે, આવું પુદ્ગલ, તો ક્યાંનો ક્યાંય ગુફામાં પેસી જાય ! છેવટે આ એક જ ધ્યેય ! પ્રશ્નકર્તા: આપણે પ્રયત્ન કરીએ પણ થોડીવાર રહે પણ ખસી જાય. દાદાશ્રી : આપણે બહારનો અભ્યાસ વધારેને, લોકોને જુદાપણાનો બિલકુલ અભ્યાસ જ નથી ને ! કોઈ પુદ્ગલની વસ્તુ એવી તેવી હોય તેની ઉપર આપણે ઉપયોગ કરીને નિરીક્ષણ કરતાં હોય તો ખ્યાલમાં રહેને, એવું એ પોતાના પુદ્ગલને જોવાનું છે. પ્રશ્નકર્તા : એટલે પોતાના એક જ પુદ્ગલની બહાર કોઈ ડખલ નહીં ? દાદાશ્રી : એ બધું પુદ્ગલ છે, પણ પુદ્ગલને ચૂંથીને શું કામ છે તે ? શુદ્ધાત્મા સિવાય બધું પુદ્ગલ, એનો ચુંથારો કરીને શું અર્થ છે? તારે પુદ્ગલમાંથી કાઢવું છે કંઈ ? એનો અર્ક કાઢવો છે ? પ્રશ્નકર્તા: આ સાંધો બધો શું હોય છે ? દાદાશ્રી : સમજવા જેવો આત્મા અને બીજું બધું પુદ્ગલ. તે પુદ્ગલમાં છે તે તારે શું કરવું છે કંઈ ? તો એને ફોડવાર કાઢીએ, સમજીએ ! એમાં કંઈ તારે પુદ્ગલસાર બહાર કાઢવો છે કંઈ ? આત્મા એકલો જ પૂરો કરવો છે કે અહીં સાર હલ કાઢવો છે પુદ્ગલનો ? પ્રશ્નકર્તા : આત્મા જ પૂરો કરવાનો છે. દાદાશ્રી : પછી આ પુદ્ગલમાં તો મહીં પેસી ગયેલા તે જડેલા નહીં, પાછાં નીકળેલા નહીં. પ્રશ્નકર્તા : એ બધું સમજવા માટે તે જાણવા માટે ? દાદાશ્રી : ના, એ જો સમજવામાં ઊંડો ઉતરે તો પછી પેસે તો પછી જડે નહીં. એના કરતાં એ તે મહાવીર ભગવાન શું કહેતાં હતાં ? એક પુદ્ગલ, ભાગ જ નહીં, વિભાગ જ નહીં. પ્રશ્નકર્તા : એક પુદ્ગલ બધું. દાદાશ્રી : હં. એક જ પુદ્ગલ. અનંત પ્રકારની અવસ્થાઓ છે પણ પુદ્ગલ એક જ છે આ બધું, વિનાશી સ્વભાવનું છે. એટલે મહાવીર દાદાશ્રી : બીજું શું ? એક પુદ્ગલ જોવાય તો બહુ થઈ ગયું. જોઈ શકાય જ નહીંને ! બહાર જ ડખલ કરે, એવું કહેવા માંગે છે. આપણે જોવાનો અભ્યાસ કરો પણ થાય નહીં. થોડી થોડી વાર રહે પાછું ચૂકી જાય, બાકી બહાર જ જતું રહે ! પ્રશ્નકર્તા : એ સ્ટેજ આવવાની તો ખરી જ ને ? દાદાશ્રી : એ પ્રયત્ન એનો એ જ હોય, પણ થાય નહીંને, રહે નહીંને ! જાય ને આવે, જાય ને આવે, એ જાણી રાખવાનું છે. એક જ પુદ્ગલ જોવાનું છે. ચંદુભાઈનું મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, ચંદુભાઈ શું શું કરી રહ્યાં છે, બધું નિરંતર એનું નિરીક્ષણ કરવું એ શું છે ? એ જ કમ્પ્લિટ શુદ્ધાત્મા ! પ્રશ્નકર્તા : ધારો કે, ભગવાન મહાવીર પુદ્ગલને જુએ છે અને એ વખતે ગૌતમ સ્વામી એમને પ્રશ્ન પૂછે તો એ જવાબ નીકળે ને ?
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy