SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એ સમજાવોને જરા. દાદાશ્રી : સાહજિક એટલે મન કહે એ પ્રમાણે ચાલવું એ સાહજિક, પોતાને વિચારવાનું કશું નહીં, પોતાને મહેનત કશું કરવાની નહીં, પુરુષાર્થ નહીં. ગાડું જ્યાં જાય ત્યાં જવા દેવું. તેનું નામ સાહજિક, સાહજિક એટલે મહેનત કશું ય નહીં, એની મેળે જ થયા કરે. પ્રશ્નકર્તા: આ મનના કહ્યા પ્રમાણે ચાલે તો સાહજિક. એટલે આ પેલી અજાગૃત અવસ્થામાં, અજ્ઞ દશામાં સાહજિકતા હોય છે એ રીતની સાહજિકતા ? દાદાશ્રી : હા, તે સાહજિક કહેવાય. સાહજિકમાં પુરુષાર્થ ના હોય, ભમરડા જ હોય અને જ્ઞાન થયા પછી સાહજિક તે પરમાત્મા કહેવાય. સહજતા ત્યાં ઊડે કાર્ય-કારણ ! સહજતા એટલે શું કે આ પાંદડું હોયને તે પાંદડાને પવન આમથી ઊડાડે તો આમ ઊડે ને પેલી બાજુ પવન ઊડાડે તો પાછું આમ ઊડે. પોતાનું કંઈ નહીં. પોતાપણું જ નહીં ! પ્રશ્નકર્તા: તો પછી ટૂંકમાં અહંકાર શુન્ય જે કર્મ છે એ જ સહજ છે એમ ? આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! ૪૩૭ પ્રશ્નકર્તા એટલે એ વસ્તુ પ્યૉર થઈને ? દાદાશ્રી : હા, પ્યૉર ! અને પ્યૉર થયા પછી કારણ-કાર્ય રહ્યું નહીં ! પ્રશ્નકર્તા : એવું જ આ સહજતાનું થાય ? દાદાશ્રી : હા, બસ. એને કારણ-કાર્ય રહ્યું નહીં. અને સહજતા ખસી ગઈ કે કારણ-કાર્ય ઊભાં થાય. એવું છેને, આ જ્ઞાન પછી ચાર્જમાં તમે ય સહજ છો અને ડિસ્ચાર્જમાં અસહજ છો. કારણ કે પાછલાં જે કોઝિઝ થયેલાં છેને, એનાં પરિણામ આ બાકી છે, તેમાં અસહજ થઈ જવાય છે. પ્રશ્નકર્તા : એટલે ઇફેક્ટમાં અસહજ અને કોઝિઝમાં સહજ. દાદાશ્રી : હા, બસ. પ્રશ્નકર્તા : પણ કોઝિઝમાં બધા લોકો સહજ હોય ? દાદાશ્રી : ના. ફક્ત આપણા જ્ઞાન લીધેલા મહાત્માઓ જ કોઝિઝમાં સહજ છે. પ્રશ્નકર્તા : એમાં પણ પાંચ આજ્ઞામાં હોય એટલા જ સહજ છેને ? દાદાશ્રી : હા. તેટલાં જ, બીજા નહીં ! સહજ સમાધિ ! પ્રશ્નકર્તા : કોઇ વ્યક્તિ સહજ સમાધિની સ્થિતિમાં રહી શકે કે નહીં? દાદાશ્રી : કો'ક જ માણસ રહી શકે. સહજ સમાધિમાં રહે એ જ ભગવાન કહેવાય. પ્રશ્નકર્તા : માનવીનો અંતિમ ધ્યેય તો આ જ હોય ને ? દાદાશ્રી : પોતાની ખોટી માન્યતાઓ છોડી દેવી, એ અંતિમ ધ્યેય. ખોટી માન્યતાઓના લીધે અસહજ થયેલું છે આ. માન્યતા ખોટી છૂટી દાદાશ્રી : હા, એ જ સહજ. પ્રશ્નકર્તા : તો સહજ વર્તના એ શું છે? દાદાશ્રી : એવું છેને, સહજ વર્તના એટલે પેલો ભ્રાંતિનો ભાગ જતો રહ્યો, એનું નામ સહજ ! ભ્રાંતિનો ભાગ જતો રહ્યો ત્યારે રહ્યું શું ? સહજ રહ્યું. પ્રશ્નકર્તા: ‘સહજ’ પછી કર્મ બાંધતું નથીને ? દાદાશ્રી : પછી કર્મ બાંધે જ નહીંને !
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy