SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય કર્મ ૨૪૧ ૨૪૨ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : નિશ્ચિત વગર તો થાય નહીં. મુખ્ય સમય નિશ્ચિત અને એ સમયે જે સ્થાન પ્રાપ્ત થાય તે સ્થાનને.. પ્રશ્નકર્તા ઃ આ નક્કી કોણ કરે ? દાદાશ્રી : નક્કી કરનાર, કોઈના હાથમાં જ નથી આ. આ પરિણામ છે. પરિણામમાં નક્કી કરવાનું હોય નહીં. રિઝલ્ટમાં નક્કી કરવાનું હોય ? પ્રશ્નકર્તા : એટલે આપણા આગલાં કર્મો હોય એ પ્રમાણે નક્કી થઈને આવે છે ? દાદાશ્રી : આપણે જે કર્મો છે ને, એનું સરવૈયું નીકળે છે. પ્રશ્નકર્તા : શરીરનાં દ્રવ્યકર્મો કેટલાં ભોગવવાના બાકી રહ્યા, તે જાણી શકાય ખરાં ? આયુષ્ય આવું થઈ જાય તો પૂર્વબંધનો સિદ્ધાંત ઊડી જાય છે ? દાદાશ્રી : નહીં, આયુષ્યનો એટલે વર્ષોના બંધ નથી, આટલાં શ્વાસોશ્વાસનો નિયમ છે. આ ગણતરીબાજોએ શું શોધખોળ કરી ? આટલા કરોડ, આટલા અબજ શ્વાસોશ્વાસ છે એ એનું આયુષ્ય અને એના ઉપરથી દરરોજ એક તંદુરસ્ત માણસના આટલા શ્વાસોશ્વાસ વપરાય. તંદુરસ્ત માણસના, એબોવ નોર્મલ નહીં, બિલો નોર્મલ નહીં એવા માણસના આટલા શ્વાસોશ્વાસ વપરાય છે તે હિસાબે આ વર્ષો કાઢીને મૂકેલા. તે શ્વાસોશ્વાસરૂપી આયુષ્ય એ નક્કી જ છે. એ શ્વાસોશ્વાસ ફ્રેકચર કરવા એનાં હાથમાં છે. વર્ષો આઘાપાછાં થાય. એ શ્વાસોશ્વાસ વધારે વપરાઈ જાય એવાં કર્મ કરવાથી, વર્ષો ઓછાં થતાં જાય. અને શ્વાસોશ્વાસ ઓછાં વપરાય એવાં કર્મ કરવાથી વધારે વર્ષો જીવી શકે. પ્રશ્નકર્તા : આ આયુષ્યનું પ્રમાણ જે શ્વાસોશ્વાસ ઉપર છે એમ કહ્યું, તો સેકન્ડમાં આટલા શ્વાસોશ્વાસ થાય છે તો એ ઓછા-વધતાં કોઈ કરી શકે ? દાદાશ્રી : હા, શ્વાસોશ્વાસ છે તે વધારેમાં વધારે વપરાય, પરસ્ત્રી ગમનમાં. એટલે એક જ ફેરો પરસ્ત્રીગમન તો વર્ષ દહાડાનું આયુષ્ય વપરાય જાય. દાદાશ્રી : આ જેટલા કાળા વાળ જતા રહ્યાં, એ ફરી આવવાના નહીં હવે. એ બધાં ભોગવાઈ ગયા. હવે આ ધોળા છે તે બાકી રહ્યાં છે, તે ભોગવાઈ જશે એટલે જતાં રહેશે. આ દાંત ધીમે ધીમે ભોગવાઈ ગયા, આંખો ભોગવાઈ જાય છે, કાન ભોગવાઈ જાય છે, બધું ભોગવાઈ જાય છે. શરીર ભોગવે ધીમે ધીમે, ચામડી લટકતી થશે એમ કરતું કરતું આ મીણબત્તી ખલાસ થઈ જશે. આયુષ્ય શ્વાસોશ્વાસને આધીત ! એ બધું આયુષ્ય છે તે વર્ષો ઉપર નથી. આયુષ્ય શ્વાસોશ્વાસ ઉપર છે. આ તો વરસો કેલક્યુલેશનથી માંડેલું છે. આ લોકોએ કે સામાન્ય માણસને આટલાં શ્વાસોશ્વાસ હોય, એનાં ઉપરથી કેલક્યુલેશન માંડીને આ વરસો કાઢેલાં છે. એ શ્વાસોશ્વાસ તમે જેવાં દુરુપયોગ કરો, જો ચોરી કરો તો શ્વાસ વધારે વપરાઈ જાય ને કુચારિત્રમાં બહુ જ આયુષ્ય વપરાઈ જાય. અહીં છે તો શ્વાસોશ્વાસ ઓછાં વપરાય ને, તો અહીં વધુ ટાઈમ જીવે એ. પ્રશ્નકર્તા : આયુષ્યનો બંધ તો જીવ બાંધીને જ જન્મે છે ને ? તો અણહક્કનો વિષય તો જયારથી ભોગવવાનો મનમાં વિચાર આવ્યો ને ત્યાંથી બધા સંજોગ બાઝયા તો મહીં તરફડાટ ઉત્પન્ન થાય, તે આયુષ્ય સપાટાબંધ ચાલી સડસડાટ ગરગડી ઉકલી જાય. સેકન્ડ નંબરે હક્કનો વિષય ભોગવે તો ય શ્વાસોશ્વાસ વપરાઈ જાય છે. પછી ક્રોધમાં બહુ જબરજસ્ત વપરાઈ જાય અને એના સામું છે તે નિર્વિષય થયો હોય કે પોતાના સ્ત્રી પૂરતું એક જ હોય ને લિમિટેડ હોય તો અને ક્રોધ ના કરતો હોય ને ઠંડા સ્વભાવનો હોય તો વર્ષો વધી જાય. લોભથી આયુષ્ય ઘટે નહીં. લોભથી વધે લોભિયો વિષથી ઓછો હોય, મૂઓ ! એને પૈસાની વાત આવી કે કાન તૈયાર ! વર્ષોની વધ-ઘટ થાય છે. આયુષ્ય ફેરફાર થતું નથી. આયુષ્ય તે શ્વાસોશ્વાસ ઉપર આધાર રાખે છે.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy