SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ ૧૪૯ ‘મને આ થયું, હું કરું છું” એવું નહીં, પણ “મેં આ જાણ્યું રહે, જ્ઞાતા-દ્રષ્ટા રહે’, તો કોઝ ના પડે. છેવટે ત્યાં, કઢાપો-અજંપો ! ૧૫૦ આપ્તવાણી-૧૧ બીજું, નાની બાબતમાં બૂમાબૂમ ના કરે, પણ મોટી બાબત હોય તો બૂમાબૂમ થાય અને કર્તા વ્યવસ્થિત શી રીતે સમજાય બિચારાને ? “હું કરું છું’ એમ કહે છે ત્યાં સુધી શી રીતે સમજાય ? એટલે આ વિજ્ઞાન જ જુદી જાતનું છે આપણું. કોઈ જાતની અડચણ નહીં, મુશ્કેલી નહીં. ઉકેલ આત્મજ્ઞાતીના આશ્રયે ! પ્રશ્નકર્તા: આપ જે કહો છો કે કર્તાપદ, એનો આપણે છેદ ઉડાડી દઈએ છીએ. હવે વાસ્તવિકમાં તો બધા લોકો કર્તા માટે જ છે ને ? આ શાસ્ત્રો વાંચો, ગમે તે વાંચો, એ બધું પુદ્ગલ રમણતા છે. એમાં એ પાછું દળેલું જ દળ્યા કરે છે. એ કંઈ નવું દળતો નથી. અનંત અવતારથી આ એક આત્માનું જ જ્ઞાન જાણવાનું છે ને ! બીજું કયું જાણવાનું છે ? તે એનું એ જ દળ્યા કરે છે બસ, આત્મા સુધી પહોંચતો નથી. પહેલાં દળેલું તેને મૂકી દે, વળી બીજો કહેશે, ‘લ્યો, આ બાજરી લ્યો', તો પાછું બાજરી, પેલો કહેશે “ઘઉં દળો’ તો ઘઉં, ‘મઠિયા દળો’ તો મઠિયા, બધું દળ્યા કરે છે. આત્મા સુધી પહોંચ્યો નથી. આત્મજ્ઞાન થયું નથી. અથવા આત્મજ્ઞાનીનો આશરો એણે લીધો નથી. આત્મજ્ઞાની અગર આત્મજ્ઞાનીના આશ્રયવાનનો ભગવાને મોક્ષ લખેલો છે. દાદાશ્રી : બધા જ કર્તા માને ને, બધે રિલેટિવ છે, અને આ એકલું જ રિયલ છે ને !! જેને દેહાધ્યાસ છે તેને સ્થળ ને સૂક્ષ્મ વર્ગણા વીંટાયા જ કરવાનાં. જેને દેહાધ્યાસ છૂટ્યો તેને કર્મ બંધાય નહીં. એટલું જ વાક્ય સમજવાનું છે. ક્રમિક માર્ગમાં દેહાધ્યાસ પાતળો પડતો જાય. પાંચ-પચ્ચીસ અવતાર પાતળો કરે. વળી પાછો બે અવતારમાં કંઈક વધી જાય, બે ખૂણામાં પાછો જાડો ય થાય. વળી પાછો પાતળો કરે, એમ કરતાં કરતાં કરતાં એને દેહાધ્યાસ શૂન્યતા ઉપર આવવું પડશે. આપણે દેહાધ્યાસ પહેલેથી ઉડી જાય છે, કારણ કે કર્તાપણાનું ભાન તૂટી જાય છે. કર્તાપદ છૂટી જાય તો કલ્યાણ થઈ જાય. આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ છે ને, એ વ્યવસ્થિતને ના માને. કારણ કે કર્તાપદમાં છે ને પોતે ! બધું ત્યાગ કરીશ તો જ મોક્ષ થશે. ઠેઠ સુધી કર્તાપણું હોય. અહંકાર જીવતો છે ને ! પ્રશ્નકર્તા : ક્રમિકમાર્ગ છે એમાં એમને વ્યવસ્થિત કેવી રીતે સમજાશે ? દાદાશ્રી : ના સમજાય. કોઈ દહાડો ય ના સમજાય. ક્રમિકમાર્ગમાં ઠેઠ સુધી કઢાપો-અજંપો થતો હતો. જ્યાં સુધી કેવળજ્ઞાન ના થયું ત્યાં સુધી કઢાપો-અજંપો થતો હતો. અને આપણે તો અહીં કઢાપો-અજંપો અત્યારથી છૂટી જાય છે. એટલે જેનો કઢાપો-અજંપો ગયો તેને જગત ભગવાન તરીકે સ્વીકારે છે. કોઈનો કઢાપો-અજંપો જાય નહીં. આચાર્ય મહારાજ હોય કે અક્રમમાં આખું ય કર્તાપદ જ ઉડી ગયું હોય છે, વ્યવસ્થિત જ કર્તા આવી ગયું. અને તે પદ્ધતસર જ છે. ઠેઠ સુધી કર્તાપદ ક્રમિકમાં ! વ્યવસ્થિતની બહુ અજાયબ શોધખોળ છે. કોઈને વઢતો જ નથી, નહિ તો વઢવું પડે પાછું. ક્રમિક માર્ગના જ્ઞાનીને ચાર જ મોટા શિષ્ય હોય, એટલે કે જે કામ કાઢી નાખે એવા. બીજા તો અમથા દર્શન કરનારા, આવે ને જાય એટલું જ. પણ ચાર એમની પાછળ જ પડ્યા હોય. તે શાસ્ત્રકારોએ કહ્યું કે જ્ઞાની પાસે હંમેશા ઓછામાં ઓછા ત્રણ ને વધારેમાં વધારે ચાર બૂઝે, ચારથી પાંચમો બૂઝે નહિ. ઓગળે જ નહિ બીજો. તો પણ ચારમાં ય એમને આખો દહાડો હાંક હાંક હાંક હાંક કરે. કાલે આમ લખી લાવજો, કાલે આમ કરજો. તે હાંક હાંક કરે. ત્યારે બાપજી તમારું ક્યારે કામ થઈ રહેશે આ ? ત્યારે એ કહે, ‘હાંકવું એ જ મારી ફરજ છે.”
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy