SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સમભાવે નિકાલ, ફાઈલોનો ! ૧૮૭ ૧૮૮ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) પડો. આમ ના કરો. ધીમા રહીને કામ કરો.” બે જુદું જ છે. કહેનાર ને કરનાર બધું જુદું છે. કહેનાર એટલે ચેતવનાર. ચેતવે છે કોણ ? ચેતન. ચેતવનાર અને કરનાર બે જુદાં છે. એટલે આપણે કહેવાનું, “શાને માટે આ ભાંજગડ કર્યા કરો છો, ધીમે ધીમે રહીને કામ લોને !” જો એક દહાડો અકળાયેલાં હોય તો પાંચ જણના કેસ બગડી જાય. એટલે આપણે એમને કહેવું પડે કે તમે ઘેરથી અકળાઈને આવ્યા છો, માટે અહીં ઉતાવળ કરશો નહીં. એવું બધું કહેવું પડે. સમભાવે નિકાલ કર્યા વગર તો શી રીતે ચાલે ? તમે અકળાયેલા હોય ને ખાવા-કરવા બેસો તો ચાલે કંઈ ? ખાવાનું તો બધું પદ્ધતિસર કરવું પડે. અકળામણ તો થઈ જાય. મનુષ્યદેહ છે તે કોને ન થાય ? એક જ્ઞાની એકલાને અકળામણ ના થાય. બીજાં બધાંને અકળામણ તો થઈ જાયને ! અકળામણ થઈ જાય છે ? પ્રશ્નકર્તા : ઘણી વખત ડિપ્રેસ પણ થઈ જવાય છે. દાદાશ્રી : એ તમારે કહેવું કે ‘ડિપ્રેસ થશો નહીં. શા માટે ડિપ્રેસ થાવ છો, અમે છીએને તમારી જોડે.” પ્રશ્નકર્તા : ફાઈલ નં. ૧ ડિપ્રેસ થાય ખરી ? દાદાશ્રી : થાય ને, ડિપ્રેસ ના થાય તો બીજું શું થાય ? એલિવેટ થાય તો ડિપ્રેસ થાય. ખુશ થાય ને રાજી થાય કે નાખુશ થાય એ જ ધંધો એનો. આપણે કશું નહીં. ઓળખ ભિન્ન અહંકાર તે પ્રજ્ઞા તણી ! તે આપણે પોતે કેવા હતા, તે આપણને જોતાં ફાવે. આ પૂર્વભવનો ફોટો છે આ. આ જે ક્રિયા થઈ રહી છે એ પૂર્વભવનું પ્રોજેક્શન છે, પ્રોજેક્શન ગયા અવતારનું. અત્યારે આ ફિલ્મ ચાલુ છે. એટલે પહેલાં કેવા હતા એ ખબર પડે. પ્રશ્નકર્તા : આ ખબર કોને પડે કે આપણે પહેલાં આવાં હતા. અત્યારે આવાં છીએ. કારણ કે જે જ્ઞાતા-દ્રષ્ટા છે, એને તો આવો કોઈ પ્રશ્ન આવે ? દાદાશ્રી : આ બધું છે તે પ્રજ્ઞાનું. અહંકાર એમેય બોલે છે કે મૂઆ, અમે આવા હતા. પ્રજ્ઞા કહે છે તમે આવા હતા. એ બેઉ અમે ને તમે છે જ. તમે એ ફાઈલ ને અમે એ અમે. ફાઈલ ન. વન તમે, એટલે એક નંબરની ફાઈલ તો તમે ઓળખો કે ના ઓળખો ? પ્રશ્નકર્તા : હા, ઓળખીએ. દેહ શેય તે આપણે જ્ઞાયક ! દાદાશ્રી : ફાઈલ નં. વન જે છે એ તો કર્માધીન છે. એટલે ફાઈલ ન, વનથી કંઈ ખોટું થાય, તેમાં આપણે શું ? આજે આપણે શુદ્ધાત્મા થયા છીએ. એ જાણે કે તે દહાડે થઈ હશે આવી ફાઈલ. પણ હવે તો આપણે શુદ્ધાત્મા થયા ને આ ફાઈલ છે તે વ્યવસ્થિતના આધીન. એટલે હવે ફાઈલથી ઊંધું થઈ જાય, કંઈક મોટું જીવડું વટાઈ ગયું, તો પછી એમાં આપણે શુદ્ધાત્મા છીએ એટલે આપણી જવાબદારી નથી. આપણે તો જ્ઞાયક છીએ. આજે આપણા ધર્મમાં રહેવાની જરૂર છે. તે દહાડે અજ્ઞાનતામાં આપણો જે ધર્મ હતો તે કર્યો હતો, કર્તાપદનો. હવે જ્ઞાયક ધર્મ કરવાનો. હવે કર્તાપદનો ધર્મ ના થાય. એ વ્યવસ્થિતના તાબામાં કહ્યું. શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે, કર્તા સ્વભાવ નથી. જે સ્વરૂપ થયા, તે સ્વરૂપ રહેવાનો શો વાંધો ? તે જ આપણે સ્વભાવમાં રહેવાનું. જ્ઞાયક સ્વભાવનું ફળ શું મળે ? ત્યારે કહે, પરમાનંદ. તે આપણને જોઈતો હોય, તે આપણને મળ્યા કરે. અને આ ફાઈલનો નિકાલ સમભાવે થયા કરે. ફાઈલો આપણી જ બોલાવેલી છેને ? ભૂલથી બોલાવેલીને ? હવે “મારું છે' મોઢે બોલીએ ખરા, પણ કંઈ અંદરથી નહીંને ! હૃદયથી કોઈ ચીજ મારી છે, એમ નહીં ? મમતા પણ છૂટી ગઈને ? એક કલાકેય આ દેહનું માલિકીપણું કોઈને છૂટે નહીં. દેહની વાત કરીએને ત્યારે કહે, દેહ તો મારોને એટલે મને જ દુ:ખ થાય ને ! મને લાગ્યું છે, મને સણકા મારે છે એવું બોલે. સાધુ–આચાર્ય મહારાજ એવું જ બોલેને ? એમાં કંઈ ચાલે જ નહીંને ! કારણ કે જ્યાં સુધી ‘હું છું’ એ દેહાધ્યાસ છે, ત્યાં સુધી બીજું બોલાય જ નહીંને ! અને તમે તો કહો કે મારી ફાઈલ
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy