SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ ભોગવવું - વેદવું - જાણવું છેને જાણકાર. પેલામાં આત્મા હોય નહીં. અંશે હોય, અંશે આત્મા અને અંશે બધુંય ભેળસેળ ને ભેળસેળનું એટલે તૃપ્તિ ના થાય, સંતોષ થાય. સુખ ચાખે તેને દુ:ખ ભોગવવું પડે ! પ્રશ્નકર્તા : જાગૃતિની વાત કરીને આપે, તે વખતે ઉપયોગમાં રહીને હવા ખાવાની એ કઈ રીતે ? એ અમને સમજાવોને, દાદા. દાદાશ્રી : ઉપયોગમાં રહે નહીં તો હવા જેમ પેલાને સુખની અસર કરાવડાવે છે, તેમ આ બીજી વસ્તુ દુઃખની અસર કરાવડાવે. એટલે દુઃખ ઉત્પન્ન થાય. આત્મા કોઈ પણ અસરથી મુક્ત હોય. પ્રશ્નકર્તા : એટલે જેવું બહારનું રિલેટિવ સુખ પોતે રિસિવ કરે, એવું જ દુ:ખ આવે તો એ પણ રિસિવ થઈ જાય. દાદાશ્રી : સુખ આવે એટલે પેલો ઉપયોગ ચૂકી જાય, હવે અહીં સુખ લીધેલું એટલે દુઃખ લેવું જ પડશે. નિયમથી જ લેવું પડે. અહીંનાં રિલેટિવ સુખના ઘરાક નહીં તો દુ:ખના ય ઘરાક નહીં. અને તેનું સાચું સુખ તો પોતાને મળ્યા જ કરત. પ્રશ્નકર્તા : ધારો કે આપણે જમવા બેઠા ને પેલું શાક સારું લાગ્યું તો સારી રીતે ખાવામાં વાંધો નથી, સારું છે એવું કહેવામાં ય વાંધો નથીને ? દાદાશ્રી : સારું ચાખવામાં, સારું અનુભવવામાં ય વાંધો નથી, પણ તેને જાણવું જોઈએ. પ્રશ્નકર્તા : કઈ રીતે જાણવાનું, દાદા ? દાદાશ્રી : એ જાગૃતિ, એનું નામ જ જાગૃતિને, એનું નામ ઉપયોગ. એ કોઈ રીત ના હોય એની. જમતાં જુદાં તો વેદતાં ય જુદાં ! આપણે જુદું રહેવાની કળા જાણતા હોય તો વેદના અડે નહીં. એ તો પછી જુદું રાખતાં આવડે. પ્રશ્નકર્તા : તો શરીરની વ્યાધિઓ અડે નહીં ? ૩૨૪ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : હા. એટલે શરીરનાં જે આ દુઃખો છે, તે જુદું રહેવાની કળા જે જાણતા હોય, તેને આ વાતાવરણ અડે નહીં પછી. સારું હોય કે ખોટું બેઉ પછી તેને અડે નહીં. પ્રશ્નકર્તા : કળા કેવી રીતે જાણવી ? માંદગી આવે ત્યારે જુદુ રહેવાતું નથી, તમે શીખવાડો. દાદાશ્રી : પણ જુદું શી રીતે રહેવાય તે ? તમે જમતી વખતે જુદા રહો છો ? આ તો જમતી વખતે એકાકાર થઈ જાય છે. તેનો સ્વાદ ચાખે ત્યાર પછી એ ફળ તો આપે જ ને ! એ તો તમે ખાતી વખતે જુદા રહો તો જ આ વેદનામાં જુદા રહો. પ્રશ્નકર્તા : પણ એ કેવી રીતે જુદું રહેવું ? દાદાશ્રી : કહેલું જ છેને કે ભઈ, આ તો કોણ આહાર ગ્રહણ કરે છે ? એને તમારે મહીં ડખો નહીં કરવો જોઈએ. પ્રશ્નકર્તા : બરોબર. આ સાઈઠ વર્ષથી સાઈનસનો રોગ છે એમને, હવે એનાથી મુક્ત કેવી રીતે રહેવું ? દાદાશ્રી : પોતાની જાતને નીરોગી છે એવું જાણે, ત્યારે એ મુક્ત જ થયોને ! પોતે રોગિષ્ઠ નથી જ એવું એને ખાત્રી થાય તો પછી મુક્ત જ છે ને ? પ્રશ્નકર્તા : પણ એ રોગ હોય ને નીરોગી છે, એની ખાત્રી કેવી રીતે કરે ? દાદાશ્રી : એ જ જોવાનું છે ને કે રોગ હોય છતાંય પણ નીરોગી છે એવું પોતાને ખાત્રી થાય એટલે પછી નીરોગી જ રહે. પ્રશ્નકર્તા : નાકમાંથી પાણી પડતું હોય ને આપણે કેવી રીતે રહી શકીએ ? એ નીરોગી કેવી રીતે બને ? દાદાશ્રી: પણ જો આમને ધર્ટમાં એટેક નોતો આવ્યો ? તેમાં પોતે જુદા રહેતા હતા ને ? એવી રીતે એ રહી શકે છે. આમને એટેક આવ્યો હતો તો ય કહે છે, “એ હોય હું, હું તો જુદો.’ એવું ભાન થવું જોઈએ ને ? ગપ્પા ચાલે નહીં. આ તો ‘મને થઈ ગયું, આ મને થઈ ગયું', તો અસર થાય.
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy