SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ નહીં. ૧૪૧ પ્રશ્નકર્તા : તરત ખબર પડી જાય. દાદાશ્રી : ત્યાર પછી હવે બીજું શું પૂછવાનું છે ? પ્રશ્નકર્તા : ના દાદા, એ મને મારી ભૂલ દેખાઈ. દાદા એવાં છે દાદાશ્રી : બધાને થાય, તમારે નહીં. પ્રશ્નકર્તા : એ થોડોક ટાઈમ રહે. પણ વળી પાછું જ્યારે ખ્યાલ આવે ત્યારે થાય કે આ તો ભયંકર ભૂલ થઈ. એના કેટલાં પ્રતિક્રમણ કરવા પડ્યા, કલાકોના કલાક બેસીને. વળી પાછું એ હલકું થઈ જાય છે. દાદાશ્રી : પણ ત્યારે જ અનુભવ જ્ઞાન થાયને ! પ્રયોગમાં હાથ ઘાલે તો છેવટે અનુભવ થાયને. પ્રશ્નકર્તા : આ કર્યા પછી પશ્ચાતાપ એવો થાય, એવો થાય, એવો થાય કે વાત નહીં પૂછાય. દાદાશ્રી : હા, એ તો હું જોઉં છું ને પણ, તપ આવ્યું છે, ભયંકર ભારે તપ આવ્યું છે. પણ આ તપ આવ્યા વગર છૂટકો નથી. આ તપની જરૂરિયાત છે. હવે એ તપ છે તે આપણે ગોઠવવા જઈએ તો બને નહીં. પ્રશ્નકર્તા : ન બને. દાદાશ્રી : કો’ક ને ઘેર બને નહીં. આ તો જ બને. નહીં તો બને શી રીતે ? એ પુછ્યું, મહાપુણ્ય ભેગી થાય ત્યારે આ પ્રશ્નકર્તા : ખરી વાત છે. તો મહીં ભેગું રહેવાનું હોય આ તો એની મેળે કુદરતનું છે, ભેગું થાય. દાદાશ્રી : નહીં તો પેલા બારણાં ઉઘાડવા માટે દોડે આગળ આગળ, આગળ, આવડો મોટો માણસ હોય તે. તેનું શું કારણ છે કે આ પુણ્ય જાગી છે. હું ય જોયા કરું કે વાહ ! કહેવું પડે આ પુછ્યું !! જેમ રાજાની આગળ પેલા ના દોડે. એટલું દોડ્યાં. ત્યારે હું ના જાણું કે આ કેવી પુણ્ય જાગી છે ! ૧૪૨ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : ખરી વાત છે. દાદાશ્રી : દાદાને તો એવુંતેવું કશું જોઈતું નથી. પણ આ પુણ્યે જોઈ લઉં, કે આ પુણ્યે કેવી જાગી છે અને પાછા તપે ય કેવા જાગ્યા! પ્રશ્નકર્તા : બન્નેવ, બધું ય એવું જ છે. દાદાશ્રી : તમારે તપ આવે કોઈ દહાડો ? રોજે રોજ નહીં આવતા? ત્યારે સારું. પહેલાં તો રોજ આવતું હતું. હવે પ્રયોગમાં હાથ ઘાલતા બંધ થઈ ગયા, નહીં ? બહુ નહીં ઘાલતા. અણસમજણમાં શું ના કરે ! હવે એને તે હું શું કરવાનો હતો ? તો વિધિ મૂકી આપું, ધીમે ધીમે એની દ્રષ્ટિ પછી સીધી થઈ જાય. કંઈ ઉપાય છે એનો ? કશું નહીં, નહીં ? એમને ય મનમાં એમ લાગતું હતું કે આ પેસી ગયા બધા. મેં કહ્યું, જેટલું બને છે તે વ્યવસ્થિતની બહાર કશું થવાનું નથી. શું કરવા ગભરાવ છો ? શું પેસીને લઈ જવાના છે. તમારું છે એ તમારી પાસેથી કોઈ લઈ જવાનું નથી અને લઈ જવાનું હશે તે તમારી પાસે પાછું આવવાનું ય નથી. આ તમે શું કરવા વિચારો છો ? ભય છોડીને ના બેસીએ ! તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : કંઈ વ્યવસ્થિતની ઉપર શ્રદ્ધા થોડી ઘણી બેઠી છે કે નથી બેટી ? પ્રશ્નકર્તા : ઘણી બેઠી છે. વ્યવસ્થિતમાં બધું આવી ગયું અંદર, આખું જ્ઞાન ! દાદાશ્રી : એ ગાળો દેતો હોય તો તેને ત્યાં આપણે સામા જઈએ. કારણ કે ગાળો દે છે એ વ્યવસ્થિત અને જઈએ છીએ એ હિસાબ છે આપણો. વાત સમજે તો આ દુનિયામાં કશું દુઃખ છે નહીં, અને ના સમજે અને પ્રયોગમાં હાથ ઘાલે તો એમાં પ્રયોગ બિચારો શું કરે તે ?! પ્રયોગ
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy