SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈક છે એ દર્શન, શું છે એ જ્ઞાન ! ૩૩૭ ઉ૩૮ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) મહીં કો'ક જગ્યાએ એવું આવે, એક માણસ છરો લઈને શું કરવા પેલાની પાછળ દોડ્યો ? મારશે એને. એ છે તે શેય કહેવાય અને બીજું બધું જાય છે તે દ્રશ્ય કહેવાય. પ્રશ્નકર્તા છરો લઈને માણસ આવ્યો છે એ પહેલાં આપણે જોયું એટલે દ્રશ્ય છે, પણ એમાં વિચાર્યું કે આ શું કરવાનો હશે ? ત્યારે દ્રશ્ય ય થઈ જાય, બરાબર ? દાદાશ્રી : છરો લઈને આવ્યો ત્યારથી જ આપણો વિચાર મહીં પેસી ગયો. વિચાર પેઠો ત્યારથી એ જોય છે. અને વિચાર ના આવે ને સહેજા સહેજ એ ચાલ્યું જાય એ દ્રશ્ય બધા. પ્રશ્નકર્તા : આપણે આ ચંદુભાઈને કંઈ પણ અકળામણ થાય, મૂંઝવણ થાય છે, એને હું જોઉં છું, તો એમાં એ બે જોયું-જાણ્યું કેવી રીતે લાગુ પડે ? દાદાશ્રી : એવું તમને પોતાને પહેલી ખબર પડી એ જોયું કહેવાય. જ્યાં સુધી શું છે એ જાણે નહીં ત્યાં સુધી બધું દર્શન. એટલે જ્યાં સુધી ડિસીઝન ના આવે એ જોવું. એ જુએ છે પણ જાણતા નથી ત્યાં સુધી દર્શન. હજુ અનુભવમાં આવતું નથી કે એનો આ શું ફાયદો થયો છે અને પછી પાંચમે દહાડે કહેશે, કે આજે મને સણકા ઓછા થઈ ગયા.’ એ જ્ઞાન અનુભવ થયો માટે. દેખ્યું તે જાણ્યું, બેઉ રિલેટિવ ! પ્રશ્નકર્તા : આ બેમાં રિયલ-રિલેટિવ કયું? દેખ્યું તે રિલેટિવના આધારે જણાયું ને જાણ્યું તેય રિલેટિવના આધારે ? દાદાશ્રી : એ બન્ને રિલેટિવ. બન્ને રિલેટિવના આધારે. તે સાપેક્ષ વસ્તુ બધી રિલેટિવ. આત્મા સિવાય બીજું નિર્પેક્ષ વસ્તુ જ નથી કોઈ. બધું રિલેટિવમાં અને તે પાછું વિનાશી. પ્રશ્નકર્તા ઃ એટલે સાપેક્ષના આધારે દેખ્યું અને જાણ્યું એ તો વિનાશી થયુંને ? દાદાશ્રી : એ બધું વિનાશી. પ્રશ્નકર્તાઃ હવે આ બધું વિનાશી જે સમજ્યો તે? આવી જે સમજ થઈ એ કયું જ્ઞાન ? દાદાશ્રી : આવી સમજ થઈ એ કેવળજ્ઞાનની નજીક. એ કેવળજ્ઞાનના પક્ષમાં છે. એટલે આવી સમજથી મૂળ જ્ઞાનના, પરમેનન્ટ જ્ઞાનના, નિર્પેક્ષ જ્ઞાનના પક્ષમાં આવે. અંતે તો બધું એક જ ! પ્રશ્નકર્તા : એટલે જે દ્રષ્ટા છે એ જે જ્ઞાતા થઈ જાય છે, જ્યારે ડિસાઈડડ થઈ જાય છે ત્યારે ? દાદાશ્રી : એ જ્ઞાતા-દ્રષ્ટા બેઉ એક જ છે, પોતે. ડિસાઈડડ થાય એટલે જ્ઞાતા થયો. જ્યાં સુધી જમવાનું બધું ઢાંકેલું છે ત્યાં સુધી કંઈક છે જમવાનું એ દર્શન અને જ્યારે ખાશે ત્યારે કહે, ‘આ છે.” ડિસાઈડડ એ જ્ઞાન કહેવાય. એ “કંઈક છે” એમ લાગ્યું તે ઘડીએ પોતે દ્રષ્ટા છે અને પ્રશ્નકર્તા : તો પછી જાણવું કોને કહેવાય ? દાદાશ્રી : જાણવું, એનો અનુભવ થાય ત્યારે. બાધે ભારે હોય ત્યાં સુધી જોયું. ડિસાઈડડ થાય એટલે જાણ્યું. ઘણું ખરું જોવામાં જ હોય બધું. જાણવામાં ઓછું હોય. ડિસાઈડ થાય નહીંને બહુ. પ્રશ્નકર્તા : જાણવાનું ક્યારે થાય ? ડિસાઈડ ક્યારે થાય ? દાદાશ્રી : જાણવાનું તો અનુભવ આપણને થાય ત્યારે જાણ્યું. આપણા લોક નહીં કહેતા, ‘આ દવા ચોપડો છો કેટલા દહાડા થયા ?” ત્યારે કહે, ‘ચાર દહાડા થયા, દવા ચોપડું છું.” કેમ કંઈ... ? ત્યારે કહે, ‘હજુ કંઈ ખબર પડતી નથી. એટલે દવા ચોપડે છે. એ શું કરે છે?
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy