SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ‘જોય મારું ૨૫૯ ૨૬૦ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) એક જણ કહે છે, આ પગ મારો બહુ દુ:ખે છે. દુ:ખે છે તેને શું કરવું ? ત્યારે કંઈક હાથ ફેરવી આપોને ! મેં કહ્યું, લે ને, હાથ ફેરવી આપું. ત્યારે કહે છે, કંઈ ઓછું થતું નથી. ત્યારે મેં કહ્યું, આ પગ તો તારો ઓરમાયો છે, તારો સગો નથી. આ તું સગો માની બેઠો છું, તે આ ઓરમાયો છે. મેં કહ્યું, બોલ, પાંચ વખત. આ ઓરમાયો પગ છે ને આ મારો સગો. આ મારો સગો અને આ મારો ઓરમાયો, જે દુ:ખે તે ઓરમાયો. તે બોલ્યો, તો જો મટી ગયુંને ? પ્રશ્નકર્તા: દાદા, તે દહાડે મને તાવ આવ્યો હતો, ત્યારે તમે મને આ દાખલો આપ્યો, તો પાંચ મિનિટ બેસીને કર્યું તો તાવ ઊતરી ગયો. દાદાશ્રી : ઊતરી જાય, આપણે કહીએ કે આ સગો અને આ ઓરમાયો ત્યાંથી જ તેના ભાવ બધા તૂટતા જાય ને બધું બેસી જાય. એટલે ઓરમાયું કરજો, હવે મનનું ના રહે. આમ જરા રૂબરૂ દેખાડવું પડે. પ્રશ્નકર્તા : અરીસામાં જોઉં છું એમ ? દાદાશ્રી : એ ઉપાય સારો પડશે કે નહીં પડે ? દાદા જે ચાવીઓ આપને, તેનાથી બધાં તાળાં ઊઘડી જાય. એ માંહ્યરામાં બેઠો હોય ને ત્યારથી મારી’ કહી, ત્યાંથી આંટો વાગ્યો. તે દસ વર્ષથી આંટા માર માર કર્યા, ‘મારી, મારી” કરીને, એમાં વાઈફના મરી ગયા પછી રડેય પેલાં. અલ્યા, માંહ્યરા પહેલાં તો સગાઈ યે ન હતીને ! એટલે પછી આપણે કહીએ કે “હોય મારી, હોય મારી’ તો છૂટી જાય, બળ્યું. પ્રશ્નકર્તા : કોઈ પણ કુટેવ હોય તેય જતી રહે ? દાદાશ્રી : બળ્યું, “મારી'થી બંધાઈ ને ‘ના મારી'થી છૂટી જાય. જરા વધારે જોર હોય તો વધારે વખત બોલવું પડે. પણ છેવટે છૂટી જાય. રસ્તો જ એ ને બળ્યો આ. આ જગત જ સાયકોલોજી ઇફેક્ટ જ છે ખાલી. પોણો લાખ વખત તમે બોલ્યા હોય, હવે પછી છૂટવાની તૈયારી પચ્ચીસ હજાર બોલે તો. ત્યારે હોરા કો'ક કહેશે કે આ સિગરેટ તો છટતું નથી. શાના ભગત થયા છે દાદાના તે ? ત્યારે કહે, સિગરેટનો કશો વાંધો નહીં. ‘વાંધો નહીં” કહેતાંની સાથે એ બધું સજીવન થઈ ગયું. પ્રશ્નકર્તા : ના, પણ એવું નહીં કહીએ અમે. એમ કહીશું કે અમે છોડવાની તૈયારીમાં જ છીએ તો? દાદાશ્રી : હા, એ તો ‘અમારી નબળાઈ જ છે અને એ મારી જ ન્હોય'. કહીએ. ‘એ અમારી નબળાઈ, પણ મારી ન્હોય એ.’ એકધારું બોલવું પડે. બેધારા બોલીએ તો ના ચાલે. ત્યાં એનું રક્ષણ કરીએ તો ય ચાલે નહીં. આપણી આબરૂ સાચવવા માટે એનું રક્ષણ થાય. પ્રશ્નકર્તા : કોઈ વસ્તુને આ તો નિકાલી છે એમ કરીને પણ આપણે એને પોષણ આપીએ છીએને? દાદાશ્રી : પોષણ આપ્યું. પેલું તો આપણે કહીએ કે ભઈ, આ નબળાઈ છે મારી. તો પેલું રક્ષણ નહીં આપવાથી જીવતું ના થાય. જાગૃતિ ડીમ ત્યાં અસરો ચાલુ ! પ્રશ્નકર્તા : સંપૂર્ણ નીડરતા નથી આવતી. નિર્લેપતા નથી એટલે નીડરતા નથી એટલી. થોડીક ઓછી કહેવાય. વ્યસનથી આમ થાય મુક્ત ! મને ગમે છે” એમ કરીને સિગરેટ જોડે પૈણ્યા. ‘નથી ગમતી” કરીને છૂટી જશો. પાંચ-દસ દહાડામાં થઈને લાખેક વખત બોલી જવું જોઈએ અને એક કલાક નિરાંતે બેસીને. દહાડામાં એક કલાક કે સાંજે એક કલાક એમ બે કલાક થઈને પણ બેસીને કરવું જોઈએ. સિગરેટ તો આમ સામે મૂકીને કે મારે નથી પીવી હવે આ સિગરેટ. મારે પીવી નથી આ, મારે પીવી નથી.... પ્રશ્નકર્તા : દાદાજી, એવી રીતે કોઈ પણ વ્યસન લાખવાર બોલવાથી છૂટી જાય, સામે મૂકીને કર્યું હોય તો ? કોઈ પણ વ્યસન સામે.. દાદાશ્રી : બધુંય છૂટી જાય એવી રીતે કરે તો.
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy