SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યકર્મ + ભાવકર્મ ૨૯૭ [૨.૧૩] અમારે ય એ જ હોય, કે જે સુખ હું પામ્યો છું, એ લોકો કેમ પામે એનાં માટે અમારી ભાવના હોય. અને કરુણા એ તો સહજ ભાવ છે. અને કરુણા છે તે સહજ જ હોય. એમ ને એમ, સહજ કરુણા. કો’ક ગાળ બોલે ને, તો સહજ ક્ષમા હોય. ક્ષમા એ સહજ કરુણા જ છે. એટલે કષ્ણા એ સહજ ગુણ છે અને દયા એ ભાવકર્મનું ફળ છે. અને તીર્થકરને તો ભાવકર્મ હોય જ નહીં ને, તીર્થકર થયા પછી ! ભાવકર્મ તો પહેલાં થયેલાં. આ ભાવકર્મ અમને ખરું હજુ આ આટલું, કે લોકોનું કલ્યાણ કેમ કરવું તે ! એમણે તો કલ્યાણ કરવાના ભાવ કરેલા, તે દહાડે જ છે તે આ તીર્થંકર ગોત્ર બાંધેલું. તે આ તીર્થંકર ગોત્ર ખપાવે છે ખાલી. એનું ડિસ્ચાર્જ જ થયા કરે. એટલે એમને કેવળ કરુણા ! અને નિરંતર કરુણા જ હોય. ભાવકર્મ ના હોય એમને. જ્યાં સુધી ભાવકર્મ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થાય નહીં. પ્રશ્નકર્તા : પણ કલ્યાણ ભાવનો તો ભાવ થાયને, સહુ કોઈનું કલ્યાણ થાવ. દાદાશ્રી : નહીં, એ ભાવ થાય છે એ ભાવ નથી. એ જે ભાવ કહેવાય છે, ભગવાને ચાર્જ કહેલા, એ ન્હોય. અને તે આપણે હજુ એક અવતાર-બે અવતારની વાત કરીએ છીએ ને તેની મહીં વખતે કોઈને આ ભાવ પણ પેસી જાય કલ્યાણનો, પણ તે એક-બે અવતાર પૂરતો. એટલે શું કે તીર્થકરોને એવો ભાવ થયેલો કે મને જે સુખ થયેલું, તે બીજા પામો. એ એકલો ચાર્જ છે પાછો. પણ બધાને થાય નહીં એ. બધાને તો સાધારણ ઇચ્છા હોય કે જગતનું કલ્યાણ થાય. જગતનું કલ્યાણ કરો એવો કંઈ એનો મૂળ ભાવ નથી એ. અમુક જ માણસોને હોય એવું. એવા સંજોગો ચોગરદમનાં હોય ત્યારે એવું હોય. બધાને ના હોય. એટલે આપણે તો આ જે સુખ પામ્યા છે એ સુખ પામો. એ ભાવના હોવી જોઈએ, બીજું કશું નહીં. બીજું બધું તો મફતમાં લઈને આવેલાને? બેન્કમાં મૂકેલું, તે ક્રેડીટ લઈએ છીએ. અને તેને વાપર્યા એમાં શાનું જોર કરે છે ? તો કલ્યાણમાં આપણે કોઈકને કાંઈક હિસ્સો તો લેવો જોઈએને ! નોર્મ જ્ઞાત છે તો તહીં લડે પ્રશ્નકર્તા : દાદાજી, નોકર્મ ઉપર જરા કહેજો. લોકોને હજી નોકર્મનું બહુ ખબર નથી. દાદાશ્રી : નોકર્મની ખબર કોઈને હોય નહીં ને ! પ્રશ્નકર્તા: કોઈનેય બહુ ખ્યાલ નથી. એટલે આજે જરા એનું વિસ્તારથી કહેજો પાછું, આજના સત્સંગમાં. દાદાશ્રી : નોકર્મ એટલે તમે આત્મા છો, તો આ કર્મ તમને અડતાં નથી અને તમે ચંદુભાઈ છો તો આ કર્મ તમને અડે છે, એનું નામ નોકર્મ. પ્રશ્નકર્તા: આ નોકર્મ શબ્દ કેવી રીતે કાઢ્યો હશે ? ‘ના’ શબ્દ કેમ વાપર્યો ? દાદાશ્રી : No No (એન ઓ નો) એવું નહીં. જો તમને જ્ઞાન છે તો તમને નહીં અડે અને જ્ઞાન નહીં હોય તો તમને અડશે. માટે નહીં જેવા છે. છે ય ખરાં અને નથી ય ખરાં, તેથી નોકર્મ એને કહ્યું. પ્રશ્નકર્તા : એટલે બે સંભાવનાઓ છે એની અંદર.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy