SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સમજ, ધ્યેય સ્વરૂપની ! પ્રશ્નકર્તા ઃ ક્રમિક માર્ગવાળો હોય, એને આ આત્માનો ધ્યેય હોય ? એની જાગૃતિ કેવી હોય ? ૩૫૭ દાદાશ્રી : બહુ સરસ હોય. આત્માના ધ્યેયવાળા બહુ જૂજ માણસો હોય. કારણ કે ઘણાંખરાં આ સંસારના ભૌતિક સુખોની લાલચમાં જ પડેલા હોય બધા. ઊંચે જાય તેમ ઊંચી લાલચો, ઠેઠ સુધી લાલચો. પ્રશ્નકર્તા : આ ક્રમિક માર્ગમાં પેલા તપ બધા કરે છે. પેલું જંગલમાં જઈને એકાંતનો ભય ને બધા ઉપસર્ગ-પરિષહ સહન કરે એ આત્માનું એટલે આ ધ્યેયપૂર્વક ? દાદાશ્રી : શું દાનત છે એ ખબર પડે નહીં આપણને ?! કૃપાળુદેવનું તે આત્માનું, એ સિવાય કોઈ બીજી કોઈ વસ્તુ જ નહીં. પ્રશ્નકર્તા : એટલે એવા કઠિન ઉપસર્ગ-પરિષહમાં આત્મા તરીકે રહી શકીએ એવી જાગૃતિ કેળવેલીને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : બીજા લોકોનું કંઈ કહી ના શકાય. બીજા એવાં તપ કરતા હોય, એનું કહી ના શકાય ? દાદાશ્રી : નકામું જાય. હાથી ન્હાય ખરો પણ પછી ધૂળ ઉડાડે છે. ગજસ્નાનવત.... આપણે કહીએ છીએને કે, ‘મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું.' એ મોહનીય અનેક પ્રકારની એટલે કઈ કઈ પ્રકારની ? જે ત્યાગ કર્યો એ મોહનીય, પેલાં કપડાં પહેરે છે એ મોહનીય, આ બધું કરે છે એ બધી જ મોહનીય. પ્રશ્નકર્તા : ઠંડી પડતી હોય અને ઓઢવાનું સાંભરે એ ય મોહનીય ? દાદાશ્રી : મોહનીય. પ્રશ્નકર્તા : એટલે જે જે બાબત આત્મા ચૂકાવે... દાદાશ્રી : એ મોહનીય. અનેક પ્રકારની મોહનીય હોય. આ જે લોકો મોહ છોડવા નીકળ્યા છે ને, તે ય એક પ્રકારની મોહનીય ! છોડવા નીકળે મોહનીય અને છોડવાની ક્યાં જરૂર હતી ? તું તારી જગ્યાએ જતો રહેને ? આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : એટલે ધ્યેયવાળો મોહનીય ખસેડવામાં ના જાય. પોતે છે તે રૂપ થાય. દાદાશ્રી : અનેક પ્રકારની મોહનીય છે. પ્રશ્નકર્તા : પણ આ પ્રકૃતિ તો મોહનીયવાળી જ કહેવાય ને ? દાદાશ્રી : બધી મોહનીય જ હોય. ૩૫૮ પ્રશ્નકર્તા : પેલું જંગલમાં જાય, વાઘ-સિંહ બેઠા હોય ત્યાં ય પોતાની સ્થિરતા ડગે નહીં. દાદાશ્રી : એ બધો ય મોહ કહેવાય. પ્રશ્નકર્તા : એ પણ મોહ ? દાદાશ્રી : જો આ ભગવાનને પૂછે છે કે, સાહેબ, આ હું કરી રહ્યો છું એ શું કહેવાય ? તો કહે, આ મોહ છે. પણ આ મોહ એ ધ્યેયને માટે છે. પ્રશ્નકર્તા : મોહ ખસેડવાના પ્રયત્નો કરે છે, ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે, એમાં ધ્યેય ન કહેવાય ? દાદાશ્રી : એને ધ્યેય શી રીતે કહેવાય ? એ તો શું છે ? એકને ખસેડે તો બીજાને જ સંઘરે. આ હું જ્ઞાની પુરુષ છું, તો ય હું આ જે ફરું છું એ બધો મોહ જ કહેવાય. અને આપણે કોઈક પૂછીએ ભગવાનને કે સાહેબ, આને શું કહેવાય ? તો કહે, આ મોહ કરે છે. પ્રશ્નકર્તા : હવે આપનું તો ધ્યેયપૂર્વકનું હોય. દાદાશ્રી : ધ્યેયપૂર્વક નહીં, ધ્યેયરૂપ જ થઈ ગયો હોઉં તો ય પણ આ ક્રિયા બહાર દેખાતી એ તો મોહની જ હોયને ! પ્રશ્નકર્તા : તો આ મોહની ક્રિયા થતી હોય અને ધ્યેયસ્વરૂપ રહેવું એ કેવી રીતે બની શકે ?
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy