SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) આત્મા થયો કહેવાય. હવે પછી મન-વચન-કાયા સહજ કરવા માટે એક જ્ઞાની પુરુષની આજ્ઞા જેમ જેમ પાળતા જાય તેમ તેમ મન-વચન-કાયા સહજ થતાં જાય. ૪૧૪ પ્રશ્નકર્તા : એમાં સહજ ભાવે નિકાલ કરવો એમ આપ કહો છો તો સહજ ભાવ કેળવવાની રીત કઈ છે ? દાદાશ્રી : સહજ ભાવ એટલે શું ? આ જ્ઞાન મળ્યા પછી તમે શુદ્ધાત્મા થયા એટલે તમે સહજ ભાવમાં જ છો. કારણ કે અહંકાર હાજર ના હોય ત્યારે સહજ ભાવ જ હોય. અહંકારની એક્સન્સ એ સહજ ભાવ. આ જ્ઞાન લીધું એટલે તમારો અહંકાર એબ્સન્ટ છે. તમે જે ‘હું ચંદુભાઈ છું’ માનતા હતા. હવે માનતા નથી ને ? થઈ રહ્યું ! મેં વકીલાત કરી ને મેં છોડાવ્યો ને મેં એને આમ કર્યું ને !’ ‘હું સંડાસ જઈ આવ્યો', કહેશે. ઓહોહો ! કાલે કેમ નહોતા ગયાં ? ત્યારે કહે, કાલે તો ડૉક્ટરને બોલાવવો પડ્યો, અટક્યું'તું મહીં. સક્રિયતા ઉલટી વધે આમાં. અહંકારને લઈને સક્રિયતા છે. અહંકારને લઈને બધું બગડી ગયું છે. એ અહંકાર દૂર થઈ જાય એટલે બધું રેગ્યુલર થઈ જાય, સાહિજક થાય પછી. અહંકાર બધું બગાડે છે, પોતાનું જ બગાડે છે અને સાહજિકતા હોય તો બધું સુંદર હોય. પ્રશ્નકર્તા : દેહની સંપૂર્ણ સહજતા એ ભગવાન. આત્માની સહજતા એ ભગવાન ના કહેવાય. દેહ સહજ થાય તો આત્મા સહજ થાય છે. આત્મા સહજ થાય તો દેહ એની મેળે સહજ થાય ને ! શું બન્ને અન્યોન્ય નથી ? દાદાશ્રી : આત્મા તો સહજ જ છે. દેહની સંપૂર્ણ સહજતા એ ભગવાન’ એ બરોબર છે, એ વાત સાચી છે. દેહની સંપૂર્ણ સહજતા થઇ જાય એટલે ભગવાન. દેહ સહજ ભાવે કો’કને ધોલ મારતો હોય તો ય ભગવાન ! પ્રશ્નકર્તા : આત્માની સહજતા એ ભગવાન ના કહેવાય ? આત્માને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! દાદાશ્રી : આત્માની સહજતા તો આત્મા તો પોતે સહજ જ છે. આ બહારનું સહજ થાયને તો પોતે સહજ જ છે. બહારનું સહજ થતું નથી ને ?! ૪૧૫ પ્રશ્નકર્તા : આ બરાબર સમજાયું નહીં હજુ. દાદાશ્રી : આત્મા સહજ થાય તો દેહ એની મેળે સહજ થાય, એટલે એ શું કહે છે ? આ વ્યવહાર આત્મા સહજ થાય તો દેહ સહજ જ થઈ જાય, પણ મૂળ આત્મા તો સહજ છે. આ વ્યવહાર આત્માની જ ભાંજગડ છે બધી. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, સહજ ભાવે ધોલ મારવાની, તો સહજ ભાવે ધોલ હોઈ શકે ? દાદાશ્રી : હા, હોઈ શકે ધોલ. પ્રશ્નકર્તા : દાદા જે બધાને પ્રસાદી આપે છે ને, બૂટની..... દાદાશ્રી : એ બધું સહજ ભાવે. સહજ ભાવ એટલે ‘હું મારું છું’ એ ભાન ના હોય, ‘હું મારું છું’ એ જ્ઞાન ના હોય ને ‘હું મારું છું’ એ શ્રધ્ધા ના હોય, એનું નામ સહજ ભાવ. અને સહજ ભાવથી અમે મારીએ, એટલે દુઃખ લાગે નહીં કોઈને ! પ્રશ્નકર્તા : સહજ ભાવે ધોલ મારવી એ જ્ઞાની સિવાય બીજો કોઈ મારી શકે ખરો ? દાદાશ્રી : હા, સહજ ભાવે હોય તો મારી શકે. પ્રશ્નકર્તા : જો જ્ઞાની સિવાય કોઈ બીજા કોઈ મારે ધોલ તો સામાને દુઃખ થયા વગર રહે જ નહીં. દાદાશ્રી : દુ:ખ થાય તો તો પછી એ સહજતા નથી. કંઈકેય બગાડ છે એમાં, નહીં તો દુઃખ ના થવું જોઈએ. અમારું સહજ હોય બધું. એટલે સહજતા પર જવાનું છે. આ
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy