SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરાયકર્મ ૧૯૭ ૧૮ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : નિશ્ચય જોઈએ, ઈચ્છાનો સવાલ ક્યાં આવ્યો ? પ્રશ્નકર્તા: એ નિશ્ચય અને ઈચ્છામાં શું ફેર એ જરા સમજાવો ને ! દાદાશ્રી : બહુ ફેર. ઈચ્છા એટલે તો પોતાની ગમતી વસ્તુ અને નિશ્ચય તો એક્કેક્ટનેસ છે. અનિચ્છા એ ના ગમતી વસ્તુ, ઈચ્છા એ ગમતી વસ્તુ. અને નિશ્ચયને ને એને કશું લેવા-દેવા નથી. નિશ્ચય તો નિર્ધાર કર્યો આપણે. પ્રશ્નકર્તા : નિશ્ચય અને ઈચ્છાના દાખલા સાથે સમજાવો ને ! દાદાશ્રી : એમાં શાના દાખલા તે ? મનગમતી વસ્તુ, આપણે કેળા લેવા જવું હોય તો ઈચ્છા કરવી પડે. કોઈ કાર્ય કરવું હોય તો નિશ્ચય કરવો પડે. અનઈચ્છાવાળી ચીજ લેવા જતાં કેટલો સ્પીડી ચાલે એ માણસ ? પ્રશ્નકર્તા : બેસી જ જાય. દાદાશ્રી : અને ઈચ્છાવાળી ? પ્રશ્નકર્તા : દોડે. દાદાશ્રી : અને નિશ્ચય એ બેથી પર હોય. પ્રશ્નકર્તા: એટલે દાદા, આપ જે કહો છો કે પાંચ આજ્ઞા પાળવાનો નિશ્ચય કરવો જોઈએ. બંધ આંખે મોટરો ચલાવો ને બધી ! તો ખરું. આ રોડ ઉપર બંધ આંખે મોટરો ચલાવે તો શું વાંધો આવે ? વ્યવસ્થિત છે ને ? પ્રશ્નકર્તા : તો ઍક્સિડન્ટ થાય. દાદાશ્રી : ત્યારે આમાં, આ એક્સિડન્ટ ના થાય ? વ્યવસ્થિત ક્યારે કહેવાનું કે ખુલ્લી આંખે ગાડી ચલાવવાની અને પછી અથડાય, એનું કંઈ નુકસાન થાય ત્યારે વ્યવસ્થિત કહેવાનું. વાત તો સમજવી પડશે ને ! આમ ને આમ ચાલતું હશે ? પ્રશ્નકર્તા : આ તો દરેક વસ્તુમાં આવી શકે કે નિશ્ચયબળ હોય તો અંતરાય તૂટી જ જાય. દાદાશ્રી : હંઅ, નિશ્ચયબળ મોક્ષે લઈ જાય. અને અનિશ્ચય તેનાથી જ આ બધું અટક્યું છે. પ્રશ્નકર્તા: અનિશ્ચય અને અનિર્ણય, બે એક જ ને ? દાદાશ્રી : એક જ. પણ અનિશ્ચયનું જોર વધારે છે. પ્રશ્નકર્તા : એટલે ટુ બી ઓર નોટ ટુ બી, એના જેવું છે. દ્વિધા જ ઉત્પન્ન થાય. દાદાશ્રી: દ્વિધા ઉત્પન્ન થાય તો કશું ભલીવાર જ ના હોય એમાં. એ તો નિશ્ચય કે મારે જવું જ છે સવારમાં, તો એ ચાલ્યો જાણીને ! પ્રશ્નકર્તા એટલે એવો નિશ્ચય કર્યો તો અહંકાર કર્યો ના કહેવાય ? દાદાશ્રી : અહંકાર રહ્યો જ નહીં, પછી કરવાનો ક્યાં રહ્યો ? અને જે હશે તે ડિસ્ચાર્જ અહંકાર છે. એટલે અહંકાર સિલ્લકમાં જ નહીં તો પછી એ વપરાય ક્યાંથી ? પ્રશ્નકર્તા : નિશ્ચય એ ફરજિયાત ? દાદાશ્રી : ના, ફરજિયાત નથી. ફરજિયાત તો જુદું બધું. નિશ્ચય દાદાશ્રી : બસ, નિશ્ચય કરવો જોઈએ. એટલે એની મેળે પળાઈ જ જશે. નિશ્ચય તમારો જોઈએ. એને ઢીલું મૂકો તો પછી ઢીલું. તમે કહો કે ભઈ, દાદા પાસે અમારે જવું છે. ત્યારે કહે, ગમે તેટલાં અંતરાય હશે એ તૂટી જશે, નિશ્ચય કર્યો તો અને ‘વ્યવસ્થિત છે ને’ કહેશે તો પછી બગડી જાય. પ્રશ્નકર્તા : હા, એવું અનુભવ્યું છે. દાદાશ્રી : વ્યવસ્થિત આવું ના કહેવાય. વ્યવસ્થિત હોય તો પછી
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy