SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : બસ, એનાથી જ બધું એ થઈ જશે. આમચા પોટ આમચા હોટ તો ક્યાં સુધી આમચા પોટ. પોટ શેને કહે છે એ ? પ્રશ્નકર્તા : પોટ એટલે પેટ ! દાદાશ્રી : ક્રમિક માર્ગમાં પોતાના દેહને મારો દેહ માનતા'તા, પોતાના પગને મારો પગ માનતા’તા અને તેથી આગળ જોઈ જોઈને બહુ ચાલતા'તા, જીવડું વટાઈ જશે મારાથી. અને આ આપણું અક્રમ તે સીધું જ પ્રાપ્ત થઈ ગયું અને આને ફાઈલ ગણવા માંડ્યા આપણે. કોઈ સાધુ-આચાર્ય મહારાજ શરીરને ફાઈલ કહે નહીં. એ મારું શરીર છે. ફાઈલ કહે ખરાં ? મારું શરીર, આ દાંત મારા છે, નાક મારું છે, આંખ મારી છે અને આ મારું શરીર જાડું બહુ થઈ ગયું છે, મારું શરીર પાતળું બહુ છે, તે સૂકાઈ ગયો છું. હું આમ છું, તેમ છું. તે બધી શરીરની જ ભાંજગડ ને ? સમભાવે નિકાલ, ફાઈલોનો ! ૧૭ છે. તમને બધું ફાઈલ લાગે છેને ? આ ફાઈલો જ છે એવું જાણે ત્યારથી તો એ મોક્ષે જવાનો. એને માટે કોઈ વાંધો ના ઊઠાવી શકે. બાકી જગતમાં કોઈ મોટો સંતપુરુષેય શું કરી શકે ? મારું પેટ, મારા પગ. એ બધું ફાઈલો જો જાણે ત્યારે કામ થઈ જ ગયુંને ! જેણે ફાઈલો જાણી, ત્યારે એનું કામ થઈ જ ગયુંને ! જેણે ફાઈલો જાણી, ફાઈલ શબ્દ ઇટસેલ્ફ બોલે છે કે હું ને આ જુદાં છે ! આ જ્ઞાન કેટલું સરળ મૂકેલું છે આ બધું. પહેલેથી જ ફાઈલ કહેવામાં આવે છે અને એ ત્યારે એક્સેપ્ટ કરે છે. પેલો હા ય પાડે છે. પ્રશ્નકર્તા : લોકો ભણેલા તો હોયને, તે આ ભાષા તરત એને ખ્યાલમાં આવી જાય કે ના, આ તો ફાઈલ છે. દાદાશ્રી : પણ એવી પુણ્ય ક્યાંથી લાવે ? બે મહિનામાં પચ્ચીસ કરોડ કમાય એવી પુણ્ય ક્યાંથી ભેગી થાય ? એવી પુર્વે આ લોકોની ભેગી થઈ છે, કરોડો અવતારે જે ના પ્રાપ્ત થાય તે કલાકમાં પ્રાપ્ત થાય છે. પ્રશ્નકર્તા : અને આવા કાળમાં ! દાદાશ્રી : આવા કાળમાં, હા. આપણે અહીં પહેલે જ દહાડેથી જુદો પાડીએ છીએ. એ એમ કહે છે કે હું તો શુદ્ધાત્મા છું અને આ ચંદુભાઈના નામની ફાઈલ છે. ફાઈલ કહ્યું ત્યારથી જ આત્મા જુદો પડ્યો. બાકી કોઈએ ફાઈલ નહીં કહેલું. આપણે ફાઈલ કહ્યું છે તે સારું છે, નહીં ? ફાઈલ નંબર એક કહ્યું એટલે થઈ ગયો આત્મા.. પ્રશ્નકર્તા : આ બધું સાયન્સ એવું છે ને, ઓટોમેટિક જ છૂટું પડાવી દે. દાદાશ્રી : વિજ્ઞાન જુદી જાતનું છે. પ્રશ્નકર્તા : એ ફાઈલ શબ્દથી જ લોકો વિચારતા થઈ જશે. હું આત્મા છું, જુદો છું એવું બોલેને તો એ આત્મા આત્મારૂપે હોતો નથી અને આ બધું ફાઈલ છે બોલે તો આત્મારૂપે છે. કારણ કે ફાઈલમાં આત્મા સિવાય બધી વસ્તુઓ આવી જાય છે અને ફાઈલ નં. વન એની સાથે આત્મા પૂરવાર થઈ ગયો, હું આત્મા જ છું, શુદ્ધાત્મા છું. બહુ મોટું વિજ્ઞાન છે આ તો. આ ફાઈલ છે એવું જ ભાન નથી આ જગતને ! ત્યારે મને એક જણે કહ્યું હતું, ‘આમાં ફાઈલ શબ્દ મૂકીએ તે એનો અર્થ એટલો જ થઈ ગયો કે આત્મા સિવાય બધી વસ્તુ બાકી રહી, તેને ફાઈલ તમે કહો છો ! એટલે આ ફાઈલ નંબર વન કહો એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા. કારણ કે એ જુદો પડી ગયો. ફાઈલ નંબર વન બોલતાંની સાથે જ આત્મા જુદો પડી ગયો પછી. કારણ કે આપણે શુદ્ધાત્મા અને સામી ફાઈલ નંબર વન, બે જ છે. ફાઈલ નંબર વનની જોડે મારે સમભાવે નિકાલ કરવો છે, એ કોને ભાવ હોય ? ત્યારે કહે, ‘બીજો, જે જુદો પડે તેને’. ત્યારે કહે, ‘આત્મામાં એ ભાવ છે ક્યાં ?” ત્યારે કહે, ‘પ્રજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞાનો
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy