SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરાયકર્મ ૧૬૯ હોય ને ?! આ સાધના કરી છે, તે ધ્યાન એનું રહ્યા કરે. સ્ત્રીઓને આ ધ્યાન ના રહે. એ તો ઉઘરાણી કરીને પછી આવી ને કશુંય નહીં. અને આ તો અક્કલવાળાને ? ઈમોશનલ. પેલી મોશનવાળી આ પછી અહીં આગળ છે તે પાછો સાડા ત્રણ વાગે વહેલો વહેલો નીકળે. ‘હવે સાડા ત્રણ થવા આવ્યા છે, હવે દસ મિનિટમાં હું ત્યાં પહોંચી જઈશ.’ એટલે એ એની જાગૃતિમાં હોય. અને બઈએ પેલાને કહ્યું હોય કે પેલાં આવ્યા’તા. ત્યારે કહે, સારું છોને આવ્યા, કશો વાંધો નહીં. તે પેલા છે તે કહે છે, આજ તો મારે બહુ ઉતાવળ છે ને તે આવું કહ્યું, તે એમને કહેજે, ફરી આવે કાલે. અને એ સવા ત્રણે નીકળી ગયો હોય. અને આ શેઠ પછી જો અકળાયા કરે. આને મેં ક્યાં ધીર્યા, આને મેં ક્યાં ધીર્યા!! ત્યારે કહે છે કે ‘ભઈ, એનો દોષ છે ?’ ત્યારે કહે, ‘ના બા. તે અંતરાય પાડ્યા છે ને, એનો આ દોષ છે. તેં લોકોનામાં અંતરાય પાડ્યા છે તેનો આ દોષ, એનો દોષ નથી. તારા અંતરાય પૂરા થશે, ત્યારે એ પાંસરા થઈ જશે.’ એટલે આપણે ઈચ્છાપૂર્વકનું ખાવા-પીવાનું બધું, મહીં આત્મા છે, જે ઈચ્છા થાય તે સામી આવે. તેને બદલે જો પ્રયત્ન કરે છે તો ય રાગે પડતું નથી. અને ઉપરથી કો'ક દહાડો પેલો ઝઘડો કરે તે જુદો. ‘શું ધક્કા ખા ખા કરો છો રોજ રોજ, આ પૈસા કંઈ જતા રહેવાનાં છે ?” તે પેલો અકળાય. પછી કહે, ‘હવે આવું બોલે છે ઉપરથી. આવ્યા ને ઉપરથી !’ આ તારો જ દોષ છે. એનો દોષ નથી. એ જે કહે છે તે, આ તારો પડઘો છે. આ પ્રોજેક્ટ તે કર્યું છે, તે જ છે આ પ્રોજેક્ટ. એવું તમને કંઈ અનુભવ થયેલો કોઈ કશો ? પોતે બ્રહ્માંડતો માલિક છતાં... આ તો બધાં અંતરાય છે નહીં તો તમે આખા બ્રહ્માંડના માલિક છો. ત્યારે કહે છે, કેમ અનુભવ નથી ? બધા અંતરાય છૂટી ગયા તો તમે માલિક તો છો જ. અંતરાય કોણે ઊભા કર્યા ? ભગવાન મહાવીરે ? ત્યારે કહે, ના, તેં જ જાતે. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સીબલ ફોર યોર લાઈફ.’ પોતે ને પોતે ઊભા કર્યા છે. જરા ઝીણવટથી ચાલીએ તો પછી આપણું ગાડું કેમ નભે ? અહીં આગળ અંતરાય કહે છે, કે આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) ઝીણવટનો હિસાબ ગોઠવી દો. આ ભઈને જાડું નહીં ફાવે, કહેશે. હા, મૂઆ અનંત શક્તિનો તારે આવો ડખો વિચારવાની જરૂર જ ક્યાં રહી તે ? જે રીતે ચાલે તે ઈઝીલી (સરળતાથી) જોયા કરને છાનોમાનો ! ‘હું શું કરીશ' કહેશે. ત્યાં આગળ ભાડું ખૂટી પડે તો લોજમાં શી રીતે જઈશ ? અલ્યા, મૂઆ મેરચક્કર ! આવું ના બોલાય. બધું તૈયાર જ છે આગળ. આ બોલવું એ જ એના અંતરાય. અને એ એને પછી ફળ ના આપે ? પોતે જ અંતરાય પાડનારો છે. ૧૭૦ અમે અક્ષરેય બોલતા નથી. અમારે અંતરાય હોતાય નથી. નિર્અંતરાય પદમાં છીએ અમે. બધી વસ્તુઓ અમે જ્યાં બેઠા હોય ત્યાં હાજર થાય છે. તેમાં એ વસ્તુનો વિચાર કર્યો નથી અમે, છતાંય હાજર થાય છે. તમને કેમ નથી એવું થતું ? ત્યારે કહે, અંતરાય પાડયા છે. આ મને ખબર નહીં, આ મને આમ ના થાય. ત્યારે પેલી વસ્તુ શું કહે છે ? ‘તને ના ખબર હોય, ડફોળ એમ ને એમ બેસી રહે. મારું અપમાન શું કરવા કરે છે ?” વસ્તુ જે છે ને આ બધી, તે મિશ્રચેતન છે. આ લાકડુંય છે તે મિશ્રચેતનનું બનેલું છે. તે આ પુદ્ગલમાં આવે. આ છે તે પરમાણુ હોય. આ તો પુદ્ગલ છે. એનેય જો કદી તમે દ્વેષ કરશો તો એનું ફળ તમને આવશે. આ ફર્નીચર મને પસંદ ના પડયું. ત્યારે ફર્નીચર કહેશે, ‘તારે ને મારે અંતરાય’. ફરી એ ફર્નીચર ના આવે, એવો નિયમ છે. આ લોકોએ જ અંતરાય પાડ્યા છે. આ પોતાના ઊભા કરેલા અંતરાય છે બધેય. દરેક શબ્દે શબ્દે અંતરાય પાડે છે. બિલકુલ નેગેટિવ બોલે તેના અંતરાય પડે ને પોઝિટિવના અંતરાય ના પડે. અંતરાય, દવા કરવામાં કે વિચારવામાં ? પ્રશ્નકર્તા : હવે કોઈ રોગ થાય, પછી એ રોગને માટેની જો દવા કરીએ, તો એ જે દવા કરીએ છીએ, તે આ ઉદયકર્મ જે આવ્યું છે એ જ ખપાવવાનું છે, તેની અંદર આ દવા કરવાથી અંતરાય કરીએ છીએ આપણે ?
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy