SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : એટલે એવું બહુ હાલી જાય, બધું ! દાદાશ્રી : તારે હઉ થઈ જાય ? ૧૧૩ પ્રશ્નકર્તા : મારે તો વહેલું થાય. દાદાશ્રી : તારે થઈ જાય ? બેઉ કાચા ફુસ ! નહીં તો આ તો કાચો નથી પડતો. વ્યવસ્થિત કહી દીધું એટલે કહી દીધું ! પ્રશ્નકર્તા : એટલે આ બધું રાગે પડેલું બધું બગડી જાય પછી. દાદાશ્રી : વળી કો’ક શું બગાડતું આપણે ઘેર. એક-બે દહાડા કોઈ બગાડી જાય. પછી ત્રીજા દહાડાથી એમનો સાંધો જ તોડી નાખીએને ! પ્રશ્નકર્તા : પણ પછી એવું થાય કે આવું કેવું વ્યવસ્થિત ? દાદાશ્રી : વ્યવસ્થિતને પાછું વખોડી કાઢું છું ? ઓહોહો ! જુદી જાત ! તેં એવું નથી કહ્યું કોઈ દહાડો, નહીં ? આ તો તારા કરતાં ય જબરા ! આ તો બહુ વસમું ! વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત. નહીં તો અવ્યવસ્થિત ના કહેત આપણે ? અંધારી રાત્રી ગમે તે ટાઈમે હોય, કબૂલ કરવા જેવી વસ્તુ એ ! આવું કેવું વ્યવસ્થિત ? બુદ્ધિ દેખાડે ! તે બુદ્ધિને એટલી બધી પંપાળ, પંપાળ કરી હોય તો ચઢી બેસે પછી ! બુદ્ધિ ડખલ ન કરે તો વ્યવસ્થિત લાગે જ એમાં, એ તો એમાંથી બુદ્ધિ એકલી વચ્ચે ડખલ કરે છે. જેમ બુદ્ધિ અત્યારે સાચી હોય ત્યારે આવું ના કરે. ડખલ તો ઊંધી બુદ્ધિ, વિપરીત બુદ્ધિ કરે. સાચી બુદ્ધિ ડખલ ના કરે. પ્રશ્નકર્તા : ધાર્યું કરાવવાની માથાકૂટ બુદ્ધિ જ કરતી હોય છે. એથી એને પેલું ધાર્યા પ્રમાણે નથી થતું, માટે ડખો થાય છે. દાદાશ્રી : તારે શી શી બાબતમાં જોઈએ, ખાવાની બાબતમાં ? સૂઈ જવાની બાબતમાં ? પ્રશ્નકર્તા : ખાવાની બાબતમાં થાય, સૂઈ જવાની બાબતમાં ના થાય ખાસ. આપ્તવાણી-૧૧ દાદાશ્રી : સૂઈ જવાની બાબતમાં સુખ ! એમાં ના થાય. ખાવાની બાબતમાં શું થાય ? એક જ બેઠકે ટેબલ ઉપર કેમ ? પ્રશ્નકર્તા : ના, એવું કશું ય નહીં. દાદાશ્રી : તો શું થાય ? પ્રશ્નકર્તા : આ તો એવું કે પેલું કાંદા-બટાકા આમ ખાવાની ઇચ્છા ના હોય તો એના એ જ ભેગા થાય. એવું બધું એટલે આમ મનમાં પેલું થાય. ૧૧૪ દાદાશ્રી : ભેગું થાય એ આપણને કંઈ ભોંકે છે. ભેગું તો થાય ને ? સંયોગ છે ને ? વિયોગી સ્વભાવનો પાછો. વિયોગી છે પાછો પછી. પ્રશ્નકર્તા ઃ સેવા કરવાની બાબતમાં વધારે થાય. દાદાશ્રી : સેવાની બાબતમાં શું ? પ્રશ્નકર્તા : કોઈવાર કોઈ કાઢી મૂકે. કોઈવાર ના આવવા દે, એવું તેવું બધું આવું થાય ત્યારે ડખો થાય મહીં. દાદાશ્રી : કાઢી મૂકે એ તો બહુ ન્યાય કહેવાય. કાઢી કોઈ મૂકે ખરું ? નહીં તો આપણે સવાસો રૂપિયા આપીએ તો કાઢી નાખે ! એવું મળે છે ખરું, ઇનામ કોઈ વખત ? પ્રશ્નકર્તા : મળેને કોઈવાર. દાદાશ્રી : એમ ને, બહુ સારું કહેવાય ? હું તો નોંધ રાખું. બહુ સારું કહેવાય, તને કાઢી મૂકે તો કોઈનો નથી દોષ. પ્રશ્નકર્તા : પણ પેલું અહીં પેસવું હોય એવો ફોર્સ હોય ત્યારે કાઢી મૂકવાની ઉપાધિ થાય ને ? દાદાશ્રી : હું. ફોર્સને લઈને ! ઊંધો ફોર્સ હોય ત્યારે કાઢી મેલેને ! નહીં તો દુનિયામાં કોઈ કાઢી ના મૂકે. ઊંધો ફોર્સ હોય તો જ્યાં પોલીસવાળા આંતરતા હોય ત્યાં પેસવા જાય તો તો પછી મારે ઠંડો !
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy