SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય કર્મ ૨૪૯ ૨૫૦ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) સંકેલી જાય. દાદાશ્રી : એ તો દીવા જેવી ચોખ્ખી વાત જ છે. પણ આયુષ્યનો ઋણાનુબંધ એટલે શું કે તમે જેટલું બીજાને દુ:ખ દીધું હોય એટલું તમારું આયુષ્ય ઘટે. બધાને સુખ આપો તો આયુષ્ય વધે. પછી ઋણાનુબંધ એ પ્રમાણે બંધાઈ જાય. આમ દેખાવમાં હોય ઋણાનુબંધ પણ સૂક્ષ્મ વસ્તુ જુદી હોય છે. માતૃભાવવાળાતું આયુષ્ય લાંબું ! પ્રશ્નકર્તા: દાદા, આયુષ્યકર્મ માટે કેવા ભાવો હોય કે જેથી લાંબુ આયુષ્ય હોય ? આયુષ્ય માટે કઈ જાતના કર્મો હોય કે જેથી આયુષ્ય લાંબું હોય અને ટૂંકું હોય ? દાદાશ્રી : આયુષ્યકર્મને માટે તો માતૃભાવ ઓછો હોય એટલે આયુષ્યકર્મ તૂટી જાય. માતૃભાવ જોઈએ બધા માટે. કોઈને દુઃખ થાય એ ગમે નહીં, કોઈને દુઃખ થાય તો મદદ કરવા દોડે. પ્રશ્નકર્તા : પુરુષોને પણ એવું હોય વાત્સલ્ય ભાવ ? દાદાશ્રી : હા, હોયને, બહુ હોય. પ્રશ્નકર્તા અને જેમ વાત્સલ્ય ભાવ વધારે તેમ બીજા ભવમાં લાંબુ આયુષ્ય હોય ? દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : પણ આ આયુષ્યકર્મ જે છે એ શાનાં ઉપરથી ફીક્સ થાય છે ? દાદાશ્રી : આયુષ્યકર્મ એ તમે લોકોનાં આયુષ્યને જેટલું નુકશાન કરો છો, જીવમાત્રનાં આયુષ્યનું તમે જેટલું નુકસાન કરો છે, એ તમારા આયુષ્યને જ નુકસાન કરી રહ્યા છો. પ્રશ્નકર્તા: તો ખાટકીઓ તરત મરી જવા જોઈએ પણ ખાટકીઓ તો લાંબું જીવે છે. દાદાશ્રી : ખાટકી ગુનેગાર હોતાં જ નથી. ખાટકીને તો એનાં બાપનો ધંધો છે. ખાનાર ગુનેગાર છે. પ્રશ્નકર્તા : પણ મારું માનવું એવું છે કે આયુષ્ય ઋણાનુબંધ પ્રમાણે થાય છે. અમુક ફેમીલી જોડે ઋણાનુબંધ પૂરું થાય એટલે ત્યાંથી માયા
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy