SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ આપ્તવાણી-૧૧ દાદાશ્રી : આખું બધું ના ઉડે, અમુક ભાગ એનો ઉડે. અનોખી અજાયબી જ્ઞાતીની આજ્ઞાતી ! આપ્તવાણી-૧૧ ૨૩૩ સરકમસ્ટેન્શિયલ એવિડન્સીસમાં એક એવિડન્સ છે ! પ્રશ્નકર્તા: હવે વાણીમાં સુધારો કરવો હોય તો કેમ કરવું ? દાદાશ્રી : વાણી પોતે પોતાની મેળે સુધારી ન શકે, એ ટેપરેકર્ડ થઈ ગયેલી છે. પ્રશ્નકર્તા : હા, એટલે જ ને ? એટલે વ્યવસ્થિત થયેલું છે. દાદાશ્રી : વ્યવસ્થિત થયેલું છે, એ હવે અહીં આગળ જ્ઞાની પુરુષની છે તે કૃપા ઉતરે તો ફેરફાર થઈ જાય. કૃપા ઉતરવી એ મુશ્કેલ પ્રશ્નકર્તા : પણ જો વ્યવસ્થિતમાં એ ન હોય તો કૃપા ન ઉતરે. દાદાશ્રી : નહીં, એ બધું, બુદ્ધિમાં લીધા ના કરશો ! પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિત ચેન્જ થઈ શકે છે ?' દાદાશ્રી : એટલું જ આ વ્યવસ્થિતમાં આટલો જ ચેન્જ છે. પણ જે વાણી છે એ ઈફેક્ટ છે અને કોઝિઝ કર્યા છે એ પ્રમાણે નીકળે છે, હવે એને સુધારવી છે. તો જ્ઞાનીની આજ્ઞા, તારો નિશ્ચય, ફેરફાર કરી શકે ! આ જે કંઈ આ ઈફેક્ટમાં આજ્ઞા એકલી જ એને કામ કરે છે. એ આજ્ઞા સિવાય બીજો કોઈ રસ્તો નથી, જેમ છે તે અહીં અમદાવાદમાં ફાંસી અપાતી હતી. ત્યારે સર બેરો નીકળે અને સર બેરોની દ્રષ્ટિ પડે તો એને ફાંસી ઉપરથી ઉતારી દેવો પડે, એવું જ્ઞાનીની આજ્ઞાથી બને. પ્રશ્નકર્તા : ત્યારે મારો એ પ્રશ્ન હતો, કે દાદા, આ જો બની શકતું હોય તો એનો અર્થ એ થયો કે વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે છે. દાદાશ્રી : જ્ઞાનીની વાણી એકલી જ કરી શકે, બીજું કોઈ નહીં ! પ્રશ્નકર્તા : હા, એ બરોબર છે. તો પછી વ્યવસ્થિત અવ્યવસ્થિત થઈ શકે છે, એવો ય અર્થ નીકળે. દાદાશ્રી : ના, અવ્યવસ્થિત નહીં. એ અવ્યવસ્થિત નથી હોતું. એ તો જ્ઞાનીનું વચનબળ એટલું બધું છે કે વ્યવસ્થિતને ફેરફાર કરી નાખે. અને વ્યવસ્થિત તો, જો તમે ધ્યાન કરોને, તેનાથી ય ફેરફાર થાય. પણ તે વ્યવસ્થિત, વ્યવસ્થિતનો ભાગ બન્યા વગર રહે નહિ. એટલે આ જ્ઞાનીનું વચનબળ હોયને, એ ચેતન સ્વભાવનું છે. તે સંસારમાં જતાં પ્રતિબંધ કરાવે. સંસાર આખો ઉખેડી નાંખે. પ્રશ્નકર્તા: આ બન્યું એ પણ વ્યવસ્થિતના આધારે જ એ બન્યું, કહેવાયને ? આપે કહ્યું એ પણ વ્યવસ્થિત, આ થવાનું એ પણ વ્યવસ્થિત ? દાદાશ્રી : એ બધું બરોબર છે. પછી એની પર વ્યવસ્થિત જે કહેવું હોય તે, પછી આ થવાનું એ આમ કે તેમ થયું, એમ કહે છે. અરે, એક્ઝક્ટલી એવું નથી. આ જ્ઞાન આપીએ છીએ તે થવાની વસ્તુ નથી થયેલી છે. થવાની, તમે મને ભેગાં થયાં એટલું જ થવાની વસ્તુ છે, અને જ્ઞાન આપીએ છીએ એ જુદી વસ્તુ છે. તમે ભેગાં થયાં તે તમારો ભાવ થયો, એટલી જ થવાની વસ્તુ હતી. પણ જો જ્ઞાન આપીએ તો વચનબળ છે તો આ બધા, સો વસ્તુ ભેગી થવાની હોય ત્યારે એક કાર્ય થાય. એમાં એક જ વસ્તુ ભેગી ન થાય. તો એ કાર્ય ન થાય તો આ તો કેટલાં-કેટલાં સંયોગોને ઉડાડી મેલે જ્ઞાન ! જ્ઞાન છે તે અજ્ઞાનનાં કેટલાય સંયોગો ઉડાડી મેલે, તે આખું વ્યવસ્થિત ત્યાં ઉડી જાય. એટલે આટલું અપવાદ જેવું છે આ. શાસ્ત્રકારોએ મૂકેલો અપવાદ છે. આ ભવમાં જવામાં આડો પ્રશ્નકર્તા : પણ આપે તો ત્યાં સુધી કહેલું કે જ્ઞાનીની આજ્ઞાથી વ્યવસ્થિત તૂટે છે. દાદાશ્રી : હા, તે બધું જ તૂટી જાય. હા બરોબર છે. જ્ઞાનીની આજ્ઞાથી શું ના થાય ? પ્રશ્નકર્તા : વ્યવસ્થિત બદલાય ? વ્યવસ્થિત આખું ઉડી જાય ?
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy