SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયકે ! ૪૦૩ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : હાજરી જ ના હોય. આત્મા હોય જ નહીં ત્યાં. પ્રશ્નકર્તા : એટલે ? દાદાશ્રી : જોનાર એક થઈ જાય તો આત્મા ના હોય. જોનાર એકલો રહે અને જોવાની વસ્તુ ના હોય, એટલે જોનાર બંધ થઈ જાય પછી. એની હાજરી ઊડી જાય. પ્રશ્નકર્તા દેખાય છે એ વસ્તુના આધારે જોનાર રહ્યો છે ? દાદાશ્રી : હા, ત્યારે જ થાય ને ! પ્રશ્નકર્તા : જોય તો જગતમાં રહેવાનાં જ છે ને ? દાદાશ્રી : પણ લોક શેયને ખસેડે છે. શેયને ખસેડે એટલે આત્મા ખસી જાય. બેઉ જોડે જોઈએ. વ્યવહાર એ શેય છે અને આત્મા જ્ઞાતા છે. મન તો ફિલ્મો બતાવે, તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ સંયોગોના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. પ્રશ્નકર્તા : દાદા, એનો નિકાલ, એ ડિસ્ચાર્જ જલ્દી ન થાય ? દાદાશ્રી : એ ફિલ્મ જલ્દી પૂરી થઈ જશે તો શું થશે ? જોનારે ઘેર જવું પડશે. માટે આસ્તે આસ્તે થવા દો. ઉતાવળ ના કરશો, કહીએ. પ્રશ્નકર્તા : દાદા, એક રીતે વાત ભલે આપની બરાબર જ છે એ, પણ તમારા જેવું જો દેખીએ, જે અંદરનાં આનંદ છે એ જો દેખાઈ જાય વધારે તો પેલું હડહડાટ ચાલુ થાય. દાદાશ્રી : હા, હા. પણ જ્યારે આપણે આંખે ના દેખી શક્તા હોય તો ચશ્મા લઈને ફરીએ કે દાદા છે ને જોડે. દાદા આપણા ચમા. અને આના જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા હવે. ચંદુભાઈ શું કરે છે ને શું નહીં, એક જ કામ રહ્યું ને તમારે ! બીજું કંઈ નહીં ને ? તે આ ફિલ્મ પૂરી થાય ત્યારે ઇન્દ્રિમ ગવર્મેન્ટ છે તે ફૂલ ગવર્મેન્ટ થાય છે. ફિલ્મ જુએ છે ત્યાં સુધી ઇન્દ્રિમ ગવર્મેન્ટ છે. એલું જોતા-જાણતાર કહેવાય જ્ઞાયક ! ‘આ માળા પહેરી છે', તેને લોક જોનાર છે. તે જોનારને મનમાં એમ લાગે કે આપણે આ શું પહેર્યું છે અને આપણે ય હસીએ કે ઓહોહો, આમણે શું પહેર્યું છે ? આપણને હસવું ના આવે બળ્યું કે આ અંબાલાલભાઈ શું પહેરીને ફરે છે ? પોતે પોતાનો જાણકાર રહે, એને બીજા જાણકારની જરૂર નથી. પ્રશ્નકર્તા: ખરું સૂત્ર. દાદાશ્રી : હા. એટલું જ બહુ છે. બીજું આગળ બહુ જવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : જ્ઞાતા અને જ્ઞાયકમાં કંઈ ફેર ખરો ? દાદાશ્રી : એકલું જાણવાનું જ કામ કર્યા કરે, ત્યારે જ્ઞાયક કહેવાય. નહીં તો એ કામ ના કરતાં હોય તો જ્ઞાતા કહેવાય જ. કામ ના કરતાં હોય તો ય જ્ઞાતા તો કહેવાય. જ્ઞાતા એ જ્ઞાતા અને શેય એ જોય અને જ્ઞાયક જ્યારે સત્તામાં હોય ત્યારે જ્ઞાયક કહેવાય. સત્તા એટલે કામ કરતાં હોય ત્યારે. શાથી પૂછવું પડ્યું ? પ્રશ્નકર્તા : ના, મેં એક વાંચ્યું હતું ‘હું જ્ઞાયક’ એમ. દાદાશ્રી : ઘેર ચંદુલાલ કહેવાય અને ઓફિસમાં જાય ત્યારે કહેશે “મેજિસ્ટ્રેટ આવ્યા ! નથી કહેતા ? ત્યારે ઘેર પછી શેઠ નથી ? ત્યારે કહે, ના, એ જ્યાં જ્યાં જે શોભે એ. આપણે કાયમ જ્ઞાતા-દ્રષ્ટા તો ખરાં જ ! જ્ઞાયકભાવ એ અંતિમ ભાવ ! પ્રશ્નકર્તા : જ્ઞાયક અને ઉપયોગ, તો એ શાકભાવ એ જ ઉપયોગ નહીં ?
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy