SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સમભાવે નિકાલ, ફાઈલોનો ! ૨૦૧ ૨૦૨ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) ઇફેક્ટિવ માણસને પડી જાય છે, એટલે આ બધાં શબ્દો ઇફેક્ટિવ છે અને નિકાલ તો બહુ મોટો શબ્દ છે. આ એક એક શબ્દ, આ તો આજે નહીં એનું પાછળેય એનું પૃથક્કરણ થશે હજુ તો. | ‘નિકાલ’ શબ્દ સારો લાગે છે ને ? આ ‘નિકાલ' શબ્દ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ નથી. કોઈ શાસ્ત્રમાં હોય નહીં ને ! ‘સમભાવે નિકાલ કરજો !' એ અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ ! અને લોકો તો એવા ખુશ થઈ ગયા છે, આ વિજ્ઞાનથી. પ્રશ્નકર્તા : આ ‘નિકાલ” શબ્દ વાપર્યા પછી કોઈ ઠેકાણે પક્કડ નથી, નહીં તો બધે જ પકડી હતી. દાદાશ્રી : હા, પકડ જ હોય અને આ તો નહીં ગ્રહણ, નહીં ત્યાગ, નિકાલ ! આપણું આ સમભાવે ફાઈલના નિકાલમાં જપ-તપ-ત્યાગ બધું ય એમાં આવી જાય. આમ વાતો કરતાં હોય કે ‘હવે આ દુકાનોનો બધો નિકાલ કરી નાખવો છે એટલે આપણે સમજી જઈએ કે શું નિકાલ કરવા માગે છે અને પછી એનું કેવું થશે પરિણામ, તે પણ આપણે સમજી જઈએ. ‘નિકાલ’ શબ્દ બોલે ત્યાં સમજી જઈએ અને ‘વેચી દેવું’ કહે તો સમજણ ના પડે. કારણ કે શું સામાન હશે ને વેચાતી કોને કહે છે ? પણ ‘નિકાલ' કહે એટલે તરત સમજી જાય કે આ નિકાલ કરી નાખવાનો હોય. નિકાલી છે એટલે તારી નિકાલી ને આની નિકાલી. આપણે જુદા ને આ નિકાલી જુદું એટલે અભેદતા ઉત્પન્ન થાય. આ એટલી બધી સાયન્ટિફિક વસ્તુ છે કે જ્યારે આનું પૃથક્કરણ કરશે ને, જયારે એ સાયન્ટિસ્ટો ફોરેનના ભેગા મને થશે, ત્યારે આ વાત વધારે સમજાશે. જો એવું જોગાનુજોગ બેઠો ને, મને ભેગા થયા તો એને બધી આગળની રૂપરેખા બધી આપીશ. પછી બૈરી-છોકરાં એ વસ્તુ તો નિકાલી બાબત છે, એની ગ્રહણીય બાબત નથી આ. ત્યાગની બાબત હોય તોય એ વળગણ થયું. ગ્રહણની બાબત હોય તોય વળગણ થયુંને ! એ નિકાલ બાબતનું વળગણ ના રહ્યું. ત્યાગ હોયને, તો ત્યાગમાં ને નિકાલમાં ફેર ખરો કે નહીં ? શું ફેર કહો ?! ત્યાગ વસ્તુ શું કહે છે? આપણામાં કહેવત છે ‘ત્યાગે ઇકુ આગે’ એવી કહેવત સાંભળેલી ? ‘ત્યાગે સો આગે’. એક બૈરી અહીં છોડી કોઈએ તો પછી દેવગતિમાં અને બીજી વધારે સારી બૈરીઓ મળે. એટલે જે તમે છોડ્યું તેથી એનું પુણ્ય બંધાય અને તેનું વધારે ફળ મળશે. આ સમજમાં આવ્યુંને ? ‘ત્યાગ ઇસકુ આગે જેટલું ત્યાગ કરો, તેનું ફળ આગળ એને મળશે. આપણે અહીંથી ઘરમાંથી દસ મણ અનાજ ખેતરમાં નાખી આવ્યા. એ ત્યાગ કર્યું. પછી એનું ફળ આગળ આવેને ! તે આ દુનિયામાં ત્યાગે સો આગે. જો તારે જોઈતું હોય તો ત્યાગ કર, કહે છે. અને આ નિકાલ એટલે લેવાય નહીં ને દેવાય નહીં. નિકાલ કરી નાખો, ભઈ. આપણે હવે લેવા-દેવા ના રહ્યું. એટલે નિકાલી બાબતનું વિજ્ઞાન જુદી જાતનું. નિકાલ ને ફાઈલ નિકાલ શું કહે છે કે જે વિજ્ઞાનમાં ત્યાગ કરવાનું ન કહે, ગ્રહણ કરવાનું ન કહે, ત્યાં નિકાલ કરવાનું હોય. આપણે ત્યાં તો ગ્રહણેય કરવાનું નહીં, ત્યાગ કરવાનું નહીં. ગ્રહણ-ત્યાગ અહંકારી કરી શકે. જગત આખું ગ્રહણ-ત્યાગમાં જ પડેલું છે. ગૃહસ્થીના આચારોનો ત્યાગ કરે સાધુઓ અને પાછા સાધુપણાના આચારો ગ્રહણ કરે. એટલે મુક્તિ ક્યારેય પણ ન મળે. આ મુક્તિ મળે એવી વસ્તુ જ નથી આ. મુક્તિ તો એવું હોવું જોઈએ કે પહેલેથી જ વાક્યોય એક એક મુક્ત લાગે આપણને. મુક્ત લાગે, મીઠાશવાળાં લાગે વાક્યો. એટલે એની વાત જુદી છે. આ બીજું તો બધું જંજાળ છે, આ તો ભંગજાળ છે. દાદાનું છે આ વિજ્ઞાત ! હવે આ એકલું જ કરવા જેવું છે. આ વિજ્ઞાન છે, આ ધર્મ નથી. એટલે તમે અહીં મને પૂછો ને પછી તમને જે કહીએ એ પ્રમાણે જ કરવું. સમભાવે નિકાલ કરવાનો. બહુ બળ છે એમાં તો. એક શબ્દમાં તો એટલું બધું વચનબળ મૂકેલું છે કે છૂટકારો મેળવાય. અને નુકસાન કશું થવાનું નથી. નહીં તો નુકસાન તો આ દુનિયામાં આવ્યા ત્યારથી નફો ને નુકસાન રહેવાનું છે.
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy