SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ સુખ - આત્મસુખ ૩૩૭ એક ખેડૂત માણસ રોજ જોડા પહેરે, તો પછી જોડા ના હોય તે ઘડીએ દઝાય એ માણસ. નહીં તો શરીર દઝાય નહીં એવું થઈ જાય. એટલે હવે શાતાશીલિયા થયા તો પરવશ થવું પડે. જ્યારે પંખો ના હોય તો પરવશ થવું પડે. અને મારે ઉપયોગ બહાર રાખવો એ મુશ્કેલી પડે. આ થયું શું તે મારી વાત હું કરું છું. એટલે આ વાતને તમે સમજજો. પંખો બંધ કરશો નહીં, પણ આ પંખો એ હિતકારી નથી, એવું માનજો. એટલે આપણા મહાત્માઓને એ અનુભવ હિતકારી નથી. બહારના લોકોને તો આપણાથી કહેવાય નહીં. બહારના લોકો બાહ્યસુખ ખોળે છે અને તમે આંતરિક સુખ ખોળો છો, સનાતન સુખને ખોળો છો. એટલે આ તો મારા અનુભવની વાત કરી. પ્રશ્નકર્તા : પંખો એકલો કેમ ? ઘણી વસ્તુઓ હિતકારી નથી. દાદાશ્રી : બીજી વસ્તુઓ જોવાની નથી. આ પંખો એકલો વધારે છે તે. બીજી વસ્તુમાં તો તમને ડિરેક્ટ સ્પર્શ નથી કરતો. આ એકલું ડિરેક્ટ સ્પર્શ કરે છે. બીજાનો વાંધો નહીં. બીજું તો ઘરના માણસો ફ્રીજ લાવે, તેમાં આપણને શું નુકસાન ? એ કહેશે, આ બરફનું પાણી પીઓ. તો એ આપણને ના પીવું હોય તો ના કહી દઈએ. ઘરના માણસો રેડિયો, ફોન વાપરતા હોય, તેમાં આપણે શું લેવાદેવા ? કકળાટ થાય તો એમને થાય, આપણે શું લેવાદેવા ? આ પંખો એકલું પોતાને સ્પર્શ કરે એવી વસ્તુ છે. ૩૩૮ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) માણસ. પછી સગવડ નથી હોતી ત્યારે ઉપાધિ કરે છે. આ શરીરને તો જેવું તમે રાખો ને તેવું રહેવા તૈયાર થઈ જાય. નેસેસિટી નથી, આ તો જાણીને ટેવ પાડી આપણે. ઊંધી ટેવ પાડી પંખાની. તે ઊલટો હું ટાઢો થઈ ગયો, ત્યાર પછી ! આ તે કંઈ રીત છે ? અને અમદાવાદ જઈએ છે ત્યારે એરકંડીશન કરે. કહેશે, ‘દાદાજી, મારે ત્યાં ઉતરવાના છે.” એ લોકો એરકંડીશન કરી નાખે. એને ખબર નથી કે એરકંડીશન માટે જરૂર નથી. મારે તો એવું એરકંડીશન જોઈએ છે કે તારે ઘેર એરકંડીશન હોય પણ પાછું સત્સંગમાં જતી વખતે ત્યાં સુધી એરકંડીશન હોયને એવું જોઈએ છે. ત્યારે એ તો બહાર નીકળ્યા એટલે પાછું ધખધખતું... આપણે ઠંડામાંથી બહાર નીકળીએ તો શું થાય બહાર ? ધખધખતું અંગારા જેવું લાગે. તે આ શું? તેથી ભગવાને કહેલું કે શાતાશીલિયા ના થશો. આને શાતાશીલિયા કહેવાય. કંઈક તો આ શરીરને કેળવવું જોઈએને. બાવીસ પ્રકારના પરિષદ સહન કરવાનું કહ્યું છે. તે તો હું ના પાડું છું, તમને કહેતો નથી. એ કહું તો તમે બધાં ય ગભરાઈ જાવ, એના કરતાં ના કહું એ સારું છે. પ્રશ્નકર્તા : પણ દાદા, આ શરીર બાહ્ય સુખ ખોળે છેને ? દાદાશ્રી : પણ સુખ આપણે ખોળવાનું ના હોય. આપણને અંદરનું સુખ મળ્યું છે. ના મળ્યું તે તો બહારનું ખોળે. અંદરનું મળ્યું હોય, તેને આ બહારનું ના હોય તો ચાલે કે ના ચાલે ? અંદરનું ના મળ્યું હોય, તેને અમારું કહેવાનું નથી. ના મળ્યું તે શું કરે ? પણ અહીં તો ફાંફાં મારતો જ હોય બહાર. આમ કેટલાક તો રાહ જુએ, ‘એ પવન આવ્યો હંઅ એ આવ્યો, આ આવ્યો, આ આવ્યો'. જો જતો ના રહેવાનો હોય, તો ભોગવી લે, પણ ‘એ ગયો’ કહેશે ! આ જાતનું પરવશપણે માણસમાં રહે. જો આ ભગવાને બાવીસ પ્રકારના પરિષહ સહન કરવાના કહ્યા છે. લખ્યું છે કે નથી લખ્યું ? પ્રશ્નકર્તા : હા. પરિષહ વેઠવાનું કીધું છે. જેને કંઈ બાહ્ય ઉપાધિની જરૂર હોતી નથી અને છતાં કરે તોય આપણે વાંધો નથી. આપણો માર્ગ કેવો છે કે વાંધા વગરનો માર્ગ છે. એ તો જ્યાં માને છે ત્યાં જ છે અને એ કહેશે, અમારાથી પવન વગર રહેવાતું નથી. આપણે કહીએ, બરોબર એમ જ હોય. બને તો પંખો લાવજો, એમ કહીએ આપણે. જેને જે ખપે, તેને તે વસ્તુની જ જરૂરિયાત છે. પ્રશ્નકર્તા : શાતાશીલિયા નહીં થવાનું, એવું કહ્યું આપે ? દાદાશ્રી : બહારની સગવડોને લઈને શાતાશીલિયા થઈ જાય છે
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy