SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ગોત્રકર્મ હોય. લોકોને બીવડાવે છે તે વિકારી માણસ તરીકે.... પ્રશ્નકર્તા : ઓળખાતા હોય. દાદાશ્રી : હા, એ લોકપૂજ્ય ના ગણાય. એટલે મોરલ બાઈન્ડીંગ હોવું જોઈએ. એટલે એ લોકપૂજ્ય. અત્યારે અમે લોકપૂજ્યનો અર્થ મોટો કર્યો, નહીં તો તો લોકપૂજ્ય અત્યારે ગણાય નહીં ને, માણસ હોય નહીં એવો ! એટલે સહેલું કર્યું. જે લોકનિંદ્ય નથી ગણાતા એ ય લોકપૂજ્ય છે અત્યારે. ૨૩૩ દર્શતથી જ બંધાયું તીર્થંકર ગોત્ર ! પ્રશ્નકર્તા : અત્યારે કયા કર્મો એવાં છે કે જેથી કરીને આ નામકર્મ કહેવાય કે આ ગોત્રકર્મ કહેવાય ? દાદાશ્રી : આપણે અહીંયા દાન આપીએ એ બધું આ સત્કર્મ કરે છે ને ? એ બધું નામકર્મમાં જાય. અને ભાવથી લોકોનું કલ્યાણ કરવાનું હોય તો ગોત્રકર્મ કહેવાય. શ્રેણિક રાજાને મહાવીર ભગવાનનાં ફક્ત દર્શન કરવાથી એમને તીર્થંકર ગોત્ર બંધાય છે અને એ જ ભગવાન મહાવીર પાસે આવીને અનંત અવતારી થયેલાં એવાં ય જીવો છે ! કારણ કે ભગવાનનાં દર્શન કરતાં જે મશીન અવળું ફર્યું, તે અનંત અવતાર થયા ! એ શ્રેણિક રાજા, પદ્મનાભ નામનાં આવતી ચોવીશીમાં પહેલાં તીર્થંકર થશે ! ખાલી ભગવાનનાં દર્શનથી જ ! હવે તે ઘડીએ દર્શન તો બધાં બહુ લોક કરે છે ને ! પણ ના, શ્રેણિક રાજાને પૂર્વે કોઈ ગુરુ મહારાજે એમને જે દ્રષ્ટિ આપી હતી ને, એ દ્રષ્ટિ અને આ દર્શન બે ભેગું થયું તે તરત જ તીર્થંકર ગોત્ર બંધાયું ! ܀܀܀܀܀ [૨૯] આયુષ્યર્મ દેહમાં બાંધી રાખે તે આયુષ્યકર્મ ! એ મીણબત્તીમાં કેટલામું થયું ? પ્રશ્નકર્તા : સાતમું. દાદાશ્રી : હવે એક આઠમું રહ્યું. મીણબત્તી ખલાસ થવાની છે એવું નક્કી એવું તમે જાણો ?! સળગાવ્યા પછી તમે જાણો ને આ ખલાસ થઈ જશે ! પ્રશ્નકર્તા : હા, ખલાસ થવાની જ એ તો. દાદાશ્રી : શી રીતે તમે જાણો ખલાસ થઈ જશે ? પ્રશ્નકર્તા : આ ધીરે ધીરે આ ઓછી થતી જાય છે. દાદાશ્રી : ધીરે ધીરે ઓછી થતી જાય છે માટે આ ખલાસ થશે. એવી રીતે આ આયુષ્ય પણ જવાનીમાં જે હતું, તે ધીમે ધીમે હૈં કરચલીઓ પડતું પડતું પડતું આ ખલાસ થવા માટે જઈ રહ્યું છે. એ આયુષ્યકર્મ છે. હવે દ્રવ્યકર્મ શું કહેવાય ? આ શરીરમાં આયુષ્યકર્મ જે છે એ દ્રવ્યકર્મ કહેવાય. આ બધાં કર્મને અમુક કાળ સુધી ખસવાં જ ના દે. આ
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy