SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મ ૨૧૯ ૨૨૦ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) સાધુ હોય તો સાધુપણામાં જબરજસ્ત આકાંક્ષાવાળો અને સંસારમાં હોય તો સંસારમાં આકાંક્ષા. પણ તેના માટે આવડાં આવડાં મોટાં કાન હોય મૂઆના અને આપણાં તીર્થંકરોનાં આવડો આવડાં મોટાં કાન હોય. એવાં માણસ જ ક્યાંથી લાવે ? અત્યારે તો આવડાં આવડાં નાનાં. મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે તો એનું ફાઉન્ડેશન કરતો હોય. હં... બહુ જબરો હોય. જે લાઈનમાં હોય તે લાઈનમાં મહત્વાકાંક્ષી. ધર્મમાં હોય તો ધર્મમાં મહત્વાકાંક્ષી અને સંસારમાં હોય તો સંસારમાં મહત્વાકાંક્ષી. પ્રશ્નકર્તા : એ સમજાવોને. ફાઉન્ડેશન કેવી રીતે મજબૂત કરે ? દાદાશ્રી : હા, પણ ધર્મમાં હોય તો ધર્મમાં કરે ને પેલામાં સંસારમાં સંસારનું કરે. ધર્મમાં હોય તો હેય, એ સવારના પહોરમાં તો પાંચ-સાત સાધુઓના દર્શન કરી આવે, ફલાણું કરી આવે, પાંચ-દસ જગ્યાએ દેરાસરમાં દર્શન કરી આવે, આમ કરી આવે, તેમ કરી આવે બીજું બધું, બધી રીતે બહુ જબરો હોય એ તો. ફાઉન્ડેશન બધાં મજબૂત કરે, પછી ચણાયા કરે દહાડે અને છેવટે કરે એ તૈયાર. બીજાં કેટલાંકના કાન મોટાં હોય છે ને, એ બધા વ્યવહારમાં ચોક્કસ બહુ. મોજશોખ કરવો ને આનંદ કરવો ને મજા કરવી ને એટલા માટે પૈસા ભેગા કરવા, સંસારનાં સુખ ભોગવવા. આ બધી કેટલી જાતની મહીં ઇચ્છાઓ હોય ! અંગ-ઉપાંગ બધા બહુ આમ એક્ઝક્ટ ફીટનેસ લાવે એવું. ગમ્યું ના હોય. ગમ્યું હોતું હશે ? આ કેવી વીતરાગોની વાત છે આ ! ડહાપણવાળી વાત !! પછી આ શરીર છે નામરૂપ તે ય દ્રવ્યકર્મ પણ આનો વાંધો નથી શરીરનો. પેલું ઊડી જવું જોઈએ. જે ઊંધું દેખાય છે ને, તેના આધારે આ બધું ઊભું થાય છે એટલે રૂટ કોઝ ઊડી જવું જોઈએ. પ્રશ્નકર્તા : આ ભ્રાંતિની શરૂઆત નામકર્મથી થાય છે, દાદા ? દાદાશ્રી : નામકર્મથી ભ્રાંતિની શરૂઆત થાય છે. નામ પડે ત્યારથી ભ્રાંતિની શરૂઆત થઈ ગઈ. કંઈ પણ નામ પડ્યું કે લીલ, ગુલાબ ત્યારથી ભ્રાંતિની શરૂઆત થઈ ગઈ. મહાવીર ભગવાત તું ક્યું નામકર્મ છે પ્રશ્નકર્તા : બહુ સ્ટ્રોંગલી એવું કહે છે કે સારું ગોત્ર મળવું, સારી કીર્તિ મળવી, સારું શરીર મળવું. વેદનીય પણ પૂર્વજન્મના કર્મો હોય તો જ મળે છે. પૂર્વજન્મના નામકર્મ હોય તો જ મળે છે, એ વિના મળતું નથી. દાદાશ્રી : ના મળે. નામ, ગોત્ર, આ લક્ષણ સારાં મહીં હોય તો. છપ્પન પ્રકારનાં લક્ષણ તે બધા પ્રકારનાં લક્ષણ સારાં છે. અને તીર્થંકરની તો વાત જ નહીં. તીર્થંકર નામકર્મ વધારાનું. તીર્થંકર નામકર્મ અને ગોત્રકર્મ બેઉમાં આવે. મહાવીરને કેવું નામકર્મ હશે ! હવે બહુ દેખાવડા. જોતાં જ આપણું દિલ ઠરી જાય. ખાલી જોવાથી જ દિલ ઠરી જાય. કંઈ હીરાનાં હતાં ? હીરાની જોડે દિલ ઠરતું નથી. આવડો મોટો હીરો દેખીએ તો થોડીવાર જોવાનું મન થાય ને પછી કશુંય નહીં. આ તો મન આપણું તૂટે જ નહીં કોઈ દહાડોય. જો જો જ કરવાનું મન થાય. એની લાવણ્યતા એટલી બધી, સુંદરતા ! તીર્થકર એમ ને એમ થતાં હશે કંઈ ? આખી દુનિયાનું નૂર આ કાળમાં કાન અને નાક જોવા જેવો નથી. કાને ય આવડાં આવડાં ચોંટાડેલા હોય ને નાકેય આવડા આવડાં ચોંટાડેલા હોય. ડાહ્યા થાય, અહીં આગળ વળે એટલે આપણે જાણીએ બહુ સારું, બા. પ્રશ્નકર્તા: કોઇનું મોટું જોઇને આપ બધો એનો પૂરેપૂરો સ્ટડી કરે તો ખબર પડી જાય ? દાદાશ્રી : ના, આપણે ક્યાં જોવા ફરીએ આ બધું. આ કાળનાં લોકોનાં મોઢાં જોવા જેવા છે નહીં.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy