SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : ભગવાન ઉદાસીન, વીતરાગ. ડખો કાઢે ડખાતે ! પ્રશ્નકર્તા : આ ડખો થયો અને આપણે નિશ્ચય કર્યો કે આ ડખો નથી કરવો, એ નવો ડખો ના કહેવાય ? દાદાશ્રી : એ ડખો પણ પેલા ડખાને કાઢેને ? પેલા ડખાને કાઢીને આ ડખો થાયને. આ ડખો ઉત્તમ. પ્રશ્નકર્તા : ડખો ડખાને કાઢે. પણ પછીથી આ ડખો રહી જાય છે ? દાદાશ્રી : પેલો ડખો તો આપમેળે જતો રહે. પછીથી કાઢવો ના પડે. સબ ચલે જાવ. તો કહે, ચલે જાયેગા ! બસ ! કાઢવો ના પડે. તને એવું લાગતું’તું કે કાઢવો પડશે એને ? એ ડખો છે પણ એ ડખો એની મેળે જ જતો રહે ! આપણે કહીએ કે આ તમારું કામ પૂરું થયું, જતાં રહો, તો જતાં રહે. પેલા ડખા ના જાય. પેલા ડખા આ ડખાથી જાય. મોક્ષમાર્ગ તો બહુ અઘરો છે. એક ઇંચ પણ મહીં જવું એ બાજુ તો બહુ કિંમતી ગણાય. આત્મા જુદો છે એવું કહે ત્યારે તો મોટો સાયન્ટિસ્ટ ગણાતો હતો. એને ખબર પડે કે આ જુદો છે, બીજું કશું નહીં. તમે તો વળી આગળ પહોંચી ગયા ! ચંદુભાઈ આઇસ્ક્રીમ ખાવા બેઠા હોયને... એમાં ડખો ના કરે તો બે ડીશ ખાઈને ઊઠી જાય, પણ આ તો ડખો કર્યો વળી, આ સરસ છે, અલ્યા ભઈ, બે-ચાર-પાંચ ઠોકી જાવને ! પ્રશ્નકર્તા : એટલે એ પોતે ડખો કરે છે. દાદાશ્રી : હા. હવે ત્યાં પ્રજ્ઞા એને ચેતવે, ‘અલ્યા ભઈ, આવું શા માટે ?” પ્રશ્નકર્તા : ત્રણ-ચાર ઠોકી જાવ' એ બતાવે છે કોણ ? આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! દાદાશ્રી : એ જ ! તારો ચારિત્રમોહ. ચારિત્રમોહ ઓગાળી ય શકાય ! આમ જુઓ, જ્ઞાતા-દ્રષ્ટા રહીએ તો ઊડી જાય. અને જાગૃતિ ના રાખી ને નિશ્ચય ના કર્યો, તો ચારિત્રમોહ પેન્ડિંગ રહે ! ૪૨૯ પ્રશ્નકર્તા : પ્રશાશક્તિ બતાવેને, ત્યાંથી તો ઉડાવી શકાય એવું હોય છે. એટલે ડખલ બંધ થાય એવું શક્ય હોય છે. દાદાશ્રી : બરોબર છે. પ્રશ્નકર્તા : પછી વાણીમાં હોય ડખોડખલ ? દાદાશ્રી : હા, હોય. બધામાં ડખોડખલ તો હોયને ! વર્તનમાં હઉ ડખોડખલ હોય. ‘ચાલો’ કહે છે, ‘ઉતાવળ છે !’ રઘવાયો થઈ જાય. શું ત્યાં આમ ગાડી ઉપડી જવાની હોય ? ના. આમ તો હજી વાર હોય. પણ બધે ડખોડખલ જ કર્યા કરે. જ્ઞાતા-દ્રષ્ટા તો બંધ ડખોડખલ ! પ્રશ્નકર્તા : હવે એનો ઉપાય બતાવો, દાદા ! ડખોડખલ બંધ કરવાનો ઉપાય બતાવો. દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાવ એટલે ડખોડખલ બંધ થઈ જાય. પોતાનો ગુણધર્મ જ્ઞાતા-દ્રષ્ટા તો છે. તે જે ચારિત્રમોહ આવ્યો તેને જાણવો કે આ ચારિત્રમોહ છે. તેને જોવું અને જાણવું. જુઓ એટલે જતો રહેશે. પ્રશ્નકર્તા : જોવા-જાણનારા છે, એ જ પોતે ડખલ કરે છે. દાદાશ્રી : જોવા-જાણનારો કરતો હશે ? ડખલ કરનારને તો એ જુએ છે, જાણે છે કે આ ડખલ કરે છે. ડિસ્ચાર્જ અહંકાર ડખોડખલ કરે છે. પ્રશ્નકર્તા : બુદ્ધિ ડખો કરે ? દાદાશ્રી : બુદ્ધિય ડખો કરે, બધાય ડખો કરે. અહંકાર, બુદ્ધિ, ચિત્ત ને મન બધાય એ ડખાવાળા જ છે ને ? પણ મૂળ ગુનેગાર ગણાય અહંકાર.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy