SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય કર્મ + ભાવકર્મ ૨૭૯ ૨૮૦ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) ભાવકર્મ કોણ કરે છે ? દાદાશ્રી : એ તો એવું છે ને, ભાવકર્મ એ વસ્તુસ્થિતિમાં આત્માની જ શક્તિ છે. એ આત્માની બિલિફ ચેન્જ થાય છે. એની બિલિફ જ, જ્ઞાનને કશું થતું નથી. બિલિફને જ થાય છે. રહે. એટલે આ સેલમાં પાવર વપરાઈ જાયને પછી સેલ ખાલી. વ્યતિરેક ગુણથી આ પાવર ઊભો થયો છે. આને વ્યવહાર આત્મા કહેવાય. ખરેખર આત્મા નથી, પ્રતિષ્ઠિત આત્મા છે. પ્રશ્નકર્તા : એ જે મૂળભૂત બે ભેગા રહે છે. એ પોતાનાં ગુણ સ્વભાવ છોડતાં નથી ? દાદાશ્રી : લેવા-દેવા જ નથી. કશું જ લેવા-દેવા નથી. જો કદી ક્રોધ-માન-માયા-લોભ ઊભા ન થતાં હોય ને તો આત્મા મહીં રહેત અને ઈન્દ્રિયો મહીં ખાયા કરત નિરાંતે, ખાવા-પીવાનું બધું ય ચાલત. પણ આ વ્યતિરેક ગુણો ઉત્પન્ન થઈ ગયા છે. એમાં ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થઈ ગયા છે. ‘હું ચંદુભાઈ છું” એ માની અને જે કરવામાં આવે એ બધાં ભાવકર્મ છે. એટલે કર્મ બંધાયાં. અને ‘હું શુદ્ધાત્મા છું' એ સ્વભાવ. આમાં આત્મા સ્વભાવમાં છે. પણ ભાવકર્મ એટલે વિભાવમાં, એટલે ‘હું ચંદુભાઈ છું' એ વિભાવકર્મ, એ જ ભાવકર્મ. ઊંધું દેખાય તે બધા ભાવકર્મ કહેવાય. છતું દેખાય એ સ્વભાવકર્મ કહેવાય. એટલે ભાવ વસ્તુ એમાંથી ઊંધું દેખાય એટલે બધા ભાવકર્મ ઉત્પન્ન થાય. ‘આ કરું ને તે કરું ને ફલાણું કરું” એ બધા ભાવકર્મ. પ્રશ્નકર્તા : એ જે ભાવકર્મ થાય, આ કરું ને તે કરું, એ ભાવો ચાર્જ ભાવ કે ડિસ્ચાર્જ ભાવ ? દાદાશ્રી : એ તો જ્ઞાન લીધા પછી ડિસ્ચાર્જ ભાવો. બીજાં બધાંને તો એ ચાર્જ જ ભાવ છે ને ! ‘હું કરું છું” એ જ ચાર્જ ભાવ. હા, નાટકીય ‘હું એ વાત જુદી છે. એ તો કો'ક જ હોયને, નાટકીય ‘હું'વાળો. બાકી ‘કરું છું એ ચાર્જ બધું. લોકો આ કરે છેને બધું, વેપાર ચલાવે છે એ બધું, પૈસા કમાય છે, એ ‘હું કરું છું’ એ જ ભાવકર્મ છે. સંજોગોતા દબાણથી બદલાઈ બિલિફ! પ્રશ્નકર્તા : ભાવકર્મ કોને થાય છે, એ જરા સમજવું છે. આ હવે ભાવકર્મ કેમ થાય છે ? ત્યારે કહે, આત્મા તો જોઈ-જાણી શકે એવો છે. પણ આ સમસરણ માર્ગમાં બધા સંજોગો જે ભેગા થયા, એ બધી જ વસ્તુઓ, તેને લઈને પડદા, આંખો પર પાટા બંધાય છે. (ઓરિજિનલ મૂળ દ્રવ્યકર્મ) આ આઠ કર્મમાંથી ચાર કર્મના આંખે પાટા બાંધ્યા છે અને બીજા જે ચાર કર્મ આમ દેહથી ભોગવવાનાં. દ્રવ્યકર્મ એ ચાર કર્મના પાટા બંધાય છે ને તેને લીધે બધું ઊંધું દેખાય છે ને બધું ઊંધું ચાલ્યા કરે છે. પોતાની જાતને માને છે ઊંધું એ ભાવકર્મ. એ જ્ઞાન આપીએ એટલે પાટા નીકળી જાય. પછી પાછું સીધું ચાલે. પણ એ ભાવકર્મનો કર્તા કોણ છે ખરેખર ? ત્યારે કહે, અહંકાર. જે ભોગવે છે તે. આત્મા આમાં ભોગવતો નથી. કેટલાંક લોકો કહે છે, આત્માએ ભાવકર્મ કર્યું. એ આત્મા ને ભાવકર્મને, જગત એની મેળે પોતાની ભાષામાં સમજી જાય તો એનો ઉકેલ આવે એવો નથી. વીતરાગોની ભાષામાં સમજવું પડશે. અને જો કદી ભાવકર્મ એ છે કે જો આત્માનો ગુણ હોય તો પછી કાયમનો રહેશે. તમને સમજાય એ વાત ? હવે એ ભાવકર્મ શું છે ? બે વસ્તુઓ, વસ્તુ હંમેશાં અવિનાશી હોય, તીર્થંકરોએ વસ્તુ કહી એને, બે અવિનાશી વસ્તુનો (જડ અને ચેતનનો) સંયોગ ભેગો થાય ત્યારે વિશેષ ગુણો ઉત્પન્ન થાય. પોતાના ગુણધર્મ તો છે જ બેઉના અને પછી વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થાય. જેને વિભાવ કહે છે આપણાં લોકો, એ પોતાની ભાષામાં લોક વિરુદ્ધભાવ સમજે છે ને વિરુદ્ધભાવ ઉત્પન્ન થયો આ આત્માનો, એવું કહે છે. એટલે આત્માને સંસારભાવ ઉત્પન્ન થયો, કહે છે. અલ્યા, આત્માને સંસારભાવ ઉત્પન્ન
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy