SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતા-દ્રષ્ટા, સાયક ૩૮૯ 360 આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : બેઉમાં સમાનતા રાખવી એ જ્ઞાન. પ્રશ્નકર્તા : બન્ને ડિસ્ચાર્જ જ છે. દાદાશ્રી : બેઉ ડિસ્ચાર્જ છે એટલે અમે જે કહીએ છીએ એ શબ્દેશબ્દ જો સમજી લે ને તો કામ થઈ જાય. પ્રશ્નકર્તા ઃ હવે લક્ષ એ તરફ જ છે કે દાદાનું વિજ્ઞાન સમજવું છે. દાદાશ્રી : હા. ગલતને “જોયા’ કરો ! પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછીનું જે ગલન છે એ જોયા જ કરવાનું કે એને વેગ આપવા માટે કંઈક કરવું ? દાદાશ્રી : વેગ આપનાર કોણ ? કર્તા ઊડી ગયો પછી વેગ આપનાર કોણ ? કરીએ. શેય ના હોય તો જ્ઞાતા ઊડી જાય. એટલે આ શેય છે તે સિનેમાની પેઠ છે. મન ઠેઠ સુધી દેખાડશે. એટલે જ્ઞાતા ઊડે નહીં. જોતાસે ચૈતત્યપીંડ શુદ્ધાત્મા ! પ્રશ્નકર્તા : અને જે જોયા કરવાનું, કોને જોયા કરવાનું ? કોણ જોયા કરે ? દાદાશ્રી : જે શુદ્ધાત્મા થયો, જ્ઞાતા થયો, એ જોયા કરે. પ્રશ્નકર્તા: દાદા, એવું છે કે આ જે શુદ્ધાત્માનો અનુભવ અમને થયો એ ઉપરથી અમારા મનમાં એવો ખ્યાલ આવે છે કે એ તો એક ચૈતન્યપિંડ છે, એમાં શું કરવાનું ને શું જોવાનું હોય ? દાદાશ્રી : જોનાર પોતે છે, જે ચૈતન્યનો પિંડ છે એ જોનાર છે. એ શેને જુએ છે ? શેયને જુએ છે. એટલે વિચારો એ જોય છે અને તમે જ્ઞાતા છો. જ્ઞાતાને ય ન દેખાય ત્યાં સુધી એ વ્યવહાર કહેવાય નહીં. જોય ને જ્ઞાતા એકાકાર ના થાય, એનું નામ જ્ઞાન. શેયમાં પરિણામ પામવાનું નથી. પહેલાં જોયમાં પરિણામ પામીને તો સંસાર ઊભો થયો છે. વિચારો એ જડ વસ્તુ છે. એમાં જરાય ચેતનતા નથી. એમાં પરિણામ પામીને આ સંસાર ઊભો થયો છે. ભટક ભટક, અનંત અવતારથી ભટક્યા તો ય ઠેકાણું પડે નહીં અને આમાં તો આ પોતે જ્ઞાતા થયો. શેયને જુએ, બધા શેયોને જુએ. ક્રિયા કર્યા સિવાય જુએ. ઝળકે પોતાના જ્યોતિ સ્વરૂપમાં. એના માટે હવે કોઈ એવી ક્રિયા નથી કરવાનું, એમ ને એમ ઝળકે બધું જ એમાં. પ્રશ્નકર્તા : એટલે આ જ્યોતિ સ્વરૂપ તમે કહ્યું એમાં ઝળકે એ બરાબર છે, પણ આ જ્ઞાતા-દ્રષ્ટા જે રહેવાનું છે એ જ્યોતિ સ્વરૂપને રહેવાનું છે ? દાદાશ્રી : એ જ. જેનામાં ઝળકે છે, તે જ જ્ઞાતા-દ્રષ્ટા. તે જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાયક છે, શુદ્ધાત્મા છે. તેનો તે એકનો એક જ, એમાં બીજો નહીં. પ્રશ્નકર્તા અને એની મેળે થવા જ દેવાનું. દાદાશ્રી : જોયા જ કરવાનું. જે થાય એ જોયા જ કરવાનું. જે આપણે પૂરણ કર્યું'તું, એ હવે એનું ફળ આપીને ગલન થશે. કડવું હશે તે કડવું ને મીઠું હશે તે મીઠું. બન્ને ફળ આપીને ગલન થાય, તે આપણે જોયા કરવાનું. વેગ આપવાનો એમ કશો ડખો જ નહીં કરવાનો. હવે આ સીધા સાયન્સમાં જો સહેજે ભૂલ્લ ખાય તો માર પડી જાય એવું છે. ફેરફાર થઈ જાય તો મારી પાસે આવજો, હું ફરી ઓપરેશન કરી નાખીશ. અણસમજણથી ફેરફાર થઈ જવાનો સંભવ ખરોને ! પ્રશ્નકર્તા: આપણે છોડી દઈએ એ ભૂલ ? દાદાશ્રી : જ્ઞાતાપણું છોડાય જ નહીં. જ્ઞાતાપણું જ આપણો સ્વભાવ છે ને અને શેય તે નિરંતર હોય છે જ. એ જે મન છે ને, તે ઠેઠ આયુષ્ય પૂરું થતાં સુધી એ ફાઈલ દેખાડ્યા કરશે. એ દેખાડ્યા કરે ને આપણે જોયા
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy