SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સમભાવે નિકાલ, ફાઈલોનો ! ૧૮૨ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : ફેમિલી-બેમિલી બધું આખું ટોળું ! ઘણી ફાઈલો, પણ અમારી સમજણ જુદી તેથીને ! એ બધી ભૂલને કાઢી નાખું. પ્રશ્નકર્તા : પણ એકેય ફાઈલ સાથે રાગ-દ્વેષ નહીંને, વીતરાગ ફાઈલ છે આ તો. દાદાશ્રી : વીતરાગ. એટલે ખરેખર આ બધાં અમારે ફાઈલ નથી કહેવાતા. અમારે ને તમારે ચીકાશ નહીંને કોઈ જાતની. ચીકાશ હોય એ ફાઈલ કહેવાય. અમારે ફાઈલ ના હોય. અમે તમારી ફાઈલ નહીં ને તમે અમારી ફાઈલ નહીં. ફાઈલ તો ઘડીકમાં ડિપ્રેશન ને એલિવેટ કરાવડાવે તે. દાદા જેવા તા થવાય ! દાદાશ્રી : તને આ સત્સંગથી ફાયદો થયો છે કે નહીં ? પ્રશ્નકર્તા : હવે ફાઈલોનો નિકાલ રહ્યો. મહાત્માઓ દાદાતી ફાઈલ ! પ્રશ્નકર્તા : પણ અહીંયા તમે ઘણીવાર જે ફાઈલનો નિકાલ કરોને એ જોવાની ખૂબ મઝા આવે. દાદાશ્રી : તે તો સમજણ પડે ત્યારે ને કે આ ફાઈલનો નિકાલ કર્યો, કેવો કર્યો એય સમજ પડવી જોઈએ ને ? એટલે આ જોઈ જોઈને શીખવાનું છે. પ્રશ્નકર્તા : એકેએક મહાત્માઓ તમારી ફાઈલ જ ને ? દાદાશ્રી : હા, ફાઈલો છે બધા. પ્રશ્નકર્તા : આપને એનો નિકાલ સમભાવે કરવો પડે. કારણ કે અમારો અહંકાર ગમે ત્યારે વાંકો થાય. દાદાશ્રી : અરે એ તો, ગમે તેવું ચક્કર બોલે. જેવું ફાવે એવું બોલે, પણ એનું શું થાય હવે ?! પ્રશ્નકર્તા : અમે બધા તમારી ફાઈલો છીએને ? દાદાશ્રી : આ ફાઈલો ખરી. પણ આ ફાઈલો મને બોજારૂપ ના લાગેને અને બીજી હોય તેય બોજારૂપ ના લાગેને, એટલે નિર્બોજ જેવું લાગ્યા કરે. બાકી, ખઈએ-પીએ બધું ફાઈલો જ કહેવાય પણ નિર્બોજ જેવું, અસર નહીંને ! મારે ફાઈલોના નિકાલ ઘણાખરા થઈ ગયેલા, તો ય પણ આ ય ફાઈલો જ કહેવાયને પછી ? પણ આ બધી મરજિયાત ફાઈલ કહેવાય. આમાં મુશ્કેલી ના પડે. અને પેલી ફરજિયાત ફાઈલ, રાતે બે વાગે છોડે નહીં આપણને ! પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે આ હિસાબે તમારે ફાઈલો ઘણી ? દાદાશ્રી : બહુ પાર વગરની. પ્રશ્નકર્તા: મહાત્મા ને મહાત્માનાં ફેમિલી બધાં ફાઈલ ? દાદાશ્રી : બહારની ફાઈલો ના હોય તો મહીંલી ફાઈલો હોય. સંપૂર્ણ જ્ઞાની થાય ત્યારે ફાઈલો ના હોય. અમારે ફાઈલો ના હોય. પ્રશ્નકર્તા : દાદા, તમારે નહીં પણ અમને જ્યાં સુધી કેવળજ્ઞાન નહીં થાય ત્યાં સુધી ફાઈલો રહેવાની ? દાદાશ્રી : ના, કેવળજ્ઞાન તો હજુ આગળ રહ્યું. મારાથી આગલું સ્ટેશન રહ્યું. પણ મારા સુધી આવશે તો ય બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : આ જન્મની અંદર મહાત્મા તમારી દશા સુધી પહોંચી શકશે ? દાદાશ્રી : ના પહોંચી શકે. અરે, આ પદ જે તમને મળ્યું છે ને તે બધા સાધુઓ, જૈનોને, વૈષ્ણવોને બધા ભેગાં કરે અને તમારું પદ કહે તો એ કહેશે આવું પદ હોય જ નહીં. એ તો સત્યુગમાંય નહોતું. આ તમારું પદ જ કોઈની ધારણામાં ના આવે એવું ગજબ પદ છે, ઊંચું પદ છે. હવે વધારે આગળ આવવાની ઇચ્છા ના કરવી. અમારી આજ્ઞામાં
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy