SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતા-દ્રષ્ટા, શાયક રિયલ છે તે પણ શેય ? રિયલ, રિયલને જુએ તો શેય કેમ સંભવી શકે છે ? મને જે અનુભવ થઈ રહ્યો છે. તેની ચોખવટ માટે આ પ્રશ્ન છે. ૩૭૫ સામાનું જે રિલેટિવ સ્વરૂપ છે, એ બધું શેય. હવે પોતાનું રિયલ જ્ઞાતા, તેમ બીજાના રિયલને શેય કહેવાય કે જ્ઞાતા કહેવાય ? દાદાશ્રી : જ્ઞાતા કહેવાય. રિયલ જ્ઞેય તરીકે ના હોય. રિયલ શેય તરીકે ક્યારે હોય ? જે કાયમના રિલેટિવ હોય તેને. જેને રિયલ ને રિલેટિવનું વિભાજન ના પડ્યું હોય, તેને રિયલ એ શેય હોય. પ્રશ્નકર્તા : એટલે મહાત્માઓને વિભાજન પડી ગયું છે. માટે એ લોકોને શેય નહીં. દાદાશ્રી : ક્રમિક માર્ગના જ્ઞાની માટે એ શેય કહેવાય. એ બીજા આત્માને શેય કહે. પછી એમના ભક્તો તો કહે, એમાં નવાઈ શું ? તો પછી બીજાને ભાંજગડ જ મટી જાયને ?! કારણ કે રિયલ-રિલેટિવ એની પાસે છે નહીં. તેથી ભાંજગડ થઈ જાયને ? ક્રમિક માર્ગમાં કોઈ પણ જ્ઞાની હોય, તેને આત્મા એ શેય છે, તો પછી બીજાનું શું રહ્યું ? પ્રશ્નકર્તા : એટલે હું નિરંતર મારી જાતને એટલે ચંદુભાઈને જોયા કરું. એમ બીજાને પણ જોઉં, કારણ કે એ એવો અનુભવ છે કે જેમ મારામાં ચંદુભાઈ સમાયો છે. એવી રીતે આ બધા જ સમાયેલા છે. ત્યારે એ પ્રશ્ન ઊભો થયો કે આ રિલેટિવે ય છે, પણ એમાં પાછાં રિયલ છે. તો એને શું સમજવું ? એના રિયલને અને મારા રિયલને કેવી રીતે તાર બેસે ? એ જો જ્ઞેય હોય તો પ્રશ્ન ઊભો થતો જ નથી. પણ જો જ્ઞેય ના હોય તો એ શાતા હોય અને હું ય જ્ઞાતા હોઉ તો મારો અને એનો, બન્નેનો સાંધો કેવી રીતે છે ? સાંધો કેવી રીતે બેસે ? દાદાશ્રી : રિયલ હોય જ નહીં. તીર્થંકર ને કેવળી અને અક્રમ જ્ઞાનીનાં ફોલોઅર્સ એ સિવાય રિયલ શબ્દ કોઈ જગ્યાએ લખાય નહીં. હોય નહીં ને મનાય નહીં. પ્રશ્નકર્તા : એટલે જ આ પ્રશ્ન ઊભો થાય છે સામાના રિયલ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) સ્વરૂપનું અને પોતાના રિયલ સ્વરૂપ જોડે શું સંબંધ ? એ શેય તરીકે લેવું કે પછી જ્ઞાતા એક સ્વભાવી કહેવાય ? ૩૭૬ દાદાશ્રી : આપણે બધાં જ્ઞાતા છીએ, જ્ઞેય કહેવાય નહીં. એક કાગળમાં શેયનો અર્થ લખી લાવો જોઈએ. પછી પોતાને સમજણ પડી જાયને પાછી, એનો ફોડ પાડીએ ત્યારે ! તમે જ્ઞાતા છો અને આ બધું જ્ઞેય છે પણ ય કયું ? રિલેટિવ. રિલેટીવે ય જોજો અને અંદર રિયલે ય જોજો. કારણ કે આત્મા બધા રિયલ છે અને બહાર છે એ રિલેટિવ છે. બહારનો ભાગ જ્ઞેય છે, તમારા માટે અને અંદરનો ભાગ જ્ઞાતા છે. એ આપણે પહેલી વખત જ સમજાવી દઈએ છીએ. પ્રશ્નકર્તા : હા. જ્ઞાન આપીએ તે જ દિવસે. દાદાશ્રી : હવે આ જ્ઞાન બીજી જગ્યાએ હોઈ શકે નહીં. કોઈ જગ્યાએ હોઈ શકે જ નહીં. ત્રણ ગાંઠો વાળી તે ત્રણેય છોડવી પડે અને બે વાળી હોય તો બે છોડવી પડે. હું એક છોડી દઉં તો ચાલે ? પ્રશ્નકર્તા : ના, બધી છોડવી પડે. દાદાશ્રી : આ તો અક્રમ જ્ઞાની અને મહાત્માઓને, એકલાને જ, એ બધાને જ્ઞેય છે. બાકી જોનાર છે ને, એને જ્ઞેય કેમ કહેવાય ? પ્રશ્નકર્તા : જ્ઞેય એટલે જ જ્ઞાતાને જોવામાં આવે, જાણવામાં આવે. દાદાશ્રી : બીજા તો એમ જ કહે કે, એ ય જોનારો છે ને ? એને શેય કેમ કહેવાય ? જોનારોય છે ને મહીં, અજ્ઞાન દશામાં તો સામાસામી એવું જ કહે ને ? પ્રશ્નકર્તા ઃ હા. એવી જ રીતે વાત કરે. મારે શું સમજવું ? આપણે સમજવાનું છે એની વાત છે, બીજાને માટે નહીં. અજ્ઞાનીઓની વાત નથી. મારે પોતાને માટે પૂછું છું કે, હું શું સમજું શેય કે જ્ઞાતા ?
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy