SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સમભાવે નિકાલ, ફાઈલોનો ! ૧૪૧ ૧૪૨ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) છે. તેનું ગુનેગાર ‘વ્યવસ્થિત’ છે, આપણે ગુનેગાર નથી. આપણે તો નક્કી કર્યું કે મારે સમભાવે નિકાલ કરવો જ છે. આપણા બધા પ્રયત્નો સમભાવે નિકાલ કરવાના હોવા જોઈએ. - ચીકણી તમારે જ નહીં, આ તો બધાં લોકોને ચીકણી હોય. અત્યારે તો લોક ચીકણી જ લઈને આવ્યા છે ! અને ચીકણી ના લાવ્યા હોય તો જ્ઞાની પાસે કંઈ નિરંતર બેસી રહેવાય ?! પણ કેટલી ચીકણી લાવ્યા છે ફાઈલો ?! પ્રશ્નકર્તા : એવું કંઈક કરો કે ફટ દઈને ઊડી જાય, ઓગળી જાય ! દાદાશ્રી : એવું કરીએ તો આત્માની જે શક્તિ છેને, તે પ્રગટ ના થાય. જ્યાં સુધી હું કરી આપુંને, ત્યાં સુધી તમારી શક્તિ પ્રગટ થયા વગર રહે. આપણે પ્રગટ કરવી જ છેને ! આવરણ આપણે તોડવા હોય તો, આપણે આ ફાઈલનો નિકાલ કરવો છે, એવું નક્કી કરીએ ત્યારથી એ આવરણ તૂટશે. એમાં તમારે કશું આમાં મહેનત છે નહીં. ભાવ જ કરવાનો છે, મનમાં નક્કી કે ફાઈલનો નિકાલ કરવાનો છે. પેલી ફાઈલ વાંકી થયા કરે તોય આપણે ફાઈલનો નિકાલ કરવો. નહીં તો આત્મા નિરાલંબ ના થાયને ! ફાઈલના નિકાલ બાકી હોય ત્યાં સુધી અવલંબન રહી જાય. અવલંબન રહી જાય ત્યાં સુધી ઍબ્સોલ્યુટ ના થાય. નિરાલંબ આત્મા એ એબ્સોલ્યુટ આત્મા, તે ત્યાં સુધી આપણે જવાનું છે. ભલે આ ભવમાં નહીં જવાય, તેનો વાંધો નથી. આવતે ભવ તો થઈ જ જવાનું, પણ આ ભવમાં આપણે આજ્ઞા પાળીને, એ જ ઉકેલ છે. સમભાવે નિકાલ કરવો, એ બહુ મોટી આજ્ઞા છે. અને તે કેટલીક ચીકણી હોય તે ? કંઈ બસ્સે-પાંચસે ઓછી હોય છે ? બે-ચાર જ હોય છે. પણ તે ખરી મઝા જ ત્યાં આવેને ?! પ્રશ્નકર્તા : આ બધું કરતાં કરતાં ચાર ડિગ્રી તાવ આવી જાય ઘણી વખત. દાદાશ્રી : નહીં, એ તાવ આવી જાય છેને, તે જ નિર્બળતા નીકળી જાય છે બધી. અને જેટલી નિર્બળતા નીકળી એટલું બળવાનપણું આપણામાં ઉત્પન્ન થાય. પહેલાં હતું, તેના કરતાં વધારે બળવાન લાગે ! .. બોલતાં જ પડ ખસતાં જાય ફાઈલોત પ્રશ્નકર્તા : એટલે ઘણીવાર આપણે અમુક ફાઈલ હોય એનો નિકાલ આપણી બુદ્ધિ પ્રમાણે, સમજણ પ્રમાણે, સમભાવે કરવા પ્રયત્ન કરીએ. પેલો ભાવ આવી જાય કે સમભાવે નિકાલ કરવાનો છે, પણ હકીકતમાં એ સમભાવ નથી દેખાતો. દાદાશ્રી : એ સમભાવ નથી દેખાતો, છતાં એનું નામ જ સમભાવ. એ સમભાવ નથી થયો, છતાં પણ આપણે શબ્દ બોલ્યાને કે આપણે સમભાવ નિકાલ કરવો છે. બસ એટલી જ તમારી જવાબદારી, બીજી રીતે નિકાલ થાય છે. આ ગુઢ સાયન્સ છે. આ જેમ ડુંગળી હોય છેને, તે આપણે સમભાવે નિકાલ કરીએ એટલે એક પડ એનું જતું રહે પણ આપણને તો એ પડના પડ દેખાય પાછાં. એટલે આ જે રીતે સમભાવે તમે નિકાલ કરો છો, એનાં હજારો પડે છે. માટે તમારે એમ ના જોવું કે આ ફરી પાછું એનું એ જ દેખાય છે. હજારો પડે છે એટલે એકવાર એ તમે જેટલું કર્યું એટલાં પડ ઓછાં થઈ ગયા. પ્રશ્નકર્તા : એટલે આપણે એવું માનવાનું કે આ પડ આપણે ઓછું કર્યું છે. દાદાશ્રી : હા. તેને ચીકણી ફાઈલ કહી. જેના પડ વધારે છે, એને ચીકણી ફાઈલ કહી. પ્રશ્નકર્તા : દાદા, સમભાવે નિકાલ કરવો છે એ ભાવના થઈ એટલે એ અમલમાં આવવું જોઈએ, પણ એનો અમલ કેમ ના થાય ? દાદાશ્રી : ના, એ નિકાલ થઈ ગયો. તમે જેવું બોલ્યાને એટલે થઈ ગયો ત્યાં, એક પડ પેલાનું ઊતરી ગયું. દેખાય એવું ને એવું પાછું. પણ એમ કરતાં કરતાં હજારો પડ હશે એ જતાં રહેશે. આપણે સંતોષ માનવો કે મેં સમભાવે નિકાલ કર્યો. દાદાની આજ્ઞા પાળી છે. એક્ઝક્ટ વિજ્ઞાન જ છેને ? પ્રશ્નકર્તા: પણ એમાં જે સ્ટેજ લઈએ દાદા, પહેલાં ભાવ થયો કે સમભાવે નિકાલ કરવો. પછી ખરેખર સમભાવે નિકાલ થાય તો એ આનંદ જે આવે એ કંઈ જુદો જ થાય !
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy