SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ઘાતી-અઘાતી કર્મ ગાયકવાડ સરકાર છું.' કંઈ એ નવી જ જાતનું બોલે. એટલે તે ઘડીએ અમલ પેલા દારૂનો હોય. એવું અહીં અમલ અજ્ઞાનનો થાય છે. પ્રશ્નકર્તા : કારણ કે આ ચારેય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય એ અજ્ઞાનતાના કારણો છે. ૨૬૧ દાદાશ્રી : નહીં, એ જ સ્વરૂપનાં અજ્ઞાનને લઈને એ આવરણ આવ્યું છે અને સ્વરૂપનાં ભાનને લઈને આવરણ તૂટી જાય છે. મહાવીર ભગવાનને ય ડિસ્ચાર્જ કર્મ હતાં. એમને આ ચાર ઘાતીકર્મ નાશ થઈ ગયા ત્યારે કેવળજ્ઞાન થયું. અમુક અંશે નાશ થાય એટલે આત્મજ્ઞાન થાય. સંપૂર્ણ નાશ થાય એટલે કેવળજ્ઞાન થાય, છતાં પેલાં ચાર અઘાતી હોય. ને ? કંઈ ? મૂળમાં મોહતીય ! પ્રશ્નકર્તા : રોંગ બિલિફ અને આ ચાર ઘાતી કર્મોને સંબંધ ખરો દાદાશ્રી : દર્શનાવરણકર્મ, એનું નામ રોંગ બિલિફ. પ્રશ્નકર્તા : રોંગ બિલિફ એટલે દર્શનાવરણ, તો જ્ઞાનાવરણ માટે દાદાશ્રી : દર્શનાવરણથી જ્ઞાનાવરણ ઊભું થાય. પ્રશ્નકર્તા ઃ દર્શનાવરણ એમાં એકચ્યુલી શું હોય છે ? એટલે મૂળ વસ્તુનું દર્શન આવરાયેલું છે ? દાદાશ્રી : દર્શન આવરાયું એટલે પછી રોંગ બિલિફ બેઠી. રાઈટ બિલિફ હતી તેને બદલે રોંગ બિલિફ બેઠી. પ્રશ્નકર્તા : અને રોંગ બિલિફથી પાછું દર્શન આવરતું જાય, એવું પણ ખરું ને ? ૨૬૨ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : પછી આવરણ વધતું જાય. પ્રશ્નકર્તા : આ ચારેય કર્યો છે. આ દર્શનાવરણકર્મ, જ્ઞાનાવરણકર્મ, મોહનીય અને અંતરાય, એની કંઈ લીંક હોય છે આમ ? અનુસંધાન હોય છે એકબીજાનું ? દાદાશ્રી : અનુસંધાનથી જ છે. બધું એક જ છે. પણ આ તો જુદું આપ્યું લોકોને સમજણ પાડવા માટે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે આમ ? એનું અનુસંધાન કેવી રીતે છે ? દાદાશ્રી : બધું મોહનીયમાં જ છે આ. આઠેય કર્મો મોહનીયને લીધે થાય છે. બધું મોહનીયમાં, એક શબ્દ જ હોય તો ચાલે. પ્રશ્નકર્તા : આનું અનુસંધાન આમ શું હોય છે ? દાદાશ્રી : સૌથી પહેલું મોહનીય આવે. મોહનીયમાં બધું સમાઈ જાય. મોહનીય જ બધું ઊભું થયું. મોહનીય એટલે સોનાને સોનારૂપે નહીં જોતાં, બીજી રીતે જુએ તે. એટલે મૂળ આત્માને આત્મારૂપે નહીં જોતાં, એટલે જેવું છે તેના બદલે અવળું જ દેખાય છે. પ્રશ્નકર્તા : આ જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને પેલાં ચાર કષાયો, એનું અનુસંધાન છે ને આમ ? દાદાશ્રી : આ જ કષાયો એ તો. વધુ ફોડ પાડવા માટે સમજાવવા માટે નામ પાડે. બીજું શું ? ક્રોધ-માન બધાં મોહનાં છોકરાં ! તેથી અમે દર્શનમોહ કાપી નાખીએ, ચારિત્રમોહ રહી ગયું, બસ. પ્રશ્નકર્તા ઃ પેલું દર્શનાવરણ-જ્ઞાનાવરણથી આ દર્શન ગુણ આવરાયો. જ્ઞાનગુણ આવરાયો અને અવ્યાબાધ સુખ આવરાયું. ગુણ આવરાઈ જવાં અને આવરણો એ કેવી રીતે હોય છે બધું ? દાદાશ્રી : આ આઠેય કર્મ મોહનીયરૂપે છે. મોહનીય ગયું તો બધું ય ગયું.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy